યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ ટીવી એક્ટ્રેસ અને ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજની વહુ મોહેના કુમારી સિંહ હોસ્પિટલથી ઘર પહોંચી ગઈ છે. જ્યારે તેનો કોરોના ટેસ્ટ હજુ નેગેટિવ નથી આવ્યો. મોહેનાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે જણાવ્યું કે 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહી પણ કોરોનવાઈરસ સામેની જંગ હજુ ચાલુ છે.
મોહેનાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, હું ઘરે પરત આવી ગઈ છું. પણ અમે હજુ કોવિડ -19 પોઝિટિવ છીએ. અમે સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં છીએ. અમને નથી ખબર કે ટેસ્ટ નેગેટિવ આવવામાં કેટલો સમય લાગશે. અમે 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને સંભવતઃ તેના પાંચ દિવસ પહેલાં વાઇરસ મારી બોડીમાં આવ્યા હતા.
મોહેનાએ આગળ લખ્યું કે, આશા છે કે અમને વાઇરસને હરાવવામાં થોડા દિવસનો સમય લાગશે પણ ત્યાં સુધી અમારે કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. હાલ તો અમે બધા સ્વસ્થ ફીલ કરી રહ્યા છીએ. બધાના સપોર્ટ માટે ફરી એકવાર આભાર.
10 જૂનના પરિવારના પાંચ સભ્યો ડિસ્ચાર્જ થયા
મોહેના, તેના પતિ સુયશ, જેઠ-જેઠાણી અને ભત્રીજાને 10 જૂને નેગેટિવ ટેસ્ટ આવ્યા ન હતા તેમ છતાં ઋષિકેશની એમ્સ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. તેમને હોમ ક્વોરન્ટીનમાં મોકલી દેવામાં આવ્યા. તેના સસરા સતપાલ મહારાજ અને સાસુ અમૃતાનો ટેસ્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.
હોસ્પિટલ ઓથોરિટીના જણાવ્યા મુજબ, બાકી સભ્યોને સરકારની નવી ગાઇડલાઇન મુજબ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દરેક સભ્ય 10 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા અને શરૂઆતથી ટેસ્ટ પોઝિટિવ આવ્યા છતાં પણ તેમનામાં કોવિડના લક્ષણ દેખાયા ન હતા.
સૌથી પહેલો સાસુનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
ગયા મહિને સૌથી પહેલા મોહેનાની સાસુ અમૃતા રાવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘરના બધા સભ્યોના રિપોર્ટ થયા. પરિવારના સભ્યો અને નોકરો બધા મળીને કુલ 41 સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા જેમાં 22 પોઝિટિવ હતા.
મધ્યપ્રદેશના રીવાના રજવાડામાં જન્મેલ મોહેનાના લગ્ન ગયા વર્ષે ઓક્ટોબરમાં સતપાલ મહારાજના દીકરા સુયશ સાથે થયા હતા. એક્ટ્રેસ હોવાની સાથે મોહેના કોરિયોગ્રાફર પણ છે. તેણે 2012માં ડાન્સ ઇન્ડિયા ડાન્સથી નાના પડદે એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ તે દિલ દોસ્તી ડાન્સ અને ઝલક દિખલા જા પણ જોવા મળી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YC4PUq
https://ift.tt/3huKqcS