Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/6_1591872204.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/6_1591872204.jpg. Show all posts

Thursday, June 11, 2020

વરુણ ધવને ‘કુલી નંબર 1’નું નવું પોસ્ટર શૅર કર્યું, ડ્યૂટી દરમિયાન માસ્કમાં જોવા મળ્યો

વરુણ ધવન તથા સારા અલી ખાનની ફિલ્મ ‘કુલી નંબર 1’ પહેલી મેના રોજ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. હવે, વરુણ ધવને ફિલ્મનું નવું પોસ્ટર શૅર કર્યું હતું.

શું છે પોસ્ટરમાં?
પોસ્ટરમાં વરુણ ધવને માસ્ક પહેર્યું છે. વરુણ ધવન વ્હાઈટ ટોપી તથા કપાળ પર ચાંદલા સાથે જોવા મળે છે. તેણે આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું કે અમે તમને હસાવવા માટે જરૂરથી આવીશું. આ વચન છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 1995માં આવેલી ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’ની રિમેક છે. આ ફિલ્મમાં ગોવિંદા તથા કરિશ્મા કપૂર હતાં. વરુણ ધવન પિતા સાથે ત્રીજીવાર કામ કરી રહ્યો છે. આ પહેલાં વરુણે ‘મૈં તેરા હિરો’ તથા ‘જુડવા 2’માં કામ કર્યું હતું.

આ પહેલાં ફિલ્મને લઈ વાત કરતાં વરુણધ ધવને કહ્યું હતું કે જ્યારે તેણે પિતા પાસે સ્ક્રિપ્ટની માગણી કરી હતી તો તેના પિતાએ તેને એવો જવાબ આપ્યો હતો કે જ્યારે તેમણે સલમાન ખાન, ગોવિંદા, અનિલ કપૂરને સ્ક્રિપ્ટ્સ નથી આપી તો તે તેને કેમ બતાવે?

હાલમાં જ લૉકડાઉનને લઈ પોસ્ટ શૅર કરી હતી
મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો લૉકડાઉનમાં આપેલી છૂટછાટથી કેસમાં વધારો થશે તો તેઓ ફરીવાર લૉકડાઉન જાહેર કરી શકે છે. આ ટ્વીટને વરુણ ધવને ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરને કહ્યું હતું કે જો લોકો નથી સમજતા તો કોઈ રસ્તો બાકી રહેતો નથી.

પાંચ લાખ શ્રમિકોને મદદ કરી
વરુણ ધવને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાંચ લાખ શ્રમિકોને આર્થિક મદદ કરી હતી. અશોક પંડિતે ટ્વિટર પર વીડિયો શૅર કરીને વરુણ ધવનનો આભાર વ્યક્ત કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Varun Dhawan shares new poster of 'Coolie No. 1', seen in mask


from Divya Bhaskar https://ift.tt/37ln8RO
https://ift.tt/30xWioo

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...