Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/12-6-6_1591977783.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/12-6-6_1591977783.jpg. Show all posts

Friday, June 12, 2020

ગુલાબો સિતાબો ફિલ્મની ખટર પટરથી લઈને ઉથલ પુથલ વાતો, ફર્સ્ટ લુક,સ્ક્રિપ્ટ ચોરી, પ્રમોશનથી લઈને રિલીઝ સુધીના કિસ્સાઓ

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ગુલાબો સિતાબો પહેલી એવી હિન્દી ફિલ્મ બની ગઈ છે જે થિયેટર રિલીઝ હતી પરંતુ મહામારીને કારણે OTT (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. 12 જૂને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘એમેઝોન પ્રાઈમ વીડિયો’ પર આ ફિલ્મ રિલીઝ થઇ છે. ડિરેક્ટર શૂજિત સરકારની આ ફિલ્મમાં આયુષ્માન અને અમિતાભ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. મકાન માલિક મિર્ઝા અને ભાડુઆત બાંકેની આ સ્ટોરી 15 ભાષાના સબટાઈટલ્સ સાથે 200થી વધુ દેશમાં સ્ટ્રીમ થઇ છે. આ ફિલ્મ સાથે જોડાયેલ અમુક રસપ્રદ વાતો...

‘ગ’ સે ગુલાબો ‘સ’ સે સ્ટાર્ટિંગ
ગુલાબો સિતાબો ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકાર છે અને ફિલ્મને જુહી ચતુર્વેદીએ લખી છે. રોની લહરી અને શીલ કુમાર ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં 2019માં જૂન મહિનામાં શરૂ થયું હતું. ફિલ્મનો અમિતાભ બચ્ચનનો ગુલાબો તરીકેનો ફર્સ્ટ લુક 21 જૂન 2019ના રોજ રિલીઝ થયો હતો જ્યારે આયુષ્માનનો બાંકે તરીકેનો ફર્સ્ટ લુક ઓક્ટોબરમાં રિલીઝ થયો હતો.

અગાઉ ફિલ્મ નવેમ્બર 2019માં રિલીઝ થવાની હતી પરંતુ પછી 28 ફેબ્રુઆરી, 2020માં રિલીઝ ધકેલાઈ. ત્યારબાદ ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉનને કારણે આ શક્ય ન બન્યું.

લુક - ક્યા સે ક્યા હો ગયે દેખતે દેખતે
3 કલાક પ્રોસ્થેટિક મેકઅપ
ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક જૂનવાણી હવેલીના લગભગ એટલા જ ઘરડા માલિકના રોલમાં છે. ફિલ્મના તેમના ગેટઅપને લઈને બિગ બીએ તેમના બ્લોગ પર લખ્યું હતું કે, લખનઉમાં ગરમીનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી જતો, આવામાં શૂટિંગ કરવું ઘણું અઘરું હતું. તાપને કારણે શૂટિંગ સવારે અને સાંજે કરવામાં આવતું હતું. સવારે 6:30 વાગ્યે શૂટિંગ શરૂ થાય તેની ત્રણ કલાક પહેલાં હું 3:30 વાગ્યે મેકઅપ વેનમાં પહોંચી જતો. આ દુઃસ્વપ્ન હું રોજેરોજ જીવતો. ગરમીને કારણે મેકઅપ ઓગળી ન જાય તે માટે કૂલિંગ સિસ્ટમ હતી તેમ છતાં ગરમી પોતાનો પરચો બતાવ્યા વિના રહે ખરી?

ડ્રેસનો કમાલ
ફિલ્મમાં બિગ બીનાં કપડાં છે તેમાં બટન પાછળની તરફ રખાયાં હતાં યાને કે તે પાછળથી ખૂલતાં હતાં. ડિરેક્ટરે જાણી જોઈને આ રીતે કર્યું હતું કારણકે ગરમીમાં શૂટિંગ દરમ્યાન જો તેમને પરસેવો વળે તો તેમણે વારંવાર કપડાં બદલવા પડે. જો આવામાં ડ્રેસમાં બટન આગળની બાજુ હોય તો પ્રોસ્થેટિક મેકઅપ અને હેર મેકઅપને કારણે કપડાં બદલવામાં તકલીફ પડી શકે પરંતુ પાછળ બટન હોવાથી તે સરળ બની જતું હતું.

