Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/16/new-project_1592280873.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/16/new-project_1592280873.jpg. Show all posts

Tuesday, June 16, 2020

સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચાર સાંભળ્યા બાદ ભાભી સુધા દેવીનું બિહારમાં અવસાન

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને કારણે પરિવાર, ચાહકો તથા બોલિવૂડ ઘેરા આઘાતમાં છે. સુશાંતની આત્મહત્યાનો આઘાત એક્ટરના કાકાના દીકરાની પત્ની એટલે કે સુશાંતની ભાભી સુધા દેવી સહન કરી શક્યા નહીં.સુશાંતની આત્મહત્યાના ન્યૂઝ મળ્યા બાદ પુર્ણિયા જિલ્લા સ્થિત પૈતૃક ગામમાં રહેતા સુધા દેવીનું અવસાન થયું હતું. તેમની તબિયત કેટલાંક દિવસથી સારી નહોતી, તેમ જાણવા મળ્યું હતું.

સુશાંત સિંહ રાજપૂતનું પૈતૃક ગામ પુર્ણિયા જિલ્લાનું મલડીહા છે. સુશાંતના આત્મહત્યના ન્યૂઝ જ્યારે ગામમાં આવ્યા ત્યારે ભાભી સુધા દેવીને આઘાત લાગ્યો હતો અને તે ડિપ્રેશનનો શિકાર બની ગયા હતાં. તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. અહીંયા મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે સમયે સુધા દેવીના નિધનના ન્યૂઝ આવ્યા હતાં.

સોમવાર સાંજે નિધન થયું
પરિવારના નિકટના સંબંધીઓ પ્રમાણે, સુધા દેવીનું નિધન લગભગ તે જ સમયે થયું જ્યારે સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં અંતિમ સંસ્કાર થઈ રહ્યાં હતાં. સુશાંતના નિધન બાદ હવે ભાભીના મોતથી પરિવારને વધુ એક આઘાત લાગ્યો છે.

મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર
ઉલ્લેખનીય છે કે 14 જૂનના રોજ સુશાંતે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. બીજા દિવસે એટલે કે 15 જૂને સાંજે પાંત વાગે વિલે પાર્લેના પવન હંસ સ્મશાનઘાટમાં સુશાંતના અંતિમ સંસ્કાર થયા હતાં. અંતિમ સંસ્કારમાં પિતા, બહેન તથા પરિવારના નિકટના સભ્યો ઉપરાંત બોલિવૂડમાંથી શ્રદ્ધા કપૂર, વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી, વરુણ શર્મા, ક્રિસ્ટલ ડિસોઝા, અર્જુન બિજલાણી, અભિષેક કપૂર, રણવીર સૌરી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં. સુશાંતની નિકટની મિત્ર રિયા ચક્રવર્તી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ
અંતિમ સંસ્કાર પહેલાં બિહારથી સુશાંતના પિતા, બહેન તથા પરિવારના નિકટના સભ્યો મુંબઈ આવ્યા હતાં. પરિવાર માટે આ વાત સ્વીકાર કરવી મુશ્કેલ હતી કે 34 વર્ષીય સુશાંત આત્મહત્યા કરી શકે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્વાસ રુંધાવવાને કારણે સુશાંતનું નિધન થયું છે. શરૂઆતના રિપોર્ટમાં સુશાંતના શરીરમાંથી કોઈ ઝેર કે કેમિકલ મળી આવ્યું નથી.

સુશાંતના ફોન રેકોર્ડ્સની તપાસ શરૂ
સુશાંત સિંહ રાજપૂતની બહેને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે એક્ટર છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. થોડાં દિવસથી તેની તબિયત સારી નહોતી. જોકે, તેમને એ ખ્યાલ નહોતો કે સુશાંત આવું પગલું ભરશે. પોલીસે સુશાંતના ફોન રેકોર્ડ્સની તપાસ કરવાનું શરૂ કર્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actor Sushant Singh Rajput's sister-in-law Sudha Devi dies in Bihar


from Divya Bhaskar https://ift.tt/2zA6wcC
https://ift.tt/2Y3Ck2T

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...