અમિતાભ બચ્ચને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સ્વર્ગીય એક્ટર રિશી કપૂર, કરન જોહર, ગણેશ હેગડે તથા અભિષેક બચ્ચન જોવા મળે છે.
તસવીર શૅર કરીને આ વાત કહી
અમિતાભે આ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘કોઈ પણ વ્યક્તિ રિશી કપૂરની જેમ પૂર્ણ રીતે ગીત પર લિપ સિંક કરી શકેનહીં. તમે જુઓ તેમના એક્સપ્રેશનમાં કેટલું પેશન છે. ખાસ વાત એ છે કે આ ઉંમરમાં પણ તેઓ આ કાર્યક્રમમાં એકદમ રિયલ લાગી રહ્યાં છે.’
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Jun 13, 2020 at 12:30pm PDT
ડાન્સ રિયાલિટી શોની તસવીર
અમિતાભ બચ્ચને જે તસવીર શૅર કરી છે તે વર્ષ 2015માં પ્રસારિત થતાં ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’ની આઠમી સિઝનની છે. આ શોમાં રિશી તથા અભિષેક બચ્ચને ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’નું પ્રમોશન કર્યું હતું. શોમાં રિશી કપૂરે ‘ઓમ શાંતિ ઓમ’ ગીત પર ડાન્સ કર્યો હતો. શોના જજ કરન જોહર, શાહિદ કપૂર, ગણેશ હેગડે તથા લૌરેન હતાં.
પાંચ દાયકા જૂની મિત્રતા
30 એપ્રિલના રોજ રિશી કપૂરનું એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. 67 વર્ષીય રિશી કપૂરનેછેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયા હતું. અમિતાભ સાથે તેમની મિત્રતા પાંચ દાયકા જૂની હતી. બંનેએ ફિલ્મ‘કભી કભી’, ‘અમર અકબર એન્થની’, ‘નસીબ’, ‘કુલી’, ‘અજૂબા’ તથા ‘102 નોટ આઉટ’માં કામ કર્યું હતું.
અમિતાભ આ કારણે હોસ્પિટલ નહોતા ગયા
રિશી કપૂરના નિધન બાદ અમિતાભે કહ્યું હતું કે તે ક્યારેય રિશીને મળવા હોસ્પિટલ ગયા નહોતાં. તેઓ સંકટ સમયે તેમનો ચહેરો જોઈ શકે તેવી સ્થિતિમાં નહોતાં.
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Apr 30, 2020 at 10:27am PDT
રિશીને મ્યૂઝિક ટ્રિબ્યૂટ આપી હતી
રિશી કપૂરના નિધનના બીજા દિવસે બિગ બીએ સોશિયલ મીડિયામાં મ્યૂઝિકલ ટ્રિબ્યૂટ આપી હતી. તેમણે રિશી સાથેની ફિલ્મ ‘102 નોટ આઉટ’નું ગીત ‘વક્ત ને કિયા ક્યા હંસી સિતમ’ શૅર કર્યું હતું. આ ઈમોશનલ ગીત બંને એક્ટર્સ પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ફિલ્મને ઉમેશ શુક્લાએ ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં અમિતાભે રિશીના પિતાની ભૂમિકા ભજવી હતી.
View this post on InstagramWaqt ne kiya kya haseen sitam .. Tum rahe na tum, Hum rahe na hum ..
A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 1, 2020 at 9:00am PDT
‘જ્યારે ગયા ત્યારે ચહેરા પર હળવું હાસ્ય હતું’
ચાર મેના રોજ રિશી કપૂરે એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તેઓ ઘણાં જ દુઃખી જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં તેમણે રિશી કપૂર સાથેની યાદો શૅર કરી હતી. તેમણે વીડિયોમાં અંતે કહ્યું હતું કે જ્યારે તેઓ આ દુનિયા છોડીને ગયા ત્યારે તેમના ચહેરા પર એક હળવું હાસ્ય હતું.
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 3, 2020 at 12:21pm PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37q6z7t
https://ift.tt/2UHeXtT