નો પેઈન નો ગેઇન
અમિતાભ બચ્ચનના પાત્રને ફિલ્મમાં કમરથી નમીને ચાલવાનું હતું. બિગ બીએ તેમના બ્લોગમાં લખ્યું હતું કે, આના કારણે મારી પીઠમાં દુખાવો થતો હતો, હું બેસી શકતો ન હતો અને ન તો હું સૂઈ શકતો હતો. પેઈન કિલર્સ લેવાની મનાઈ હતી અને માત્ર સ્પ્રે હતો. જેની કોઈ અસર થતી ન હતી. તેમણે આગળ લખ્યું હતું કે, જો તમે એક્ટર બનવા ઈચ્છતા હો તો બનો, ફરિયાદ ન કરો.

મિર્ઝાના હમશકલ
હાલમાં એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે જે જૂની દિલ્હીમાં રહેતા એક વૃદ્ધનો છે જેનો લુક અમિતાભના ફિલ્મના કેરેક્ટર સાથે મળતો આવે છે. દિલ્હીના આ વૃદ્ધ રહેવાસીનો ફોટો મયંક ઓસ્ટિન સૂફી નામના દિલ્હીના ફોટોગ્રાફરે બહુ સમય પહેલાં ક્લિક કર્યો હતો. તેણે પોતાના ઇન્સ્ટા પેજ ‘ધ દિલ્હી વાલા’ પર 23 મેના અમિતાભના ફિલ્મનો લુક અને દિલ્હીના તે વૃદ્ધનો ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું હતું કે, ઓહ ગજબ, અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ગુલાબો સિતાબોનો પહેલો લુક જૂની દિલ્હીના એક વ્યક્તિની રેપ્લિકા છે જેનો ફોટો મેં ગયા વર્ષે જાન્યુઆરીમાં મારા ઇન્સ્ટા પર પોસ્ટ કર્યો હતો. કેરળના મિત્ર થોમસે આ બાબતે મારું ધ્યાન દોર્યું.

જોકે, શૂજિત સરકારના જણાવ્યા મુજબ મિર્ઝાના લુકની પ્રેરણા તેમને એક રશિયન પોર્ટ્રેટથી મળી હતી. ઓલ્ગા લેરિઓનોવા નામના આર્ટિસ્ટના પ્રોટ્રેટ પરથી મિર્ઝાના લુકની પ્રેરણા મળી હતી.

અરે દીવાનો, મુજે પહેચાનો... મેં હૂં કૌન?
ફિલ્મનું શૂટિંગ લખનઉના હઝરતગંજ અને તેની આસપાસની ગલીઓમાં થયું હતું. અમિતાભના કેરેક્ટર મિર્ઝાના ગેટઅપને કારણે ત્યાં લોકો શૂટિંગ દરમ્યાન તેમને ઓળખી જ ન શક્યા. સૂત્રોના જણાવ્યા મુજબ શૂટ દરમ્યાન તેઓ લખનવી ટોનમાં જ વાત કરતા હતા. રસપ્રદ વાત એ છે કે તે ગેટઅપમાં લખનઉના સ્થાનિક લોકો પણ ઓળખી ન શકતા હતા કે તે અમિતાભ બચ્ચન છે.

આ વાત સાથે ડિરેક્ટ શૂજિત સરકારે સહમતી દર્શાવી જણાવ્યું હતું કે, અમે ઇચ્છતા હતા કે દરેક સીન એકદમ પ્રામાણિક અને અલગ લાગે. એટલા માટે અમે લખનઉના હજરતગંજ ચોક અને તેની આસપાસની નાની ગલીઓમાં શૂટિંગ કરતા હતા. આ લોકેશન પર શૂટિંગ કરવું એક ચેલેન્જ હતી કારણકે ભીડ જમા થવાનો ડર રહેતો હતો. આવામાં અમે લોકો ઘણી તૈયારી સાથે શૂટ કરતા હતા. દરેક સીનને અંદાજે અડધા- એક કલાકની અંદર જ શૂટ કરી લેતા હતા. ત્યાં સુધીમાં ઘણા ઓછા લોકોને ખબર પડતી કે અહીંયા શું થઇ રહ્યું છે.

સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ
રાઈટર જૂહી ચતુર્વેદી પર સ્વર્ગીય રાઈટર રાજીવ અગ્રવાલના દીકરા અકીરાએ પોતાની વાર્તા ચોરી કરવાનો આક્ષેપ મૂક્યો હતો. અકીરાનો આક્ષેપ હતો કે જૂહીએ ‘ગુલાબો સિતાબો’ની ઉઠાંતરી કરી છે. જોકે, રાઈઝિંગ સન ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.

અકીરાના વકીલ રિઝવાન સિદ્દીકીએ દાવો કર્યો હતો કે રાજીવે સિનેસ્તાન ઈન્ડિયાઝ સ્ટોરીટેલર સ્ક્રિપ્ટ સ્પર્ધામાં પોતાની સ્ટોરી સબમિટ કરાવી હતી. આ સ્પર્ધામાં જૂહી ચતુર્વેદી જુરી મેમ્બર હતી. આ સ્ટોરી માર્ચ, 2018માં સબમિટ કરવામાં આવી હતી. તે જ વર્ષે 28 જૂને ફાઈનલ સ્ક્રિપ્ટ પણ સ્પર્ધામાં સબમિટ કરાવી હતી. તમામ જુરી મેમ્બર્સ સ્ક્રિપ્ટ્સનો ઉપયોગ કરી શકે તેમ હતા.

વકીલના મતે, અકીરાએ જ્યારે ‘ગુલાબો સિતાબો’નું ટ્રેલર જોયું ત્યારે તેને ખ્યાલ આવ્યો કે આ ફિલ્મ તેના પિતાની સ્ટોરી સાથે એકદમ મળતી આવે છે. ફિલ્મની સ્ટોરી, બેકગ્રાઉન્ડ તથા ફિલ્મની થીમ એકદમ સમાન છે.

શનિવાર (6 જૂન)ના રોજ રાઈઝિંગ સન ફિલ્મ્સે કહ્યું હતું કે ‘ગુલાબો સિતાબો’ માટેનો કોન્સેપ્ટ જૂહીએ સ્પર્ધા પહેલાં રજિસ્ટર કરાવ્યો હતો. જૂહીને ક્યારેય તે સ્ક્રિપ્ટ મળી નહોતી. સ્ક્રિપ્ટ રાઈટિંગ સ્પર્ધકોના આયોજકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.’

પ્રમોશન ફન
ફિલ્મના પ્રમોશન માટે આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચને ટંગ ટ્વિસ્ટર ચેલેન્જ સ્ટાર્ટ કરી હતી. તેમાં ગુલાબો કી ખટર પટર સે તીતર બીતર સિતાબો, સિતાબો કી અગર મગર સે ઉથલ પુથલ ગુલાબો પાંચ વખત બોલવાનું હતું. આ ચેલેન્જ માટે તેઓ સેલેબ્સને નોમિનેટ કરતા હતા અને તેઓ અન્ય સેલેબ્સને નોમિનેટ કરતા હતા. આ ચેલેન્જને નેહા ધૂપિયા, વિદ્યા બાલન, સાન્યા મલ્હોત્રા, રાધિકા મદાન, ફાતિમા સના શેખ, વિકી કૌશલ, સની કૌશલ, ઈશાન ખટ્ટર, ભૂમિ પેડનેકર, તાપસી પન્નુ, નુશરત ભરૂચા, કરણ જોહર સહિત ઘણા સેલેબ્સે સ્વીકારી વીડિયો શેર કર્યા હતા.

વર્કિંગ ટુગેધર અગેઇન
અમિતાભ બચ્ચન, ડિરેક્ટર શૂજિત સરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદીએ પીકુ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જ્યારે વિકી કૌશલે ડિરેક્ટર શૂજિત સરકાર અને રાઇટર જૂહી ચતુર્વેદી સાથે વિકી ડોનર ફિલ્મમાં કામ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Interesting stories of film Gulabo Sitabo, Information of First look, Script copy allegation, Promotion to release


from Divya Bhaskar https://ift.tt/3hmxUfq
https://ift.tt/2Al1lhi

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...