Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/6_1592129636.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/6_1592129636.jpg. Show all posts

Sunday, June 14, 2020

છેલ્લી પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરવાનો અણસાર આપ્યો હતો

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સુશાંતના આત્મહત્યાની વાત સાંભળીને માત્ર ચાહકો જ નહીં બોલિવૂડ સ્ટાર્સને પણ આઘાત લાગ્યો છે. સુશાંતે ત્રણ જૂનના રોજ ઈન્સ્ટામાં છેલ્લી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં સુશાંતે માતાને યાદ કરી હતી. આટલું જ નહીં આ પોસ્ટમાં સુશાંતે આત્મહત્યાનો અણસાર આપ્યો હતો.

શું કહ્યું પોસ્ટમાં?
અશ્રુના ટીપામાંથી ધૂંધળા થતા ભૂતકાળનું બાષ્પીભવન... અંતિમ સ્વપ્નોના સ્મિતની કોતરણી અને ક્ષણિક જીવન, જે બંને વચ્ચે વાટાઘાટો કરે છે...

ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી.

‘કાઈ પો છે’ પહેલી ફિલ્મ
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો.

પટનામાં જન્મ
સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.

માતાની નિકટ હતો
સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In the last post, Sushant Singh Rajput had hinted at committing suicide


from Divya Bhaskar https://ift.tt/3ffloMO
https://ift.tt/3fkTQ8K

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...