Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/16/gulabo11592132866_1592279776.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/16/gulabo11592132866_1592279776.jpg. Show all posts

Tuesday, June 16, 2020

‘ગુલાબો સિતાબો’માં અમિતાભના બેગમ બનેલા ફારુખ ઝફરે કહ્યું, ‘ઉમરાવ જાન’માં રેખા સાથે પસાર કરેલી દરેક ક્ષણને યાદ કરું છું

‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચનની બેગમનો રોલ પ્લે કરનાર ફારુખ ઝફર અત્યારે 87 વર્ષના છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાના અનુભવો શૅર કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને એ સંવાદ સૌથી વધુ પસંદ આવ્યો હતો, જેમાં તે અમિતાભ બચ્ચનને કહે છે કે ‘પૈસા લે લીજિયે ઔર ફિર મુઝે અપની શક્લ ના દિખાયેંગા’

આ વાત કહીને ફારુખ એકદમ હસી પડ્યાં હતાં. જોકે, વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે તેઓ ફિલ્મ દરમિયાન અમિતાભ સાથે વાત કરવા ઈચ્છતા હતાં પરંતુ કામમાં વ્યસ્ત હોવાને કારમે બિગ બીએ તેમની સાથે વાત ના કરી. તેમણે કહ્યું હતું કે ‘ઉમરાવજાન’માં રેખાની સાથે કામ કરવાનો અનુભવ તેમને જીવનભર યાદ રહેશે અને તે આજે પણ તેમને યાદ કરે છે.

ફારુખ ઝફર સાથેની વાતચીતના મુખ્ય અંશો

સવાલઃ તમને ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચનની બેગમનો રોલ કરવાની તક મળી, તમે અન્ય પાત્રો તથા આ પાત્રમાં શું ખાસ લાગ્યું?
જવાબઃ
હું અમિતાભ બચ્ચનને ઘણાં જ પસંદ કરું છું. જ્યારે મને આ રોલ કરવાની તક મળી તો મારા મનમાં ‘સિલસિલા’વાળા અમિતાભની ઈમેજ હતી પરંતુ જ્યારે મેં આ અમિતાભને જોયા, જેમનો ગંદો ચહેરો, મોટું નાક, આ બધું જોઈને મને ચીડ થઈ હતી.

સવાલઃ તમારી ઉંમર અમિતાભ કરતાં વધારે છે. મોટાભાગની ફિલ્મમાં તમને એક સ્પેશિયલ રોલ કરવાની તક મળી, ઉંમરને કારણે તમને અસહજતા ફીલ નથી થતી?
જવાબઃ
ના આવું બિલકુલ નથી. મને જે કહેવામાં આવ્યું, તે મેં કર્યું. ઉંમરને કારણે કોઈ વાંધો આવ્યો નહોતો.

સવાલઃ ફિલ્મના રોલ તથા ડાયલોગ ડિલિવરી માટે શું તૈયારી કરી હતી. કોઈ મુશ્કેલી આવી હોય અને કેવી રીતે સમય મેનેજ કર્યો?
જવાબઃ
ના, કોઈ તૈયારી કરી નહોતી. મને ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે તમારે ફિલ્મમાં અમિતાભ બચ્ચનની બેગમનો રોલ કરવાનો છે. અમિતાભ ‘મિર્ઝા’ના રોલમાં છે, જે લાલચી માણસ છે. તમારે આ ડાયલોગ બોલવાના છે. મેં બોલી દીધા હતાં. ડિરેક્ટરે મને કહ્યું હતું કે તમે જેવા છો એવા જ રહેવાનું છે. કોઈ ફેરફાર કરવાનો નથી. તમારે એકદમ નેચરલ રીતે ડાયલોગ બોલવાનો છે. મેં તમામ ડાયલોગ એ જ રીતે બોલ્યા હતાં.

એક ઈવેન્ટમાં ફારુખ ઝફર

સવાલઃ ફિલ્મના શૂટિંગ સમયે અમિતાભ બચ્ચન કે આયુષ્માન ખુરાનાની સાથે એવું કંઈ થયું હોય, તેનો કિસ્સો તમે કહેવા ઈચ્છતા હોવ તો?
જવાબઃ
ફિલ્મ દરમિયાન ક્યારેય અલગથી અમિતાભ બચ્ચન સાથે મુલાકાત થઈ નથી અને આયુષ્માન સાથે પણ નહોતી થઈ. તો એવો કોઈ કિસ્સો છે જ નહીં. મને જે બોલવાનું કહ્યું હતું, હું તે બોલી ગઈ હતી. હું તો ઈચ્છતી હતી કે મારી મુલાકાત થાય અને તેમની સાથે વાત કરું પરંતુ આવું શક્ય બન્યું નહીં. અમિતાભ પોતાનો રોલ કરતાં અને જતા રહેતા. કોઈ વાત કરી શકી નહીં.

