Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/6_1591963015.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/6_1591963015.jpg. Show all posts

Friday, June 12, 2020

મિલિંદ સોમણ હવે ‘દાઢીધારી ખેડૂત’ બન્યો, ઘરમાં ગ્રીનહાઉસ બનાવ્યું

મિલિંદ સોમણ વિવિધ રીતે ચાહકોને પ્રેરણા આપતો હોય છે. વર્કઆઉટ વીડિયો શૅર કર્યાં બાદ હવે મિલિંદે પોતાના ઘરમાં શાકભાજી ઊગાડી તેનો વીડિયો શૅર કર્યો હતો.

મિલિંદે ઈન્સ્ટામાં પોસ્ટ શૅર કરી
મિલિંદ સોમણે ઈન્સ્ટાગ્રામાં પોતાના ઘરમાં ઊગાડેલા શાકભાજીની તસવીર તથા વીડિયો શૅર કર્યો હતો. આ પોસ્ટ સાથે મિલિંદે કહ્યું હતું, ‘અંકિતા જેવું ઈચ્છતી હતી તેવો દાઢીધારી ખેડૂત. પોતાના શાકભાજી ઊગાડીને ઘણો જ આનંદ મળે છે. નાનકડું ગ્રીન હાઉસ અથવા ‘શાકભાજીનું ઘર.’ લૉકડાઉન પહેલાં આ કામ શરૂ કર્યું હતું. હવે બસ ગ્રીન, ગ્રીન અને ગ્રીન છે. હા થોડું પર્પલ, રેડ તથા યલો પણ છે.’

મિલિંદ સોમણે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટો તથા એક વીડિયો શૅર કર્યો હતો. મિલિંદે પોતાના ઘરના ધાબે અથવા અગાસીમાં શાકભાજી ઊગાડ્યાં હતાં. મિલિંદે કાકડી, રીંગણ, દૂધી તથા અન્ય શાકભાજી ઊગાડ્યાં હતાં. મિલિંદની આ પોસ્ટ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી અને તેમને કમેન્ટ્સ કરી હતી.

હાલમાં જ મિલિંદની ચીનની પોસ્ટ વાઈરલ થઈ હતી

મિલિંદ ફિટનેસ માટે જાણીતો
મિલિંદ પોતાની ફિટનેસ માટે જાણીતો છે. મિલિંદ સાયકલિંગ, સ્વમિંગ તથા રનિંગ કરીને ફિટ રહે છે. વર્ષ 2006માં મિલિંદે ફ્રેન્ચ એક્ટ્રેસ મેલેન સાથે લગ્ન કર્યાં હતાં. વર્ષ 2009માં ડિવોર્સ થયા પછી મિલિંદે લાંબા સમય સુધી એક્ટ્રેસ શહાણા ગોસ્વામીને ડેટ કરી હતી. નેવુંના દાયકાના મ્યૂઝિક વીડિયો ‘મેડ ઈન ઈન્ડિયા’ને કારણે મિલિંદ જાણીતો બન્યો હતો. એ પહેલાં ‘કામસૂત્ર’ની ઍડમાં મૉડલ મધુ સપ્રે સાથે ન્યૂડ ફોટો પડાવવા બદલ એ રાતોરાત ચર્ચામાં આવ્યો હતો. મિલિંદે '16 ડિસેમ્બર', 'જોડી બ્રેકર્સ', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મમાં પણકામ કર્યુ છે. 54 વર્ષીય મિલિંદે વર્ષ 2018માં પોતાનાથી 25 વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યાં હતાં. અંકિતા ગુવાહાટીની છે અને તે એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Milind Soman now became a ‘bearded farmer’, building a greenhouse at home


from Divya Bhaskar https://ift.tt/2XXJDJH
https://ift.tt/3cVxEjZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...