Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-1_1592216287.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project-1_1592216287.jpg. Show all posts

Monday, June 15, 2020

સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ સોનુ સિંહનો દાવો, ‘આ સુસાઈડ નહીં, મર્ડર છે, તેને ઉશ્કેરવામાં આવ્યો’

લૉકડાઉનને કારણે સુશાંત સિંહના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ થશે. પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે. સુસાઈડ કેમ કરવામાં આવ્યું તેની પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી, કારણ કે કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાને કારણે નિધન થયું હોવાનું સામે આવ્યું છે. ગળા પર જ માત્ર નિશાન છે.

સોમવાર (15 જૂન)એ સુશાંતના ફ્લેટ પર ફોરેન્સિક એક્સપર્ટની ટીમ આવી હતી. પોલીસ પહેલાં જ ઘરમાં હાજર હતી. સુશાંતના મિત્રો આજે નિવેદન આપશે. સુશાંતની બહેન મીતુએ સ્ટેટમેન્ટ આપી દીધું છે. મીતુ પરિવારની પહેલી સભ્ય હતી, જેણે સુશાંતની બૉડીને લટકતી હાલતમાં જોઈ હતી. પોલીસે અત્યાર સુધી 17 લોકોની પૂછપરછ કરી હતી. પરિવારના સભ્યો પણ સામેલ છે.

આ સમય દરમિયાન પૂર્ણિયામાં રહેતા કાકાના ભાઈ સોનુ સિંહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરીને દાવો કર્યો હતો કે સુશાંતની હત્યા થઈ છે. જે પણ થયું તેને આત્મહત્યા બતાવવામાં આવી રહ્યું છે, કારણ કે તે આટલો નબળો નહોતો. દિવ્ય ભાસ્કર સાથેની પાસે વાતચીતની ઓડિયો ક્લિપ છે, જેમાં આ વાત સાંભળવા મળે છે.

સોનુ સિંહે કહ્યું, અમને લાગે છે કે સુશાંતને ઉશ્કેરવામાં આવ્યો

‘સુશાંતનાપિતા, મોટા ભાઈ તથા ભાભી ત્રણેય સમોવારે સવારે 11.30 વાગે ફ્લાઈટથી મુંબઈ આવ્યા. સુશાંતના અંતિમ સંસ્કાર મુંબઈમાં જ થશે. રવિવાર રાત્રે જીજાજી આવ્યા હતાં. તેમનું નામ ઓમપ્રકાશ સિંહ છે. સુશાંતની હત્યા થઈ છે. તેણે આત્મહત્યા કરી નથી. આને આત્મહત્યાનો રંગ આપવામાં આવી રહ્યો છે. આવું કરવા માટે તેને કોણે ઉશ્કેર્યો તે તપાસનો વિષય છે. તે એટલો નબળો નહોતો કે આત્મહત્યા કરી લે. સૌથી પહેલાં સુશાંતના નોકરે પોલીસને આ માહિતી આપી હતી. સાથે બે નોકર તથા એક મેનેજર રહેતા હતા.

બંગાળી છોકરીનો હાથ છે કે નહીં કે પછી કોનો હાથ છે, અમે કોઈની પર આંગળી ઉઠાવી શકીએ નહીં પરંતુ એ જરૂર છે કે તેને ઉશ્કેરવામાં આવ્યો અને ત્યારે જ તેણે આવું પગલું ભર્યું. ભાઈ મુંબઈ ગયા છે, DGP સાહેબ પણ સાથે છે. અમને તંત્રમાં પૂરો વિશ્વાસ છે.

અમને ખ્યાલ નથી કે તે લિવ-ઈનમાં કોઈની સાથે રહેતો હતો. આમાં કોઈ સાચી વાત નથી કે તે કોઈની સાથે લિવ-ઈનમાં રહેતો હતો. સુશાંત કોઈના પ્રેમમાં નહોતો. એવું નથી કે જેનું નામ સુશાંત સાથે જોડવામાં આવે છે, તેના પર આક્ષેપો નથી. અમે લોકો ઘટનાના સાક્ષી નથી અને તેથી જ અમે આક્ષેપો કરી શકીએ નહીં. જોકે, આ તપાસનો વિષય છે અને સુશાંતને ઉશ્કેરવામાં આવ્યો છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's cousin Sonu Singh's claim, 'This is not suicide, this is murder, he was provoked'


from Divya Bhaskar https://ift.tt/2UIlhBm
https://ift.tt/2ULFmqD

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...