Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/1_1592201848.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/1_1592201848.jpg. Show all posts

Monday, June 15, 2020

'છિછોરે' માં આત્મહત્યાના પ્રયાસ અંગે જે દીકરાને જ્ઞાન આપ્યું હતુ, તેણે સુશાંતનાં સુસાઈડ પર ભાવુક પોસ્ટ લખી

સુશાંત સિંહ રાજપૂતના નિધન પર તેમના ઓનસ્ક્રીન પુત્ર મોહમ્મદ સમદે એક ભાવુક પોસ્ટ લખી છે. સમદે ગત વર્ષે રિલીઝ થયેલી સુરહિટ ફિલ્મ 'છિછોરે'માં સુશાંતના પુત્ર રાઘવની ભૂમિકા ભજવી હતી, જેનું એન્જિનિયરિંગમાં સિલેક્શન ન થવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરે છે.

ભણેલો-ગણેલો વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે છે?
સમદે પોતાની પોસ્ટમાં લખ્યું છે, " એક શિક્ષિત વ્યક્તિ આ કેવી રીતે કરી શકે છે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હું તમારી પાસેથી ઘણો શીખ્યો છું અને અને હજી ઘણું શીખવાનું બાકી હતું. મને હજી પણ વિશ્વાસ નથી આવતો. ભગવાન તમને સ્વર્ગમાં સૌથી સર્વોચ્ચ સ્થાન આપે. તમારા આત્માને શાંતિ મળે, સર. "

મિત્ર વરુણ શર્મા નિ:શબ્દ
'છિછોરે'માં સુશાંતના મિત્ર સેક્સાનો રોલ કરનાર વરુણ શર્મા સુશાંતના મોતના સમાચારથી સ્તબ્ધ છે. તેમણે ફિલ્મના એક સીનનો ફોટો શેર કરતા લખ્યું છે "સ્પીચલેસ."

View this post on Instagram

💔 Speechless

A post shared by Varun Sharma (@fukravarun) on Jun 14, 2020 at 5:02am PDT

ફિલ્મની કહાની વાત કંઈક આવી હતી
નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત 'છિછોરે' માં સુશાંતે અનિરુદ્ધ પાઠક એટલે કે અન્ની અને શ્રાદ્ધા કપૂરે તેમની પત્ની માયા પાઠકની ભૂમિકા ભજવી હતી. અનિરુદ્ધ અને માયાનો દીકરો રાઘવ અભ્યાસના કારણે તણાવમાં રહેતો અને ફેલ થવાને કારણે તે છત પરથી છલાંગ લગાવે છે.

જ્યારે રાઘવ આઈસીયુમાં હોય છે, ત્યારે અન્ની પોતાના કોલેજ ફ્રેન્ડ્સને ત્યાં બોલાવીને તેને પોતાની કહાની સંભળાવે છે અને જણાવે છે કે ભણવામાં ટોપર હોવા છતાં કોલેજમાં તેમના પર લૂઝરનું ટેગ લગાવવામાં આવ્યું હતું. પરંતુ તેમણે ક્યારેય હાર માની ન હતી.

મિત્રોની ભૂમિકામાં આ સ્ટાર્સ હતા
સુશાંત સિંહ રાજપૂતના મિત્રોની ભૂમિકામાં વરુણ શર્મા ઉપરાંત તુષાર પાંડે, તાહિર રાજ ભસીન, સહર્ષ કુમાર શુક્લા અને નવીન પોલિશેટ્ટી હતા. ફિલ્મમાં પ્રતિક બબ્બરની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The son who imparted knowledge about suicide attempt in 'Chhichore' wrote an emotional post on Sushant's suicide


from Divya Bhaskar https://ift.tt/2C7YJDU
https://ift.tt/37txtv4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...