Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/11-6_1591852835.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/11-6_1591852835.jpg. Show all posts

Thursday, June 11, 2020

14 દિવસ હોમ ક્વોરન્ટીન રહ્યા બાદ રાધિકા મદાન માતાને મળી, કહ્યું - 14 દિવસનો વનવાસ પૂરો થયો

લોકડાઉનમાં ફ્લાઈટ્સ ફરી શરૂ થયા બાદ એક્ટ્રેસ રાધિકા મદાન 26 મેના રોજ મુંબઈથી દિલ્હી તેના ઘરે પહોંચી હતી. રાધિકાએ જર્ની દરમ્યાન સાવધાની રાખી અને દિલ્હી પહોંચી તે 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટીન રહી.

રાધિકાનો આ સેલ્ફ ક્વોરન્ટીનનો સમય 10 જૂનના પૂરો થયો અને આ વિશેની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મારફતે શેર કરી. રાધિકાએ તેના આ હોમ ક્વોરન્ટીનના સમયની સરખામણી રામ ભગવાનના 14 વર્ષના વનવાસ સાથે કરી હતી. રાધિકાએ માતા સાથેનો હગ કરતો ફોટો શેર કરી લખ્યું કે, 14 દિવસના વનવાસ બાદ સેલ્ફ ક્વોરન્ટીન પૂરું થયું.

રાધિકાએ અનુભવ શેર કર્યો
કોરોના મહામારીમાં રાધિકાએ એર ટ્રાવેલનો અનુભવ જણાવ્યો હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને કોઈ ફિલ્મના સીન જેવું લાગતું હતું. પહેલા મારું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને એ વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું કે ઝીરો ફિઝિકલ કોન્ટેક્ટ રહે. આઈડી, બોર્ડિંગ પાસ અને સામાન કાઉન્ટર્સ પર પણ ગ્લાસ બેરિયર્સ લગાવવામાં આવ્યા હતા. બોર્ડિંગ અને ડી-બોર્ડિંગના સમયે પણ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવ્યું હતું. બે લાઈનમાં એકવારમાં માત્ર બે લોકો જ આગળ જઈ શકતા હતા. મેં વોશરૂમ યુઝ ન કર્યું. હું સાવચેત હતી ડરી ન હતી.

અંગ્રેજી મીડિયમમાં દેખાઈ હતી
રાધિકા છેલ્લે 13 માર્ચે રિલીઝ થયેલ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં તેણે ઈરફાનની દીકરીનો રોલ નિભાવ્યો હતો. તેની આગામી ફિલ્મ દિનેશ વિજનના પ્રોડક્શનમાં બનનાર ફિલ્મ શિદ્ધત છે. આ ફિલ્મમાં સની કૌશલ, ડાયના પેન્ટી અને મોહિત રૈના પણ સામેલ છે. ફિલ્મના ડિરેક્ટર કુણાલ દેશમુખ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Radhika Madan’s home quarantine ends, gets hug from mom after ‘14 din ke vanvaas’


from Divya Bhaskar https://ift.tt/3hiEbIY
https://ift.tt/2Yr6AUi

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...