Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/5_1591958128.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/5_1591958128.jpg. Show all posts

Friday, June 12, 2020

શ્વેતા તિવારીના બીજા લગ્ન તૂટ્યાં નથી, પતિએ કહ્યું- અમે અલગ નથી થયા, સાથે રહીએ છીએ

શ્વેતા તિવારી તથા અભિનવ કોહલીના લગ્નજીવનમાં ગયા વર્ષે વિખવાદ થયો હોય તેવાન્યૂઝ હતા. શ્વેતાએ પતિ પર દીકરી પલક વિરુદ્ધ અપમાનજક વર્તન કર્યું હોવાનું તથા ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂકીને પોલીસ ફરિયાદ પણ કરી હતી.

આ ઉપરાંત શ્વેતાએ અનેક મીડિયા ઈન્ટરવ્યૂમાં અભિનવ સાથે સંબંધો ખરાબ થયા હોવાની વાત કહી હતી. જોકે, હવે લાગે છે કે તેમની વચ્ચે બધું જ ઠીક થઈ ગયું છે. અભિનવે હાલમાં જ ટેલિ ચક્કર નામની વેબસાઈટ પર શ્વેતા સાથે સંબંધો સુધર્યાં હોવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે તેઓ અલગ થયા નથી અને સાથે જ રહે છે.

અભિનવે શ્વેતાનો વીડિયો શૅર કર્યો હતો
અભિનવે હાલમાં જ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પર શ્વેતાનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શ્વેતા ફહવાન ખાન નામના ચાહક સાથે જોવા મળી હતી. આ સાથેજ અભિનવે શ્વેતા તથા ફહવાનની એક સેલ્ફી પણ શૅર કરી હતી. શ્વેતાની તસવીર તથા વીડિયો શૅર કરવા પર સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો હતો.

View this post on Instagram

Fahwaan Khan @shweta.tiwari

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on Jun 9, 2020 at 3:47am PDT

ચાહકોને એમ લાગ્યું કે અલગ થયા બાદ શ્વેતાને ખુશ જોઈને અભિનવને ઈર્ષ્યા થઈ રહી છે. અભિનવે ઈન્ટરવ્યૂમાં આ વીડિયો અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે બસ એટલું જ કહેશે કે થોડી ધીરજ રાખો. ભવિષ્યમાં આવા વધુ વીડિયો તથા પોસ્ટ જોવા મળશે. ત્યારબાદ તમને સાચી પરિસ્થિતિની જાણ થઈ જશે.

અભિનવે આગળ કહ્યું હતું કે રસપ્રદ વાત તો એ છે કે ઈન્સ્ટામાં તેની પોસ્ટ પર એવા લોકો કમેન્ટ કરી રહ્યાં છે, જેના કોઈ ફોલોઅર્સ જ નથી. આનાથી એ વાત સ્પષ્ટ છે કે લોકો માત્ર નફરત ફેલાવવા માટે જ અકાઉન્ટ બનાવે છે. આ બધી વાતોથી તેને કોઈ ફરક પડતો નથી. વીડિયોને લઈ તે વધુ વાત કરશેનહીં પરંતુ તે અન્ય કેટલીક પોસ્ટ શૅર કરશે, જેથી બધાને બધી જ ખબર પડી જશે. ફહવાન તથા શ્વેતાની મુલાકાત આકસ્મિક નહોતી. તેઓ તેના ઘરે જ અગાઉથી ટાઈમ નક્કી કરીને મળ્યાં હતાં.

શ્વેતાના પહેલાં લગ્ન તૂટી ગયા હતાં
શ્વેતાએ 1999માં સાઉથ ઈન્ડસ્ટ્રીના એક્ટર તથા પ્રોડ્યૂસર રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2000માં બંને દીકરી પલકના પેરેન્ટ્સ બન્યા હતાં. જોકે, નવ વર્ષ બાદ રાજાના વર્તનથી કંટાળેલી શ્વેતાએ 2007માં ડિવોર્સ માટે કેસ કર્યો હતો અને અલગ રહેવા લાગી હતી. સાડા પાંચ વર્ષ બાદ એટલે કે 2012માં બંનેના ડિવોર્સ થયા હતાં. દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી છે.

અભિનવ શ્વેતાનો બીજો પતિ
શ્વેતાએ વર્ષ 2013માં એક્ટર અભિનવ કોહલી સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને દીકરો રેયાંશ છે. શ્વેતાએ ‘કસૌટી જિંદગી કી’, ‘નાગિન’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘પરવરિશ’, ‘બાલવીર’ તથા ‘બેગુસરાય’ જેવી સિરિયલમાં કામ કર્યું છે. ‘બિગ બોસ 4’ની તે વિનર પણ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shweta Tiwari's second marriage is not broken, husband says- we are not separated, we live together


from Divya Bhaskar https://ift.tt/2XSPlwj
https://ift.tt/2MR4J63

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...