Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/13/oscar1592033566_1592048432.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/13/oscar1592033566_1592048432.jpg. Show all posts

Saturday, June 13, 2020

હોલિવૂડની મોશન પિક્ચર એકેડમી ઓસ્કર નોમિનેશનમાં ડાઈવર્સિટી માટે નવા એલિજિબિલીટી નિયમ લાવશે

હોલિવૂડની મોશન પિક્ચર એકેડમી ઓસ્કર નોમિનેશનમાં ડાઈવર્સિટી વધારવા માટે નવા એલિજિબિલીટી નિયમ લાગૂ કરશે, જે શુક્રવારે થયેલ નવી જાહેરાત મુજબ હશે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઇન્સના સભ્યો અને તેના દ્વારા પસંદ થયેલ તમામ નોમિનીઝ અને વિનર્સ દ્વારા વર્ષોથી ડાઈવર્સિટીના અભાવને લઈને આલોચના કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ફેરફારનો ઉદ્દેશ સમાન તકો, ઓન અને ઓફ સ્ક્રીન રીપ્રેઝન્ટેશનને પ્રોત્સાહિત કરવાનો છે.

એકેડમીના CEO ડોન હડસને ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, અમને ખબર છે કે બોર્ડમાં સમાન તકો સુનિશ્ચિત કરવા માટે ઘણું કામ કરવાનું છે. અમે ફેરફાર કરશું અને તપાસ ચાલું રાખશું. અમારા નિયમો અને પ્રોસેસ સુનિશ્ચિત કરવા માટે અમે બધાની વાત સાંભળીએ છીએ અને માનીએ પણ છીએ. ઓસ્કર પાત્રતા માટે નવા નિયમો લાગૂ કરવા માટે એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવશે.

ડાઈવર્સિટી પર પેનલ ડિસ્કશનની એક સિરીઝ હોસ્ટ થશે
એકેડમી ડાઈવર્સિટી પર પેનલ ડિસ્કશનની એક સિરીઝ હોસ્ટ કરશે જેમાં એકેડમીના ગવર્નર હૂપી ગોલ્ડબર્ગ દ્વારા કરાયેલ હોલિવૂડ ફિલ્મોમાં રંગભેદ અને હાનિકારક રૂઢિઓના પ્રભાવ પરની વાતચીત પણ સામેલ હશે. ફેરફારોની આ જાહેરાત 25 મેના રોજ પોલીસ કસ્ટડીમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ લોકોએ મોટા પાયે કરેલ રંગભેદ વિરોધી પ્રદર્શન બાદ કરવામાં આવી હતી.

બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેશનની સંખ્યા નિશ્ચિત
રિપોર્ટ્સ મુજબ, એકેડમી દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં એક બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નોમિનેશનની સંખ્યા નિશ્ચિત કરવાનો છે. 2021ના ઓસ્કર અવોર્ડ્સ માટે આ કેટેગરીમાં નોમિનેશનની સંખ્યા 10 રહેશે.

en
છેલ્લા થોડા દિવસોમાં સામે આવેલ અનેક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના સંકટને કારણે એકેડમી આ વર્ષે ઓસ્કર અવોર્ડ્સ સ્થગિત કરવા પર વિચારી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hollywood's motion picture academy to introduce new eligibility rules to boost diversity among Oscars nominees


from Divya Bhaskar https://ift.tt/2Amt2pX
https://ift.tt/2BYAPuh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...