Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/17-6-4_1592403838.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/17-6-4_1592403838.jpg. Show all posts

Wednesday, June 17, 2020

ફેનના કહેવા પર સુશાંત સિંહે 1 કરોડ રૂપિયા દાન કર્યા, કેરળ અને આસામના પૂરગ્રસ્તો માટે 2.5 કરોડ રૂપિયા દાન કર્યા હતા

34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ લોકો તેના યાદગાર કિસ્સા શેર કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો 2018નો છે જ્યારે કેરળમાં ભયાનક પૂર આવ્યું હતું. પૂરથી લાખો લોકો પ્રભાવિતથયા હતા. સુશાંતના એક ફેને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પણ હું અમુક ખાવાનો સામાન દાન કરવા ઇચ્છુ છું. કઈ રીતે કરું.

સુશાંતે ફેનને જવાબ આપ્યો કે, હું તારા નામથી 1 કરોડ રૂપિયા દાન કરી દઉં છું. ત્યારબાદ સુશાંતે ડોનેશન કરીને સ્ક્રીનશોટ શેર કરી તે ફેનને આ મોકો આપવા બદલ આભાર માન્યો અને લખ્યું, મારા મિત્ર જેવું તું ઈચ્છતો હતો એવું મેં કરી દીધું.

1 વર્ષમાં 3.5 કરોડ રૂપિયા દાન કર્યા
ફેનના નામ પર 1 કરોડ દાન કર્યા સિવાય તેણે 2018-19 વચ્ચે વધુ 2.5 કરોડ રૂપિયા દાન કર્યા હતા. તેણે 2018માં આસામમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે 1.25 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. સુશાંતને યાદ કરીને રાઇટર- ડિરેક્ટર ચારુદત્ત આચાર્યે આ વાત ફેસબુક પર કરી હતી. ચારુદત્તના પિતા પીબી આચાર્ય 2014-19 સુધી આસામના ગવર્નર હતા.

કેરળને પૂર સમયે આર્થિક સહાય કરનાર એક્ટરના મૃત્યુ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ તેને યાદ કર્યો હતો. તેમણે લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે. હું દુઃખની આ સ્થિતિમાં તેમના પરિવાર, મિત્રો અને ફેન્સની સાથે છું. સાથે જ કેરળમાં આવેલ પૂરના સમયની તેમની મદદને યાદ પણ કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When Sushant Singh Rajput donated 3.5 crore in one year for Assam and Kerala floods


from Divya Bhaskar https://ift.tt/2BbKopr
https://ift.tt/3dbfHhB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...