Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/1_1592113996.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/1_1592113996.jpg. Show all posts

Sunday, June 14, 2020

કૃતિકા દેસાઈ ત્રણ વર્ષ બાદ એક્ટિંગમાં પરત ફરશે, એકતા કપૂરની વેબ સીરિઝ ‘બેબાકી’માં જોવા મળશે

એક્ટ્રેસ કૃતિકા દેસાઈ લગભગ ત્રણ વર્ષ બાદ કમબેક કરશે. એકતા કપૂરની વેબ સીરિઝ ‘બેબાકી’માં કુશલ ટંડનની માતાના રોલમાં જોવા મળશે. કૃતિકાને ભારતીય કરતાં ઈન્ટરનેશનલ સીરિઝ જોવાનું વધુ પસંદ કરે છે. જોકે, ‘બેબાકી’માં શૂટિંગ કરવાની તેમને મજા આવી હતી. હાલમાં જ એક્ટ્રેસે પોતાના કમબેક પર ભાસ્કર સાથે વાત કરી હતી.

રિયલ લાઈફ અને રીલ લાઈફ વચ્ચે અંતર
કૃતિકાએ કહ્યું હતું, ‘જ્યારે આ સીરિઝ સાઈન કરી ત્યારે વિચાર્યું નહોતું કે આ આટલા મોટા સ્તરે બનાવવામાં આવશે. જે કેનવાસ પર આ સીરિઝ બનાવવામાં આવી રહી છે તે ઘણો જ મોટો છે. હું કુશલની માતાના રોલમાં છું. સીરિઝમાં તે અમીર ખાનદાનમાંથી આવે છે અને તેનો પતિ તેને વિશ્વાસઘાત આપે છે. ત્યારબાદ તે પૂરી રીતે ધાર્મિક બની જાય છે. રિયલ લાઈફમાં હું તદ્દન અલગ છું. મને જોઈ કોઈ વસ્તુ ના મળે તો હું તેની પાછળ ભાગતી નથી. એ પરિસ્થિતિમાંથી બહાર નીકલી જાઉં છું.’

ઈન્ટરનેશનલ સીરિઝ જોવી વધુ પસંદ છે
‘હું વેબ સીરિઝ જોતી હોઉં છું પરંતુ ભારતીયને બદલે ઈન્ટરનેશનલ સીરિઝ જોવાનું વધુ પસંદ કરું છું. જોકે, એકતાની આ સીરિઝમાં કામ કરવાનો અનુભવ અલગ જ રહ્યો હતો.’

બેટી આયેશાની સાથે વેબ ચેનલ શરૂ કરી
લૉકડાઉનમાં કૃતિ તથા તેની દીકરી આયેશા ખાને સાથે મળીને એક વેબ ચેનલ શરૂ કરી છે. આ ચેનલમાં તે અલગ-અલગ સંસ્કૃતિની વાર્તાઓ લોકો સુધી પહોંચાડે છે. બંનેએ સ્ક્રિપ્ટ લખવાથી લઈને સ્ટોરી એડિટિંગ પર સાથે કામ કર્યું છે. આ પ્રકારના કામથી તે મુશ્કેલી ભૂલી જાય છે અને આઘાતથી દૂર રહે છે.

પતિ ઈમ્તિયાઝને યાદ કરે છે
હાલમાં જ કૃતિકાના પતિ તથા ફિલ્મમેકર ઈમ્તિયાઝ ખાનનું નિધન થયું હતું. કૃતિકાએ કહ્યું હતું કે તે પતિને બહુ જ મિસ કરે છે. ઉલ્લેખનીય છે કે કૃતિકા 2017માં સિરિયલ ‘મેરે અંગને મેં’ જોવા મળી હતી. આ સિરિયલમાં તેણે શાંતિ દેવીનો રોલ પ્લે કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
krutika desai to return to acting after three years, to be seen in Ekta Kapoor's web series 'Bebaki'


from Divya Bhaskar https://ift.tt/2zw2amX
https://ift.tt/2AymYdV

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...