Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-7_1591794935.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/10/9-6-7_1591794935.jpg. Show all posts

Wednesday, June 10, 2020

એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરનાર શાહિદ કપૂરે મહામારીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર્સની મદદ કરી, તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા

કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે ફિલ્મ્સનું શૂટિંગ બંધ છે. તેને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર કમાણી માટે આધાર રાખનાર ઘણા બધા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેકગ્રાઉન્ડ ડાન્સર્સને કામ ન મળતા તેઓ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. આવા ડાન્સર્સની મદદ માટે શાહિદ કપૂર આગળ આવ્યો છે.

એક સમયે ઇન્ડસ્ટ્રીમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરનાર શાહિદે તેની સાથે તેના સ્ટ્રગલિંગ ટાઈમમાં કામ કરનાર ડાન્સર્સને મદદ કરી છે. રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ ડાન્સર જે હાલ ડાન્સર્સને ફિલ્મમેકર્સ સાથે સંપર્કમાં લાવે છે તેણે જણાવ્યું કે, શાહિદે સાથે કામ કરેલ ડાન્સર્સને શોર્ટ લિસ્ટેડ કર્યા જેમને હાલ પૈસાની તંગી હોય. તેમના ખાતામાં શાહિદે પૈસા ટ્રાન્સફર કર્યા છે. હજુ 2-3 મહિના સુધી તે તેમની મદદ કરશે.

શાહિદે તેની ડેબ્યુ ફિલ્મ ઇશ્ક વિશ્કના સમયથી શરૂ કરીને અત્યારસુધીની ફિલ્મમાં સાથે કામ કરનાર ડાન્સર્સને શોર્ટ લિસ્ટ કર્યા, 17 વર્ષ થઇ ગયા કદાચ તેઓ હાલ કામ પણ ન કરી રહ્યા હોય. આ સિવાય તેણે એવા ડાન્સર્સની પણ મદદ કરી જેણે શાહિદ સાથે ધતિંગ નાચ, શાનદાર અને અગલ બગલમાં કામ કર્યું હોય. 20 ડાન્સર્સ કોરિયોગ્રાફર બોસ્કોની ટીમના છે અને 20 કોરિયોગ્રાફરમાંથી ફિલ્મમેકર બનેલ અહમદ ખાનની ટીમના છે.

શાહિદ કપૂરે દિલ તો પાગલ હૈ અને તાલમાં ડાન્સર તરીકે કામ કર્યું હતું. શાહિદ કપૂર છેલ્લે કબીર સિંહ ફિલ્મમાં દેખાયો હતો. તેની આગામી ફિલ્મ જર્સી છે જે ક્રિકેટ પર આધારિત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shahid Kapoor extends support to background dancers; Transfers money to their bank accounts


from Divya Bhaskar https://ift.tt/37jfebR
https://ift.tt/2UxIdDz

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...