Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/sushant-sister1592201915_1592203480.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/sushant-sister1592201915_1592203480.jpg. Show all posts

Monday, June 15, 2020

અમેરિકામાં રહેતી સુશાંતની બહેન 16 જૂને ભારત આવવા રવાના થશે, ક્વૉરન્ટીન પીરિયડને લઈ ચિંતા પ્રગટ કરી

સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે (15 જૂન) સાંજે મુંબઈમાં જ કરવામાં આવશે. તેના પિતા કેકે સિંહ તથા મોટી બહેન અને અન્ય પરિવારના સભ્યો ફ્લાઈટથી પટનાથી મુંબઈ આવશે. તેની એક બહેન મુંબઈમાં જ રહે છે અને અન્ય એક બહેન અમેરિકા રહે છે. તે આવતીકાલે એટલે કે 16 જૂને ભારત આવવા રવાના થશે.

અમેરિકામાં રહેતી તેની બહેન શ્વેતા સિંહે કીર્તિએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે તે મંગળવારે (16 જૂન)ની રાત્રે ભારત માટે આવશે. દિલ્હી થઈને મુંબઈ આવશે. જોકે, તેને એક વાતની ચિંતા છે કે ભારત આવ્યા બાદ તેણે સાત દિવસ ક્વૉરન્ટીન રહેવું પડશે.

ક્વૉરન્ટીન પીરિયડને લઈ ચિંતા પ્રગટ કરી
શ્વેતાએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘તમામની મદદથી ભારત આવવા માટેની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. હું 16મીએ અમેરિકાથી નીકળીશ. દિલ્હી થઈને મુંબઈ આવીશ. સાત દિવસ ક્વૉરન્ટીન પીરિયડની ચિંતા છે. શું એવો કોઈ ઉપાય છે, જેને કારણે આનાથી બચી શકાય. મારે જલ્દીથી પરિવારને મળવું છે.’

સંવેદનાઓ માટે આભાર માન્યો
અન્ય એક પોસ્ટમાં શ્વેતાએ તમામ લોકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું હતું, ‘પ્રતિક્રિયા આપવાની સ્થિતિ નથી અને તેને કારણે માફી માગું છું. હું સ્ટ્રોંગ રહેવાનો પ્રયાસ કરી રહી છું..તમામની સંવેદનાઓ માટે આભાર... મને તેમાંથી હિંમત મળી રહી છે...મારા પરિવાર માટે પ્રાર્થના કરો...’

ટિકિટ માટે મદદ માગી હતી
આ પહેલાં શ્વેતાએ એક પોસ્ટની મદદથી ભારત આવવા માટેની ટિકિટને લઈ મદદ માગી હતી. તેણે કહ્યું હતું, ‘મારે તાત્કાલિક ભારત જવું છે. મને કોઈ પણ ફ્લાઈટની ટિકિટ મળતી નથી. શું કોઈ મદદ કરી શકે છે...મહેરબાની કરીને મને કહો...’

શ્વેતા સિંહની ફેસબુક પોસ્ટ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's sister, who lives in the US, will leave for India on June 16, expressing concern over the quarantine period.


from Divya Bhaskar https://ift.tt/3fqqaqG
https://ift.tt/2YGRI4G

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...