Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/09/9_1591693743.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/09/9_1591693743.jpg. Show all posts

Tuesday, June 9, 2020

આલિયા તથા ભટ્ટ પરિવારે હાઉસ હેલ્પરને બર્થડે સરપ્રાઈઝ આપીને કેક કટ કરી

આલિયા ભટ્ટે પોતાના ઘરની હેલ્પર રાશિદા ખાનનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને તેના માટે કેક લાવીને સરપ્રાઈઝ આપી હતી. રાશિદાએ ઈન્સ્ટાગ્રામમાં બર્થડેના વીડિયો શૅર કર્યાં હતાં.

રાશિદાએ કહ્યું, મારો ડ્રીમ બર્થડે
રાશિદાએ સોશિયલ મીડિયામાં બર્થડેના બે વીડિયો શૅર કર્યાં હતાં. એક વીડિયોમાં રાશિદાની સાથે આલિયા, તેની બહેન શાહીન ભટ્ટ તથા અન્ય લોકો છે. આ વીડિયો શૅર કરીને રાશિદાએ કહ્યું હતું કે મારો ડ્રીમ બર્થડે. વીડિયોમાં આલિયા તથા રાશિદા સાથે કેક કાપતા જોવા મળ્યાં હતાં.આલિયાએ રાશિદા માટે બર્થડેસોંગ પણ ગાયું હતું.પછી રાશિદા સાથે કેક કટ કરતી જોવા મળી હતી. જોકે, આલિયાએ કેક ખાવાની ના પાડી હતી.આલિયાએ કહ્યું હતુંકે તે કેક ખાઈ શકે તેમ નથી. તેણે હાલમાં જ ડાયટ શરૂ કર્યું છે.

View this post on Instagram

My dream birthday

A post shared by Rashida Shaikh (@rashidamd132) on Jun 8, 2020 at 11:46am PDT

મહેશ ભટ્ટ તથા સોની રાઝદાન સાથે કેક કાપી
રાશિદાએ અન્ય એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાશિદા ફિલ્મમેકર મહેશ ભટ્ટ તથા સોની રાઝદાન સાથે જોવા મળે છે. મહેશ ભટ્ટ તથા સોની રાઝદાનેસાથે મળીને રાશિદા માટે બર્થડે સોંગ ગાયું હતું. કેક કાપ્યા બાદ રાશિદા બંનેને કેક ખવડાવે છે આ વીડિયો શૅર કરીને રાશિદાએ કહ્યું હતું કે તે ઘણી જ નસીબદાર છે.

View this post on Instagram

I am so lucky

A post shared by Rashida Shaikh (@rashidamd132) on Jun 8, 2020 at 11:56am PDT

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે લૉકડાઉન પીરિયડરણબીર કપૂર તથા બહેન શાહીન સાથે પસાર કર્યો હતો. ગયા મહિને રિશી કપૂરનું નિધન થયું ત્યારે આલિયા કપૂર પરિવાર સાથે જોવા મળી હતી. હાલમાં જ રણબીરની બહેન રિદ્ધિમાએ ફેમિલી ગેટ ટુગેધરની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં નીતુ કપૂર, રણબીર, આલિયા, શાહિન તથા શ્વેતા બચ્ચનનો દીકરો અગત્સ્ય પણ જોવા મળ્યાં હતાં.

એક્ટ્રેસના વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા લૉકડાઉન પહેલાં સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. હવે, મહારાષ્ટ્ર સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગની પરવાનગી આપી છે. જોકે, ચર્ચા છે કે સંજય લીલા ભણશાલી આ ફિલ્મનું શૂટિંગ હવે જુલાઈ એન્ડમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાંકરશે. હાલમાં ફિલ્મના સેટને વરસાદને કારણે કવર કરી લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, શૂટિંગ બાકી હોવાથી હવે ફિલ્મ શિડ્યૂઅલ ડેટ પર રિલીઝ ના થાય તેવી શક્યતા છે.

આલિયા પહેલી જ વાર રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરી રહી છે. અયાન મુખર્જીની આ ફિલ્મમાં મૌની રોય, અમિતાભ બચ્ચન, નાગાર્જુન તથા ડિમ્પલ કાપડિયા મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ ચાર ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જોકે, આ ફિલ્મનું હજી શૂટિંગ બાકી છે. આ ફિલ્મ આમ તો ગયા વર્ષે રિલીઝ થવાની હતી પરંતુ ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ્સનું કામ બાકી હોવાથી ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. આ વર્ષે પણ ચાર ડિસેમ્બરે રિલીઝ થશે કે નહીં તેને લઈ આશંકા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Alia Bhatt give house help ‘dream birthday’ surprise,


from Divya Bhaskar https://ift.tt/3fbRusV
https://ift.tt/2BFJMZl

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...