સવાલઃ તમને કોની સાથે કામ કરવાની મજા આવી? તમે તો શાહરુખ, સલમાન, આમિર સહિત લોકપ્રિય સ્ટાર્સ સાથે કામ કર્યું છે. હવે તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું?
જવાબઃ
મને આમિર ખાન સાથે કામ કરવાનું ગમ્યું હતું. ‘પીપલી લાઈવ’માં જે લોકપ્રિયતા મળી તે આમિરને કારણે મળી હતી. આમ તો મને ‘ઉમરાવજાન’ રેખા સાથે કામ કરવાની પણ મજા આવી હતી. હું તેને યાદ કરું છું. મેં આ ફિલ્મના ઘણાં સંવાદો બદલી નાખ્યા હતાં. મને સૌથી વધારે રેખાની સાથે કામ કરવાનું ગમ્યું હતું.

સવાલઃ ફિલ્મ અને ડ્રામામાં કેવી રીતે આવ્યા? એવું તો શું બન્યું કે તમે ફિલ્મમાં કામ કરી રહ્યાં છો?
જવાબઃ
અચાનક જ ડ્રામામાં આવી ગઈ હતી. દિલ્હીમાં મારા મિત્રના ઘરે પાર્ટી હતી. મારી આદત ગામડાંની બોલી બોલવાની હતી. અમારા ત્યાં એક બોલી છે, ‘કા રાજૂ હર દમ રેડિયો કી તરક કહે ચકરાયા કરત હો, કૌનવ ઔર કામ નહીં હૈં ક્યા.’ હું નોકરની નકલ કરતી રહેતી હતી. આ દરમિયાન દિલ્હીની પાર્ટીમાં એસ એસ ઠાકુરે મને જોઈ અને મારી બોલી સાંભળીને મને થિયેટરમાં કામ કરવાની તક આપી.

સવાલઃ તમે ઓલ ઈન્ડિયા રેડિયો કેમ છોડ્યો, એવું તો શું બન્યું હતું?
જવાબઃ
મારી માતા ઘર પર એકલી હતી અને આથી જ મેં રેડિયોની નોકરી છોડી દીધી હતી. હું મારી માતા પાસે લખનઉ આવી ગઈ. મેં લગભગ પાંચ વર્ષ રેડિયોમાં કામ કર્યું હતું. જોકે, તે સમયે હું મારી માતાની સમસ્યા જોઈ શકું એમ નહોતી. આથી જ ઓલ ઈન્ડિયા રેડિયોની નોકરી છોડવી પડી હતી.

‘ગુલાબો સિતાબો’ની બેગમ ફારુખ ઝફર કોણ છે?
ફારુખ ઝફરે 1981માં ફિલ્મ ‘ઉમરાવ જાન’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે રેખાની માતાનો રોલ પ્લે કર્યો હતો. બોલિવૂડમાં આવ્યા પહેલાં તેઓ રેડિયો અનાઉન્સરનું કામ કરતાં હતાં. 1963માં તેમણે લખનઉના વિવિધ ભારતી રેડિયો સ્ટેસનમાં અનાઉન્સર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.

ફારુખે 23 વર્ષ બાદ વર્ષ 2004માં શાહરુખની ફિલ્મ ‘સ્વદેશ’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. આ ઉપરાંત તેમણે ‘પીપલી લાઈવ’, ‘પાર્ચ્ડ’, ‘સુલ્તાન’ તથા ‘સીક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમના પતિ સ્વતંત્રતા સેનાની તથા પત્રકાર હતાં. તેમને બે દીકરીઓ મેહરુ તથા શાહીન છે. મેહરુ ઝફર લેખિકા છે.

નવાઝુદ્દીન સાથે ફારુખ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
gulabo sitabo fame farooq zafar interview


from Divya Bhaskar https://ift.tt/2MYBIp2
https://ift.tt/3d2d8hL

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...