Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project_1592227205.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/new-project_1592227205.jpg. Show all posts

Monday, June 15, 2020

સુશાંત જ્યારે 17 વર્ષનો હતો ત્યારે માતાનું નિધન થયું હતું, કાળા કપડાં સાથે દુર્ભાગ્યપૂર્ણ સંયોગ

બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. 15 જૂનના રોજ સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. સુશાંત ઘણો જ મોજીલો વ્યક્તિ હતો. દિવ્ય ભાસ્કર સાથે અલગ અલગ સમયે તેની સાથે વાતચીત થઈ હતી. આવી જ મુલાકાતોમાંથી કેટલીક ખાસ વાત અમે તમને જણાવી રહ્યાં છીએ.

સુશાંતનો નિર્ણય સાંભળી પરિવારને આઘાત લાગ્યો હતો
સુશાંતે એન્જિનિયરિંગના અભ્યાસ સાથે થિયેટર કરવાનું શરૂ કર્યું હતું પરંતુ પરિવારને બે-ત્રણ વર્ષ સુધી આની જાણ થવા દીધી નહોતી. ફિલ્મ ‘ધોની’ રિલીઝ થઈ તે સમયે સુશાંતે કહ્યું હતું કે એન્જિનિયરિંગ સમયે તે હોસ્ટેલમાં રહેતો હતો. આ સમયે થિયેટર તથા શ્યામક દાવર સાથે ડાન્સ કરતો હતો. આનો ખર્ચ તે 12મા ધોરણના વિદ્યાર્થીઓનું ટ્યૂશન કરીને કાઢી લેતો હતો. તેને પ્રતિ કલાક 250 રૂપિયા મળતા હતાં. પરિવારને જ્યારે એક્ટિંગની વાત કહી ત્યારે તેમને આઘાત લાગ્યો હતો. તેમણે કંઈ જ કહ્યું નહીં અને હું તેનો ફાયદો ઉઠાવીને આ લાઈનમાં આવી ગયો.

પોતાના લોકોથી અલગ થવા પર ખુલાસો કર્યો હતો
સુશાંતે કહ્યું હતું, ‘વર્ષ 2002માં જ્યારે તે 17 વર્ષનો હતો ત્યારે તેની માતા ગુજરી ગઈ હતી. આ સમયે માતાની ઉંમર 40 વર્ષની હતી. તેમને બ્રેન હેમરેજ થયું અને અચાનક નિધન થયું. આ સમયે મને ખ્યાલ આવ્યો કે સંબંધો કેટલાં જલ્દીથી પૂરા થઈ જાય છે. પછી તે ભલે ગમે તેટલા જરૂરી કેમ ના હોય. અનેકવાર તો આના પર કંઈ બોલા અંગેની તક પણ મળતી નથી. આથી જ બહુ જલ્દીથી ખબર પડી ગઈ કે જે સારું છે તે હંમેશાં રહેશે નહીં. જ્યારે તમને જીવનની સચ્ચાઈ ખબર પડશે ત્યારે તમને વસ્તુઓ ઓછી પ્રભાવિત કરશે.’

અભ્યાસમાં અવ્વલ હતો
સુશાંતે કહ્યું હતું, ‘જ્યારે હું એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે ડાન્સ તથા થિયેટરને કારણે મારા માર્ક્સ ઓછા આવતા ત્યારે લોકોને એમ લાગતું કે આ આગળ જઈને કંઈ કરી શકશેનહીં. જોકે, દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગના મોસ્ટ ફેમસ લોકોમાં મારું નામ બીજા સ્થાન પર આવતું, જ્યારે મેં ત્રણ વર્ષ પહેલાં જ અભ્યાસ છોડી દીધો હતો.’

કાળા કપડાં સાથે દુર્ભાગ્યપૂર્ણ સંયોગ
અંતિમ સમયે જ્યારે સુશાંતને લટકતી હાલતમાંથી નીચે ઉતાર્યો ત્યારે તેણે બ્લેક ટીશર્ટ પહેરી હતી. દિલ્હીમાં જ્યારે તેનો પહેલીવાર અકસ્માત થયો ત્યારે પણ તે કાળા કપડાંમાં હતો. પહેલી દુર્ઘટના અંગે વાત કરતાં એક્ટરે કહ્યું હતું, ‘જ્યારે હું કોલેજમાં હતો ત્યારે દિલ્હી સ્થિત રિંગ રોડ પર ચાલતો હતો. મેં બ્લેક ટીશર્ટ તથા બ્લેક જીન્સ પહેર્યું હતું. મારી પાછળથી ટ્રાફિક આવતો હતો અને બસ આવતી હતી. ત્યારે અચાનક ડાબી સાઈડથી બાઈક ચાલકે ઓવરટેક કર્યું અને હું તેની સાથે ટકરાઈ ગયો હતો. હું તેની સાથે 10 મીટર સુધી ઢસડાયો હતો અને મને બહુ જ વાગ્યું હતું.’

ટિફિનને લઈ પહેલો ઝઘડો થયો હતો
ઘણાં ઓછા લોકોને ખ્યાલ હશે કે સુશાંત સિંહના મિત્રનું નામ અંકિત છે. બંને સાથે સ્કૂલમાં ભણતા હતાં. સુશાંતનો પહેલો ઝઘડો ટિફિન બોક્સને લઈ થયો હતો. આ સમયે તેની ઉંમર સાત-આઠ વર્ષની હતી. મારા-મારીમાં સુશાંતના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. સુશાંત જ્યારે આઠમા ધોરણમાં હતો ત્યારે દસમા ધોરણમાં ભણતી એક છોકરી પર ક્રશ થયો હતો.

પહેલી કાર સેન્ટ્રો હતી
સુશાંતે કોલેજના દિવસમાં પહેલી સેન્ટ્રો કાર લીધી હતી. થિયેટરમાં સુશાંતનું કામ જોયા બાદ કાસ્ટિંગ ડિરેક્ટરે તેને ‘કિસ દેશ મેં હૈં મેરા દિલ’ સિરિયલ માટે કાસ્ટ કર્યો હતો. આ સિરિયલમાં તેણે પહેલી જ વાર કેમેરાનો સામનો કર્યો હતો. સુશાંતે પહેલી ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ જોઈ હતી. નાનપણમાં તે શાહરુખ ખાનની ફિલ્મ જોઈને તેની નકલ કરતો હતો.

સવારે ઉઠીને સૌ પહેલાં કૉફી પીતો હતો
વાતચીતમાં સુશાંતે કહ્યું હતું કેસ સવારે ઉઠ્યાં બાદ તે સૌ પહેલાં કૉફી પીતો હતો. પોતાના સપનાની વાત કરીને તેણે કહ્યું હતું કે એન્જિનિયરિંગ કરવું તે ક્યારેય તેનું સપનું નહોતું. તેને સપના ત્યારે આવતા જ્યારે તે શાહરુખ ખાનની ફિલ્મ જોતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's mother died when he was 17, an unfortunate coincidence with black clothes


from Divya Bhaskar https://ift.tt/37y29vh
https://ift.tt/2UKQkwy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...