લોકડાઉનમાં શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી સિરિયલની એક્ટ્રેસ કામ્યા પંજાબી તેના પતિ અને બાળકો સાથે દિલ્હીમાં હતી. હવે જ્યારે ગાઇડલાઇન સાથે શૂટિંગ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે તો કામ્યા મુંબઈ પરત ફરી છે. કામ્યાના પતિ શલભ દિલ્હીમાં હેલ્થ કેર ડિપાર્ટમેન્ટમાં છે માટે બંને સાથે આવી ન શક્યા. દૂર હોવા છતાં બંને વીડિયો કોલિંગ પર સાથે વર્કઆઉટ કરે છે.
કામ્યાએ પતિ સાથેના વીડિયો કોલ વર્કઆઉટના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તેણે લખ્યું કે, પ્રેમ તમારી પાસે એ બધું કરાવડાવે છે જે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય કે તમે કરશો. વીડિયો કોલિંગ પર વર્કઆઉટ સારી રીતે થયું.
View this post on InstagramLove makes you do things you never thought you would do ❤️ #day1 Videocall workout done well 💪🏽
A post shared by Kamya Shalabh Dang (@panjabikamya) on Jun 10, 2020 at 9:45am PDT
PPE કિટ પહેરીને દીકરી સાથે મુંબઈ પહોંચી
મહારાષ્ટ્ર સરકારે શૂટિંગની પરમિશન આપી ત્યારબાદ જ કામ્યા તેની દીકરી આરા સાથે મુંબઈ આવી ગઈ હતી. ફ્લાઈટમાં મુસાફરી દરમ્યાન તેમણે PPE કિટ પહેરી હતી. ફોટોઝ શેર કરીને તેણે લખ્યું હતું કે, કામ બોલાવી રહ્યું છે.
View this post on InstagramA post shared by Kamya Shalabh Dang (@panjabikamya) on Jun 8, 2020 at 10:57pm PDT
પહેલીવાર આટલા દિવસ ઘરમાં બેઠી
દિવ્ય ભાસ્કર સાથેના એક ઇન્ટરવ્યૂમાં કામ્યાએ કહ્યું કે, મને ઘરમાં રહેવાની જરાપણ આદત નથી. લગભગ 20 વર્ષથી કામ કરી રહી છું અને મને યાદ નથી કે ક્યારે હું આટલા બધા દિવસ ઘરમાં રહી હોઈશ. થોડા દિવસ પહેલાં જ હું સાસરે દિલ્હી ગઈ હતી. વિચાર્યું હતું કે એક અઠવાડિયું પતિ અને સાસરાના લોકો સાથે સમય પસાર કરીશ અને પછી મુંબઈ પરત ફરીશ. હવે બે મહિના થઇ ગયા, આ સારું પણ છે કે મને પરિવાર સાથે સમય પસાર કરવા મળ્યો.
View this post on InstagramA post shared by Kamya Shalabh Dang (@panjabikamya) on Jun 2, 2020 at 10:19pm PDT
પતિ સાથે સમય વિતાવી ન શકી
કામ્યાના પતિ શલભ હેલ્થ કેર ડિપાર્ટમેન્ટમાં છે જેને કારણે તેનું કામ ડબલ થઇ ગયું છે. તે આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે. એક જ ઘરમાં રહેવા છતાં વધુ સમય સાથે પસાર કરી શકતા ન હતા. તેમના દિલ્હીના ઘરનો એક રૂમ હવે ઓફિસ બની ગઈ છે. શલભ ખાલી જમવા માટે બહાર આવે છે. લોકડાઉનમાં કામ્યા તેની સાથે વધુ સમય પસાર ન કરી શકી તેનું તેને દુઃખ પણ છે અને પતિ પર ગર્વ પણ છે. શલભ ફોર્ટિસ હેલ્થ કેરના ગ્લોબલ સેલ્સ હેડ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hoSOdV
https://ift.tt/2Ytim0w