Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-3_1591768435.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-3_1591768435.jpg. Show all posts

Wednesday, June 10, 2020

અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રિલીઝ, 24 જૂને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

એક્ટ્રેસ અનુષ્કા શર્માએ તેનું પ્રોડક્શન હાઉસ હેઠળની નવી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. તેની નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ ‘બુલબુલ’નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પરની વેબ સિરીઝ પાતાલ લોકની સફળતા બાદ હવે આ અનુષ્કાનું નવું પ્રોડક્શન છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અનુષ્કાએ ટીઝર શેર કરી લખ્યું કે, આ રહ્યો બુલબુલનો ફર્સ્ટ લુક, પ્રેમ અને મિસ્ટરીથી વણાયેલ સેલ્ફ ડિસ્કવરી, જસ્ટિસની સ્ટોરી. નેટફ્લિક્સ પર જલ્દી આવી રહી છે. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ હેઠળ બનેલ આ ફિલ્મમાં અવિનાશ તિવારી, તૃપ્તિ ડિમરી અને રાહુલ બોસ લીડ રોલમાં છે.

‘બુલબુલ’ ફિલ્મ સત્યા અને તેના ભાઈની બાળવધૂ બુલબુલની સ્ટોરી છે. સત્યાને ઇંગ્લેન્ડની સ્કૂલમાં મોકલવામાં આવે છે, જ્યારે એ પરત ફરે છે ત્યારે બુલબુલને તેના ભાઈએ તરછોડી દીધી હતી અને ત્યારબાદ તે ગામડાંના લોકોની મદદ કરે છે. આ ગામડું એક રહસ્યમય સ્ત્રીને કારણે ભૂતીયું હોય છે અને સત્યા સત્યની શોધ કરે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 24 જૂને રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anushka Sharma unveils first look of her production house's original Netflix film Bulbbul


from Divya Bhaskar https://ift.tt/3fbXHom
https://ift.tt/2MIBiCX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...