Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/7_1591967376.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/7_1591967376.jpg. Show all posts

Friday, June 12, 2020

કાશ્મીરી સરપંચની હત્યા પર થરુરે કરેલી ટ્વીટ પર અનુપમ ખેર ભડક્યાં, કહ્યું- તમારી વિચારધારાને શું થયું છે?

વરિષ્ઠ એક્ટર અનુપમ ખેરે કોંગ્રેસી નેતા તથા સાંસદ શશિ થરુરે કરેલી ટ્વીટ પર તેમના દૃષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યો છે. આ ટ્વીટમાં થરૂરે કાશ્મીરી પંડિત સરપંચની હત્યાને લઈને વાત કરી હતી.

અનુપમે થરૂરની ટ્વીટ પર નારાજગી પ્રગટ કરી
થરુરની ટ્વીટ પર નારાજગી પ્રગટ કરતાં અનુપમે કહ્યું હતું ‘ઓ પ્રિય શશિ થરુર, તમે આટલાં ભણેલાં-ગણેલાં વ્યક્તિ છો. તમારી વિચારધારાને શું થઈ ગયું છે? આ રીતે જ્યારે કોઈ આતંકવાદી કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોઈને પણ મારે છે તો તે એક ભારતીયને મારે છે, નહીં કે કોઈ પોલિટિકલ પાર્ટીના સભ્યને. કેટલી તોડી-મરોડીને આ વાત કરવામાં આવે છે. સંગતની ખરાબ અસર.’

થરુરે કહ્યું હતું, આખા દેશમાં કોંગ્રેસીઓની હત્યા થઈ રહી છે
શશિ થરુરે કહ્યું હતું, ‘ધર્મનિરપેક્ષતા તથા લોકતંત્ર માટે ઊભા થતાં કાશ્મીરથી કેરળ સુધીના કોંગ્રેસીઓની હત્યા કરવામાં આવી રહી છે. સંદેશ સ્પષ્ટ છે. આઈડિયા ઓફ ઈન્ડિયાના તમામ દુશ્મન ‘કોંગ્રેસ મુક્ત ભારત’ ઈચ્છે છે.’

આઠ જૂનના રોજ સરપંચની હત્યા થઈ હતી
આઠ જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ પ્રદેશના એકમાત્ર કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતાની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના મતે, સાંજે છ વાગે આ ઘટના બની હતી. આંતકીઓએ જિલ્લાના લારકીપુરાના લકબાવન વિસ્તારના કોંગ્રેસ સરપંચ અજય પંડિતાની પાછળથી માથામાં ગોળી મારીને હત્યા કરી હતી.

અનુપમે આક્રોશ વ્યક્ત કર્યો હતો
આ ઘટના બાદ અનુપમે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘અનંતનાગમાં એકમાત્ર કાશ્મીરી પંડિત સરપંચ અજય પંડિતાની નિર્મમ હત્યાથી ઘણો જ દુઃખી તથા ગુસ્સામાં છું. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. આ અંગે કેટલાંક લોકો મૌન છે નહીંતર તેઓ આંસુઓ પાડતા હોત.’ વીડિયોમાં અનુપમ ખેરે કહ્યું હતું કે કાશ્મીરમાં ફરી નેવુંના દાયકાને રિપીટ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પર બુદ્ધિજીવીઓનું મૌન હેરાન કરનારું છે. આ જ લોકો કાશ્મીરમાં આંતકીના મોત પર બૂમો પાડતા અને કહેતા કે આ અન્યાય થઈ રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shashi Tharoor says Congressmen are being killed, Anupam Kher was outraged


from Divya Bhaskar https://ift.tt/2YrM0n4
https://ift.tt/2B0X1DO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...