Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/8_1591778808.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/8_1591778808.jpg. Show all posts

Wednesday, June 10, 2020

ડિરેક્ટર પ્રદીપ સરકારે ફિલ્મના કિસ્સા શૅર કર્યા, કહ્યું- કેવી રીતે વિદ્યા બાલનની પસંદગી થઈ હતી અને સૈફને જોવા માટે ભીડ જમા હતી

વિદ્યા બાલન, સંજય દત્ત, સૈફ અલી ખાન, રાઈમા સેન, દિયા મિર્ઝા સ્ટારર ફિલ્મ ‘પરિણીતા’ને રિલીઝ થયે 15 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ 10 જૂન, 2005માં રિલીઝ થઈ હતી. આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર પ્રદીપ સરકારે ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ફિલ્મના રસપ્રદ કિસ્સા શૅર કર્યાં હતાં.

શૂટિંગના અંતિમ દિવસે ડિરેક્ટર ઈમોશનલ થઈ ગયા હતાં
‘પરિણીતા’ને આજે 15 વર્ષ થયા પરંતુ તે સમયની ઘટનાઓ અંગે વિચારું છું તો લાગે છે કે બધું એકદમ ફ્રેશ છે. કોઈ પ્રોજેક્ટ પર તમે લાંબા સમય સુધી કામ કરો ત્યારે પરિવાર જેવા સંબંધો બંધાઈ જાય છે. ફિલ્મના શૂટિંગના છેલ્લા દિવસે પેકઅપ કરતાં પહેલાં બે કે ત્રણ સીન બાકી હતાં. મેં બધાને કહ્યું હતું કે જ્યારે હું પેકઅપ બોલું ત્યારે તમામ પાત્રો એક સાથે સેટ પરથી જતા રહેજો. સેટ એકદમ ખાલી હોવો જોઈએ. આ સાંભળીને સૈફે કહ્યું હતું કે દાદા અમે કેમ બધા જતા રહીએ, આના કરતાં તો તમે જ જતા રહો.’

સૈફને જોવા માટે ભીડ જામતી
પ્રદીપ સરકારે કહ્યું હતું, ‘ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ નડી હતી. જ્યારે અમે દાર્જલિંગમાં શૂટિંગ કરતા હતાં ત્યારે બાઈક પર 500થી વધુ લોકો આવ્યા હતાં અને ટ્રેન પર ચઢી ગયા હતાં. તેમની માગણી હતી કે તેમને સૈફ અલી ખાનને મળવું છે. પછી સૈફ બહાર આવ્યો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. અમને નવાઈ લાગી હતી અને શૂટિંગ અટકાવું પડ્યું હતું. અમને લાગ્યું કે અહીંયા શૂટિંગ કરી શકાશે નહીં. પછી અમે લોકેશન ચેન્જ કર્યું હતું. ગાડીને જંગલની અંદર લઈ ગયા અને ત્યાં સીન શૂટ કર્યાં હતાં.’

ટ્રેનના ડબ્બા માટે ત્રણ-ચાર મહિના રાહ જોઈ હતી
‘ટ્રેનના ડબ્બા પસંદ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનનો અસલી ડબ્બો તો બનાવી શકાય નહીં, આથી કોઈએ અમને યાર્ડમાં મૂકેલા રેલવેના ડબ્બા જોવાનું કહ્યું હતું. જોકે, ત્યાં બધા જ ડબ્બા નવા જમાનાના હતાં. ટ્રેનના ડબ્બા માટે બહુ શોધખોળ કરી અને પછી બે કોચ મળ્યાં હતાં. જોકે, તે ઘણાં જૂના હતાં. આ અંગે રેલવે સાથે વાત કરી અને ત્યારે ત્યાંથી જવાબ આવ્યો કે આને ટેસ્ટ કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમય થશે. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અમે રાહ જોઈ. જોકે, ત્રણ-ચાર મહિના બાદ અમે ટ્રેનને તૈયાર જોઈ તો નવાઈ લાગી હતી.’

સંજય દત્ત સાથે દુર્ગા પૂજા કરવામાં મુશ્કેલી પડી હતી
પ્રદીપ સરકારે કહ્યું હતું, ‘દુર્ગા પૂજામાં એક નૃત્ય હોય છે. આ નૃત્ય ઢોલની થાપ પર કરવામાં આવે છે. સંજય દત્તને આ અંગે કહ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે તે કરી લેશે. આ પૂજા ડાન્સમાંધૂપને હાથ તથા દાંતમાં લઈને પછી ડાન્સ કરવાનો હોયછે. જ્યારે સંજય દત્તને આમ કરવાનું કહ્યું તો તેણે એવો જવાબ આપ્યો કે અરે દાદા, મારી નાખશો કે શું. મેં બહુ જ પ્રયાસ કર્યો પરંતુ તે માન્યો જ નહીં. જોકે, પેકઅપ બાદ અચાનક જ તેણે પૂછ્યું કે આ શોટ છોટે નવાબ (સૈફ અલી ખાન)એ કર્યો છે તો મેં ના પાડી. આ સાંભળીને સંજય દત્તે કહ્યું હતું કે તે આ ડાન્સ કરશે.’

