Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-5_1591771637.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-5_1591771637.jpg. Show all posts

Wednesday, June 10, 2020

‘ગુલાબો સિતાબો’ ફિલ્મની કાસ્ટ અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાએ ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ આપી, કરણ જોહરે એક્સેપ્ટ કરી

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો એમેઝોન પ્રાઈમ વીડિયો પર 12 જૂને રિલીઝ થઇ રહી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે બંને સ્ટાર્સે એક ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ સ્ટાર્ટ કરી છે. તેમણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને અન્ય સેલેબ્સને આ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા.

ટંગ ટ્વિસ્ટર

ગુલાબો કી ખટર પટર સે તીતર બીતર સિતાબો,
સિતાબો કી અગર મગર સે ઉથલ પુથલ ગુલાબો

કરણ જોહરે ચેલેન્જ સ્વીકારી
આયુષ્માન ખુરાનાએ કરણ જોહરને આ ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ માટે નોમિનેટ કર્યા હતા. કરણ જોહરે તેનો વીડિયો શેર કરી ફિલ્મની કાસ્ટને ફિલ્મની રિલીઝ માટે ઓલ ધ બેસ્ટ કહ્યું હતું. કરણ જોહરે આલિયા ભટ્ટ, અર્જુન કપૂર અને ટાઇગર શ્રોફને આ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા છે.

ભૂમિ પેડનેકરે 5 વાર ટંગ ટ્વિસ્ટર બોલ્યું
ભૂમિ પેડનેકરને અમિતાભ બચ્ચને આ ચેલેન્જ માટે નોમિનેટ કરી હતી. તેણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

અમિતાભ બચ્ચને કહ્યું- જડબું તૂટી જશે
અમિતાભ બચ્ચને તેમનો વીડિયો શેર કરી કહ્યું કે, 5 વાર આ બોલવાનું છે, જડબું તૂટી જશે તમારું. વીડિયો નીચે તેમણે લખ્યું કે, બસ 5 વાર બોલવાનું છે આ ટંગ ટ્વિસ્ટર, પ્રયત્ન કરો તમે લોકો તો અમારી ચાંદી થઇ જશે. તેમણે આયુષ્માન ખુરાના, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરને ટેગ કર્યા હતા.

આયુષ્માન ખુરાનાએ લખ્યું- બાંકે ટંગ ટ્વિસ્ટરમાં પણ મહારથી
આયુષ્માન ખુરાનાએ તેનો વીડિયો શેર કરીને લખ્યું કે, બાંકે ટંગ ટ્વિસ્ટરમાં પણ મહારથી છે. હું આ ચેલેન્જ માટે કરણ જોહર, વરુણ ધવન, બાદશાહ, અર્જુન કપૂર, તાપસી પન્નુને નોમિનેટ કરું છું.

ગુલાબો સિતાબો ફિલ્મ
આ ફિલ્મ નવાબી મકાન માલિક મિર્ઝા એટલે કે અમિતાભ બચ્ચન અને તેના ભાડુઆત બાંકે એટલે કે આયુષ્માન ખુરાનાની સ્ટોરી છે. ફાતિમા મહેલ હવેલીને લઈને તેમની વચ્ચે થતી રસાકસીને બતાવવામાં આવી છે. શૂજિત સરકારે ડિરેક્ટ કરેલ આ ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર 12 જૂને રિલીઝ થવાની છે. લોકડાઉનને કારણે થિયેટર બંધ છે માટે ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર યોજાઈ રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Gulabo Sitabo' cast Amitabh Bachchan and Ayushman Khurrana give tongue twister challenge, Karan Johar and bhumi accepts


from Divya Bhaskar https://ift.tt/2AVaH3b
https://ift.tt/2UwfoqS

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...