લૉકડાઉન બાદથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પૂરી રીતે બંધ થઈ ગઈ છે. ઘરમાં નવરાશની પળોમાં રહેતા તમામ એક્ટર્સ પોતાના જૂના દિવસોને યાદ કરી રહ્યાં છે. આ દરમિયાન રવીના ટંડને પોતાના કોન્સર્ટના દિવસોને યાદ કરીને સલમાન ખાન સાથેની જૂની તસવીર શૅર કરી હતી.
હાલમાં જ રવીનાએ લંડનમાં યોજાયેલા સ્ટેજ પર્ફોર્મન્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં સલમાન તથા રવીના ‘પ્યાર દિલો કા મેલા હૈં’ ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ વીડિયો શૅર કરીને રવીનાએ કહ્યું હતું, ‘આ કોન્સર્ટની ક્લિપ છે, અમે લંડનમાં હતાં. આ પર્ફોર્મન્સમાં મેં તથા સલમાન ખાને સાથે સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું. દર્શકોએ પોઝિટિવ એનર્જીથી અમને ઉત્સાહ અપાવ્યો હતો. બહુ જ મજા આવી હતી. વર્ષ 2000માં યોજાયેલ શોનું નામ ‘મિલેયન મસ્તી’ હતું.’
View this post on InstagramA post shared by Raveena Tandon (@officialraveenatandon) on Jun 13, 2020 at 10:45pm PDT
સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું
રવીના ટંડને સલમાન ખાન સાથે પહેલીવાર ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’માં કામ કર્યું હતું. રવીનાની આ ડેબ્યૂ ફિલ્મ હતી. ‘પથ્થર કે ફૂલ’ સમયે સલમાન તથા રવીના વચ્ચે મિત્રતા થઈ હતી અને તે આજ સુધી અંકબંધ છે. બંનેએ પછી ‘અંદાજ અપના અપના’ તથા ‘કહી પ્યાર ના હો જાયે’ જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AA75Ub
https://ift.tt/3fmPePl