Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/child-labour1591883703_1591937316.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/12/child-labour1591883703_1591937316.jpg. Show all posts

Friday, June 12, 2020

શરદ મલ્હોત્રા, અર્જુન બિજલાનીથી લઈને જેસ્મીન ભસીન સુધીના સેલેબ્સે બાળમજૂરી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો

વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઈલ્ડ લેબર દર વર્ષે 12 જૂનના મનાવવામાં આવે છે જેની શરૂઆત 2002માં થઇ હતી. આ દુનિયાભરમાં બાળમજૂરોની મુશ્કેલીઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. યુનિસેફ દ્વારા 2017માં જાહેર કરેલ નંબર મુજબ, ભારતમાં ઓછામાં ઓછા 12% બાળકો કોઈને કોઈ રીતે બાળમજૂરીમાં લાગ્યા છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીતમાં ઘણા ટીવી સેલેબ્સે બાળમજૂરી વિરુદ્ધ તેમના વિચાર રજૂ કરીને તેને અટકાવવાની અપીલ કરી છે.

સરકારે કડક નિયમો બનાવવા પડશે: અનિરુદ્ધ દવે
હું બાળમજૂરીની એકદમ વિરુદ્ધ છું અને એક એવો શો કરવા ઈચ્છું છું કે જ્યાં આ પ્રકારનો મુદ્દો ઉઠાવવામાં આવે. હું નાટક સાથે જોડાયેલ છું એટલે હું આ પ્રકારના મુદ્દાને લઈને ઘણો સહજ છું. જ્યારે પણ આપણે કોઈ જગ્યા પર જઈએ છીએ એ પછી ઢાબા હોય કે ચાની ટપરી, આપણે કોઈ છોટુને ચા, કોફી, સ્નેક્સ અથવા નાની હોટલમાં જમવાનું પીરસતા જોઈએ છીએ. ક્યારેક ક્યારેક તમને લાગતું હશે કે આટલી નાની ઉંમરમાં તેઓ મોટા થવા માટે મજબૂર છે અને તમને લાગે છે કે એનું શોષણ કરવામાં આવ્યું છે. સમાધાન એ છે કે સરકાર કડક નિયમો બનાવે. જે લોકો તેમને કામ પર રાખી રહ્યા છે તેમને રોકવા જોઈએ. જો આપણે આવા બાળકોને જોઈએ તો આપણે અવાજ ઉઠાવવો જોઈએ. મને લાગે છે કે, આપણે હાઉસહોલ્ડ હેલ્પ માટે બાળકોને કામ પર ન રાખવા જોઈએ.

ગરીબી હટાવવી એ જ બાળમજૂરી રોકવાનો વિકલ્પ: શરદ મલ્હોત્રા
આના પાછળ સૌથી મોટું કારણ ગરીબી છે અને સૌથી પહેલા તેના માટે કંઈક કરવાની જરૂર છે. મારા મત મુજબ, ગરીબીને હટાવવી એ જ બાળમજૂરી રોકવાનો વિકલ્પ છે કારણકે લોકો તેમના બાળકોને ભણાવવાની બદલે તેમના પર મદદનો આશરો રાખે છે. સર્વાઇવલ એકમાત્ર વસ્તુ છે જે બાળમજૂરી તરફ લઇ જાય છે. માટે જ્યાં સુધી આપણે લોકો ગરીબીમાંથી બહાર નહીં આવીએ ત્યાં સુધી કોઈ સમાધાન નથી. આને લઈને કડક નિયમો હોવા જોઈએ.

ભીખ આપવાથી તેમને પ્રોત્સાહન મળે છે: વિવિયન ડીસેના
આપણે જોઈએ છીએ કે બાળકો રોડ પર ભીખ માગે છે અને ઘણા લોકો તેમને પૈસા આપીને આગળ વધી જાય છે જે ન થવું જોઈએ. કારણકે તેમના માતાપિતા તેમને ભીખ માગવા માટે મોકલે છે અને આપણે પૈસા આપીને તેમને પ્રોત્સાહિત કરીએ છીએ. નિરક્ષર લોકો માટે આ વાત પર જાગૃતતા અભિયાન ચલાવવું જોઈએ કે બાળમજૂરીને રોકવામાં આવે કારણકે તેઓ તેમના બાળકો પાસે કામ કરાવી રહ્યા છે જે ખોટું છે.

બાળકોને રોજગાર ન આપવો જોઈએ: જેસ્મીન ભસીન
બાળમજૂરી પર પ્રતિબંધ લગાવવા માટે એક સમુદાય તરીકે આપણે તેને રોકવા માટે મળીને કામ કરવું જોઈએ. મને લાગે છે કે બાળકોને રોજગાર ન આપવો જોઈએ, ભલે ને આ સૌથી નાની વસ્તુ માટે સંભવ હોય અને બીજી વાત મને લાગે છે કે છોટુ કન્સેપ્ટને હટાવી દેવો જોઈએ. તમે જાણો છો કે જ્યારે તમે એક નાના ઢાબામાં જાઓ છો ત્યારે હંમેશાં તમને એક છોટુ નામનો છોકરો મળશે જે આમ-તેમ ભાગતો રહે છે. જો આપણે આવું કરીએ તો આ લડાઈમાં જીતી શકશું.

છોટુનો કન્સેપ્ટ પૂરો થવો જોઈએ: અર્જુન બિજલાની
તમે ખબર છે કે લોકો આજેપણ કેમ એવું વિચારે છે કે દીકરા સૌથી સારા છે? કારણકે તે બહાર જઈ શકે છે અને તેમના માટે કામ કરી શકે છે. પોતાના દીકરાને બહાર મોકલવા સરળ છે, છે ને? માટે જે દિવસે તે દુનિયામાં આવે છે, પરિવારના કમાણી કરનાર લોકોમાં સામેલ થઇ જાય છે. એકવાર જ્યારે આપણે આ માનસિકતા બદલવામાં સક્ષમ થઇ જાય, તો મને લાગે છે કે આપણે બાળમજૂરી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી શકશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
From Sharad Malhotra, Arjun Bijlani to Jasmine Bhasin, celebs raise voice against child labor on world day against child labour


from Divya Bhaskar https://ift.tt/2AVPk1z
https://ift.tt/3dVP01u

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...