Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/phpthumbgeneratedthumbnail_1591868269.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/11/phpthumbgeneratedthumbnail_1591868269.jpg. Show all posts

Thursday, June 11, 2020

દીપિકા પાદુકોણને ફેરનેસ ક્રીમની એડ કરવાનો અફસોસ છે, કરિયરની શરૂઆતમાં ભૂલો થઇ હતી

અમેરિકામાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ ઘણા ઇન્ડિયન સેલેબ્સ બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન કરી રહ્યા છે. આવામાં અમુક એવા સેલેબ્સના નામ પણ સામે આવ્યા છે જે બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન તો કરે છે પણ ઘણીવાર ફેરનેસ ક્રીમની એડમાં દેખાયા છે. દીપિકા પાદુકોણે પણ તેના કરિયરના શરૂઆતના દિવસોમાં આ પ્રકારની એડ કરી છે પણ અફસોસ થયા બાદ તેણે બધા પ્રોજેક્ટ્સ છોડી દીધા હતા.

દીપિકા ઘણા વર્ષોથી દેશની ઘણી મોટી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહી છે અને હવે તેની પાસે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું એક લાબું લિસ્ટ છે. પણ જ્યારે કરિયરની શરૂઆતમાં તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પસંદ કરવાનો અધિકાર મળ્યો ત્યારે તેનાથી અમુક ભૂલો થઇ જેના માટે તેણે અફસોસ પણ જતાવ્યો છે.

ઉદ્યોગ સાથે જોડાયેલ એક સૂત્રનું કહેવું છે કે, દીપિકાએ માત્ર એની ભૂલો સ્વીકારી એટલું જ નહીં તેના પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે. ત્યારબાદથી એક્ટ્રેસે તેના પ્રોજેક્ટ લિસ્ટમાંથી ઘણી મોટી બ્રાન્ડ્સ હટાવી દીધી. તેમાં એક ફેરનેસ ક્રીમ હતી અને બીજી કોલા કંપની હતી.

એક્ટ્રેસ માટે પહેલાં ફેરનેસ ક્રીમની એડ કરવી સામાન્ય વાત હતી પણ અમુક વર્ષ પહેલાં સમાજમાં સ્કિન કલરના ભેદભાવ વિરુદ્ધ લોકોએ અવાજ ઉઠાવ્યો અને આ બદલાવ આવ્યો. દીપિકાને જ્યારે ઉત્પાદન સાથે જોડાયેલ સ્વાસ્થ્ય ચિંતાઓનું જ્ઞાન થયું તો તેણે ફેમસ કોલા બ્રાન્ડથી અલગ થવાનો નિર્ણય લીધો. કોલા બાદ શુગરી ડ્રિન્ક બીજી બ્રાન્ડ હતી જેને દીપિકાએ તેના પ્રોજેક્ટ લિસ્ટમાંથી કાઢી નાખી હતી.

દીપિકા તેના કરિયર દરમ્યાન આ બંને બ્રાન્ડ્સ સાથે જોડાઈ હતી પરંતુ અમુક વર્ષ પહેલાં જ તેણે આ બ્રાન્ડ્સને અલવિદા કહી દીધું. હાલ દીપિકા કોઈ ફેરનેસ બ્રાન્ડ કે એડ સાથે જોડાયેલ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Deepika Padukone regretting adverstising fairness cream, mistakes were made early in her career


from Divya Bhaskar https://ift.tt/2Uznq2q
https://ift.tt/37n4V6g

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...