Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project_1592205950.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project_1592205950.jpg. Show all posts

Monday, June 15, 2020

સુશાંતની આત્મહત્યાના સમાચાર સાંભળીને બિગ બી ભાવુક, લખ્યું- કેમ? તમે શાનદાર અભિનેતા હતા

સુશાંત સિંહના સુસાઈડને કારણે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સ્તબ્ધ છે. કોઈ વિશ્વાસ નથી કરી શકતું કે 34 વર્ષીય સ્ટાર આ પ્રકારનું પગલું ભરી શકે. બધાના મનમાં એક જ સવાલ છે કે સુશાંતે આખરે કેમ આવું કર્યું? અમિતાભ બચ્ચને પણ બ્લોગમાં આ જ સવાલ પૂછ્યો છે.

તમે તમારું જીવન કેમ પૂરું કરી નાખ્યું: અમિતાભ
ભાવુક બિગ બીએ બ્લોગમાં લાંબા-લાંબા સ્પેસ આપીને લખ્યું છે, ‘કેમ...કેમ...કેમ...?’ ત્યારબાદ બિગ બીએ પોતાનીભાવના વ્યક્ત કરતાં કહ્યું હતું, ‘કેમ સુશાંત સિંહ રાજપૂત? તમે તમારું જીવન કેમ પૂરું કરી નાખ્યું? તમે શાનદાર અભિનેતા હતા. કંઈ જ કહ્યાવગર, કંઈ જ માગ્યા વગર હંમેશાં માટે સૂઈ ગયા...’

એક્ટરનાં વખાણ કર્યાં
અમિતાભે સુશાંતનાં વખાણ કર્યાં હતાં. તેમના મતે, જેટલું શાનદાર એમનું કામ હતું, તેનાથી વધારે તેમનું મન સારું હતું. તેમણે કહ્યું હતું, ‘તેઓ અનેકવાર જીવનના તર્કમાં ડૂબીને પોતાને રજૂ કરતાહતા. લોકો આ ઊંડાઈથી નવાઈમાં મુકાઈ જતા અથવા તો લાપરવાહ બનીને તેની તાકાતનો અર્થ સમજી શકતા નહોતા. કેટલાક આશ્ચર્ય વ્યક્ત કરતાં તો કેટલાક આ વાતને ટાળી દેતા. કેટલાક માટે આ માત્ર હળવી એક્ટિંગથી વધુ કંઈ નહોતી.’

બ્લોગમાં ફિલ્મ ‘એમ એસ ધોની’નો ઉલ્લેખ
અમિતાભે પોતાના બ્લોગમાં સુશાંતની ફિલ્મ ‘એમ એસ ધોની’નો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું, ‘મેં ‘ધોની’માં તેમનું કામ જોયું હતું. ફિલ્મ તેમના યાદગાર પર્ફોર્મન્સને કારણે યાદ રહેશે.’ બિગીએ એમ પણ કહ્યું હતું કે સુશાંતે જ્યારે પણ વાત કરી કે સંવાદ કર્યો ત્યારે તેની અંદર કંઈક એવું હતું, જે વણકહ્યું જ રહી ગયું.

સુશાંત સાથેની મુલાકાત અંગે વાત કરી
અમિતાભે સુશાંત સાથેની મુલાકાત અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘તેમની સાથેની એક મુલાકાતમાં મેં તેમને પૂછ્યું હતું કે તેમણે ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ધોનીના તે શોટને કેવી રીતે મેનેજ કર્યો હતો? તેમણે જવાબ આપ્યો હતો કે ધોનીનો વીડિયો 100 વાર જોઈને. આ તેમના પ્રોફેશનલ એફર્ટની ગંભીરતા હતી.’

શ્યામક દાવરના ડાન્સ ગ્રૂપમાં સામેલ હતો
અમિતાભે આગળ કહ્યું હતું, ‘તેમની વિનમ્ર શરૂઆત થઈ હતી. તે અમારા સમયના ટેલેન્ટેડ કોરિયોગ્રાફર શ્યામક દાવરના શોના ડાન્સ ગ્રૂપમાં ચોથી લાઈનનો હિસ્સો રહેતો હતો. ત્યાંથી ઊઠીને આજે તે જ્યાં હતો, ત્યાં સુધી પહોંચવું તે જ સ્વયંકએક અલગ વાર્તા છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After hearing the news of Sushant's suicide, Big B wrote emotionally Why? You were the superb actor


from Divya Bhaskar https://ift.tt/3hvflWo
https://ift.tt/2Yyg1BH

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...