વિદ્યા બાલન વગર આ ફિલ્મ પૂરી થાત જ નહીં
‘વિદ્યા બાલનનો 13-14 વાર ટેસ્ટ લેવામાં આવ્યો હતો અને પછી વિધુ વિનોદ ચોપરાએ હા પાડી હતી. 15મી વાર વિદ્યા બાલનને જોયા બાદ વિધુએ અનુપમા ચોપરાને કહ્યું હતું કે તેને તેની લલિતા મળી ગઈ. મને કહ્યું કે વિદ્યાને મળવા માટે બોલાવો. મેં કહ્યું કે તે તો કોઈ વિદેશી સિંગરનો શો જોવા માટે ગઈ છે. વિધુજી આ વાત માનવા તૈયાર નહોતાં. તેમણે ભાર દઈને કહ્યું કે તેની તો લાઈફ બનવાની છે. તેને બોલાવો, તે આવી જશે. હુ દુવિધામાં પડી ગયો. વિધુજીને કારણે વિદ્યાને બોલાવવામાં આવી. તે મળવા પણ આવી. ચોપરાસાહેબે કહ્યું હતું કે હવે શૂટિંગ શરૂ થશે. દાદા તમારી સાથે છે. તમને કોઈ વાંધો નહીં આવે. વિદ્યા તો તરત જ જતી રહી. જ્યારે અમે બધા નીકળતા હતાં ત્યારે ચોપરાસાહેબે મને ભેટીને કહ્યું હતું કે જો વિદ્યા ના આવી હોત તો આ ફિલ્મ બનત જ નહીં.’

વિદ્યા સાથેઝઘડો થયો હતો
‘એકવાર તો કોઈ વાતને લઈને મારી અને વિદ્યા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. અમારી વચ્ચે અહમ આવી ગયો હતો અને અમે એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ સમયે ફિલ્મમાં સંજય દત્તની બહેનનો રોલ કરનાર એક્ટ્રેસ મારી ફ્રેન્ડ હતી. તેણે અમારી વચ્ચેની ગેરસમજણ દૂર કરી હતી. અમારી વચ્ચે કોઈ શોટ બીજીવાર લેવાને લઈ ઝઘડો થયો હતો.’

રાની મુખર્જીએ સૈફ સાથે મુલાકાત કરાવી હતી
‘શેખરના પાત્ર માટે સૈફ અલી ખાનને જ લેવાનો વિચાર હતો. જ્યારે અમે સૈફનો સંપર્ક કર્યો ત્યારે તે રાની મુખર્જી સાથે ‘હમ તુમ’નું શૂટિંગ કરતો હતો. રાની મુખર્જી સાથે ઓળખાણ છે. જ્યારે રાની સાથે વાત થઈ તો તેણે સેટ પર આવવાનું કહ્યું હતું. જ્યારે અમે રાનીને મળવા સેટ પર ગયા તો તે પોતાની વેનિટી વેનમાં રડતી હતી. અમને ખબર પડી કે રાનીનો ડોગ એ જ દિવસે ગુજરી ગયો હતો. ત્યારે અચાનક સૈફ વેનિટી વેનમાં આવ્યો અને અમને કહેવા લાગ્યો કે રાનીને ચૂપ કરાવો. અમે તો રાનીની મદદથી સૈફને મળવા આવ્યા હતા. જોકે, થોડીવાર પછી બધુ નોર્મલ થતાં અમે સૈફની વેનિટી વેનમાં ગયા હતાં. મને લાગ્યું કે ક્યાંક સૈફ કામ કરવાની ના પાડી દેશે. જોકે, ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ સૈફે શેખરનું પાત્ર ભજવવાની હા પાડી હતી.’

સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર જ સંજયે વિધુને હા પાડી હતી
‘સંજય દત્તને કાસ્ટ કરવો સૌથી સહેલું રહ્યું હતું. સૈફની સામે કોણ હશે, તે વાત આવી ત્યારે બહુ જ વિચાર્યા બાદ સંજય દત્તનું નામ આવ્યું હતું. નામ આવતા જ વિધુ વિનોદે તરત જ સંજય દત્તને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે બાબા એક ફિલ્મ કરવી છે. સંજય દત્તે તો રોલ સાંભળ્યા વગર જ હા પાડી દીધી. તે બંને વચ્ચે ખાસ પ્રકારના રિલેશનશિપ છે કે ફોન પર જ કામ કરવાની હા પાડી દીધી હતી.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Director Pradeep Sarkar shared film parineeta interesting facts


from Divya Bhaskar https://ift.tt/3ffRfNv
https://ift.tt/2ARRMX1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...