Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/all-thumb730-x-5480379_1592128236.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/14/all-thumb730-x-5480379_1592128236.jpg. Show all posts

Sunday, June 14, 2020

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે અગમ્ય કારણોસર મુંબઈમાં બાંદ્રા સ્થિત ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી

ધોની બાયોપિક પર બનેલી ફિલ્મનાએક્ટર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં તેનો પાર્થિવ દેહ મળ્યો હતો. આત્મહત્યાનું કારણ હજી સુધી ખબર પડી નથી. એક ચર્ચા પ્રમાણે, સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો.

ટીવી એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી
34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખત એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી ઓળખ મળી હતી.

‘કાઈ પો છે’ પહેલી ફિલ્મ
સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેણે ‘શુદ્ધ દેસી રોમાંસ’માં પરિણીતી ચોપરા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જોકે, તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી, જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે ‘સોનચિરિયા’ તથા ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળ્યો હતો.

પટનામાં જન્મ
સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી, 1986 થયો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.

માતાની નિકટ હતો
સુશાંત પોતાની માતાની ઘણી જ નિકટ હતો. જોકે, વર્ષ 2002માં તેમના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગની એન્ટ્રેસ એક્ઝામ વર્ષ 2003માં ઓલ ઈન્ડિયામાં સાતમો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે ત્રીજા વર્ષે કોલેજ છોડી દીધી હતી.

લાસ્ટ પોસ્ટ માતાને યાદ કરતી હતી

છ દિવસ પહેલાં જ પૂર્વ મેનેજરે આત્મહત્યા કરી હતી
8 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયને મલાડના જનકલ્યાનગરના 12મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. સુશાંતે ઈન્સ્ટા સ્ટોરીમાં પૂર્વ મેનેજરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સુશાંતે દિશાના નિધન પર ઈન્સ્ટા સ્ટોરીમાં આ પોસ્ટ કરી હતી


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actor Sushant Singh Rajput committed suicide


from Divya Bhaskar https://ift.tt/2Yy0dif
https://ift.tt/2AqKTw1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...