Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/_1592135137.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/_1592135137.jpg. Show all posts

Sunday, June 14, 2020

2005માં ફિલ્મફેર ઓવોર્ડમાં ડાન્સ ટ્રૂપ સાથે જોડાયો હતો, 2017માં પહેલી વખત તેના માટે નોમિનેટ થયો

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ 2019માં રિલીઝ થઈ હતી. તેમાં તેની અપોઝિટમાં શ્રાદ્ધા કપૂર હતી. ફિલ્મમાં પ્રતીક બબ્બર અને વરુણ શર્મા પણ હતા. તે ઉપરાંત નવેમ્બરમાં તેમની જેક્લિન ફર્નાન્ડિઝ સાથે નેટફ્લિક્સ પર ફિલ્મ ‘ડ્રાઈવ’ રિલીઝ થઈ હતી. સુશાંતે એક્ટિંગ કરિયરની શરૂઆત ટેલિવિઝન સીરિયલ'કિસ દેશ મેં હૈ મેરા દિલ' થી કરી હતી. જો કે, તે ફેમસ અને પોતાની બીજી ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી થયો હતો.

દિલ્હી ટેક્નોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે સુશાંત શામક ડાવરના ડાન્સ ક્લાસમાં જોડાયો હતો. ત્યાં તેના કેટલાક મિત્રો બન્યા જે અભિનયમાં રસ દાખવતા હતા અને સુશાંત તેમની સાથે બેરી જોહ્નના ડ્રામા ક્લાસમાં જતો હતો.

વર્ષ 2005માં તેણે ફિલ્મફેર એવોર્ડ માટે શામક ડાવરના ડાન્સ ટ્રૂપમાં સામેલ થવાની તક મળી હતી. થોડા દિવસો બાદ સુંશાતે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડીને એક્ટિંગને પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો. ફિલ્મોમાં કામ કરવા માટે તે મુંબઈ આવ્યો અને નાદિરા બબ્બરના થિયેટર ગ્રુપ ‘એકજૂટ’ માં સામેલ થઈ ગયો.

‘એકજૂટ’પ્લેમાં કામ કરતી વખતે તેમણે બાલાજી ટેલિફિલ્મ્સની કાસ્ટિંગ ટીમે ટીવી સિરિયલ 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં કરવા માટે ઓફર આપી. 2009માં ‘પવિત્ર રિશ્તા’ માં કામ કરવાની ઓફર મળી અને આ સિરિયલથી સુશાંત લોકપ્રિય થઈ ગયો. સુશાંતે‘જરા નચતે દિખા’ અને ‘ઝલક દિખલા જા’ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો.

રાજપૂતએ અભિષેક કપૂરની ફિલ્મ ‘કાય પો છે’ માટે ઓડિશન આપ્યું અને તે સિલેક્ટ પણ થઈ ગયો. રાજકુમાર રાવ અને અમિત સાધની સાથે સુશાંતની આ ફિલ્મ દર્શકોને બહુ ગમી હતી.

ત્યારબાદ પરિણિતી ચોપડા અને વાણી કપૂરની સાથે તે 2013માં યશરાજ બેનરની ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ માં લીડ એક્ટર હતો. ત્યાર બાદ તરત તેણે આમિર ખાન સ્ટારર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'પીકે’માં એક એક્ટિંગ કરવાની તક મળી હતી.

2014માં ‘પીકે’ બાદ 2015માં દિવાકર બેનર્જીની ડિટેક્ટિવ ‘બ્યોમકેશ બક્ષી’ માં કામ કર્યું. 2016માં એમએસ ધોનીની બાયોપિક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં ધોનીનો રોલ પ્લે કર્યો હતો. 2017માં ‘રાબતા’ બાદ 2018માં ‘કેદારનાથ’માં સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો. 2019માં ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ ‘સોનચિડિયા’માં કામ કર્યું. 2017માં પહેલી વખત ધોનીની બાયોપિક માટે ફિલ્મફેરમાં નોમિટનેટ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Joined the Dance Troupe at the Filmfare Awards in 2005, nominated for the first time in 2017


from Divya Bhaskar https://ift.tt/2MYXxVz
https://ift.tt/2YAUqZc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...