Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/4_1591865620.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/4_1591865620.jpg. Show all posts

Thursday, June 11, 2020

મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં કોરોના પોઝિટિવ કેસ, બિલ્ડિંગ સીલ કરવામાં આવી

અરબાઝ ખાનની પૂર્વ પત્ની તથા એક્ટ્રેસ મલાઈકા અરોરા મુંબઈના બાંદ્રામાં ‘ટસ્કની અપાર્ટમેન્ટ’માં રહે છે. BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ આ બિલ્ડિંગ સીલ કરી છે. અહીંયા રહેતા એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ બિલ્ડિંગને 8 જૂનના રોજ સીલ કરવામાં આવી હતી.

બિલ્ડિંગની બહાર બેનર લગાવ્યું
BMCએ બિલ્ડિંગની બહાર બેનર લગાવ્યું છે, જેના પર કન્ટેન્મેન્ટ ઝોન લખેલું છે. આની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. મલાઈકા આ બિલ્ડિંગમાં દીકરા અરહાન તથા પાલતુ ડોગી સાથે રહે છે. મલાઈકા 14 દિવસ ક્વૉરન્ટીન રહેશે. આ પહેલાં વિકી કૌશલની બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી. અહીંયા એક યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

મલાઈકા બે દિવસથી યોગની તસવીરો શૅર કરે છે
મલાઈકા અરોરા છેલ્લાં બે દિવસથી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યોગ કરતી તસવીરો શૅર કરે છે. મલાઈકાએ સર્વાંગાસનની તસવીર શૅર કરી હતી. આ સાથે જ મલાઈકાએ કહ્યું હતું કે યોગ માટે આપેલા કલાકને તે ક્યારેય ભૂલતી નથી. આથી જ તે હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાહ જુએ છે. તે 14 દિવસ સુધી 14 યોગાસન શૅર કરશે. વધુમાં મલાઈકાએ કહ્યું હતું કે તે રોજ એક આસનની તસવીર શૅર કરશે. આ આસન તે નિયમિત રીતે કરે છે.

View this post on Instagram

Yoga for me is that one hour to myself that I never miss. So as we count down to #InternationalYogaDay I want to share something fun with you’ll - #14Days14Asanas Each day, I’ll be putting up one asana that I absolutely love and practice regularly and I’d love for you’ll to do the same asana, click a picture, tag me, @sarvayogastudios, @thedivayoga and #14Days14Asanas Today’s asana is ’Sarvangasana’ - Lie down with your back on the floor, and palms close to your body - Lift your legs and bring them close to your heart - Lift your lower body slowly and place your hands on your lower back, keeping your elbows close to the torso - Slowly lift your legs up, forming a straight line with your forearm - Breathe normally without any pressure on your neck - To come out of the pose, fold your knees, bring your legs close to the chest and slowly release your hands I’m super excited to see how beautifully you all do this asana, do not forget to tag me and #14Days14Asanas #internationalyogaday #sarvayoga #divayoga #mylifemyyoga #fitindiamovement #malaikasmoveoftheweek

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on Jun 10, 2020 at 12:14am PDT

બોલિવૂડમાં ઘણાં કલાકારોની બિલ્ડિંગમાં કોરોનાના કેસ આવ્યા છે
આ પહેલાં કોરોનાવાઈરસના કેસ સેલેબની બિલ્ડિંગ કે પછી તેમના ઘરમાં જોવા મળ્યાં હતાં. આ પહેલાં બોલિવૂડ એક્ટર કિરણ કુમાર, સિંગર કનિકા કપૂર, ફિલ્મ પ્રોડ્યૂસર કરીમ મોરાની, તેમની બંને દીકરીઓ ઝોયા તથા શાઝા, એક્ટર પૂરબ કોહલી, એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા, સત્યજીત દુબેની માતાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કરન જોહર, બોની કપૂર તથા ફરાહ અલી ખાનના ઘરમાં કામ કરતાં સ્ટાફનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ તમામ હવે ઠીક થઈ ગયા છે.

છેલ્લાં બે મહિનામાં ઈન્ડસ્ટ્રીના ઘણાં સેલેબ્સનું નિધન
કોરોનાવાઈરસને કારણે ફિલ્મ પ્રોડ્યૂસર અનિલ સૂરી તથા અમેરિકા સ્થિત ફિલ્મમેકર બોબી પિનનું નિધન થયું હતું. અનિલ સૂરીનું નિધન ચાર જૂનના રોજ 77 વર્ષની ઉંમરમાં થયું હતું તો બોબીનું નિધન 18 એપ્રિલ, 2020ના રોજ થયું હતું. આ ઉપરાંત છેલ્લાં બે મહિનામાં બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન, રિશી કપૂર, સંગીતકાર વાજિદ ખાન, ડિરેક્ટર બાસુ ચેટર્જી, ગીતકાર અનવર સાગરનું નિધન થયું હતું. જોકે, આ તમામનાનિધન કોરોનાને કારણે થયાનથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Malaika Arora’s Building Sealed by BMC After a Resident Tests Coronavirus-Positive


from Divya Bhaskar https://ift.tt/2AUPB51
https://ift.tt/3fbHLCM

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...