Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/1_1592369027.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/1_1592369027.jpg. Show all posts

Wednesday, June 17, 2020

સુશાંતના પાંચ વર્ષના ભાણીયાને મામાના નિધનના સમાચાર મળ્યાં તો માતાને કહ્યું, તે તમારા હૃદયમાં તો રહેશે ને

સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક નિધનથી પરિવાર તથા ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. સુશાંત હવે આ દુનિયામાં નથી, આ વાતની જાણ અમેરિકામાં રહેતા તેના પાંચ વર્ષના ભાણીયા નિર્વાણને થઈ ત્યારે તેણે હૃદયને સ્પર્શી જતી વાત કરી હતી. તેની પ્રતિક્રિયા આંખ ભીની કરનારી હતી. સુશાંતની બહેન શ્વેતા સિંહે દીકરાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

નિર્વાણે કહ્યું, તે તમારા દિલમાં તો જીવતા છે ને
સોમવાર (15 જૂન) રાત્રે શ્વેતાએ ફેસબુકમાં કહ્યું હતું, ‘જ્યારે મેં નિર્વાણને એમ કહ્યું કે તેના મામા હવે નથી રહ્યાં તો તેણે તરત જ કહ્યું કે તે તમારા દિલમાં તો છે. જ્યારે પાંચ વર્ષનું બાળક આ રીતની વાત કરી શકે છે તો જરા વિચારો આપણે બધાએ કેટલું મજબૂત બનવાનું છે. તમામ લોકો સ્ટ્રોંગ બનેઅને ખાસ કરીને સુશાંતના ચાહકો. મહેરબાની કરીને સમજો કે તે આપણાં હૃદયમાં તો છે અને હંમેશાં રહેશે. પ્લીઝ એવું કંઈ ના કરો, જેનાથી સુશાંતની આત્માને દુઃખ પહોંચે. મજબૂત રહો...’

રવિવારે સુશાંતે આત્મહત્યા કરી
34 વર્ષીય સુશાંતે રવિવાર, 14 જૂનના રોજ પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. તે છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલતી હતી. સુશાંત ચાર બહેનોની વચ્ચે એક માત્ર ભાઈ હતો. એક બહેનનું નિધન થઈ ગયું હતું એટલે ત્રણ બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે.

શ્વેતા ભાઈના અંતિમ દર્શન કરી શકી નહીં
સુશાંતના 15 જૂનના રોજ સાંજે પાંચ વાગે મુંબઈના વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ સમયે સુશાંતના પિતા, બે બહેનો, જીજાજી તથા પરિવારના નિકટના સભ્યો હાજર રહ્યાં હતાં. શ્વેતા 16 જૂને રાત્રે અમેરિકાથી ભારત આવવાની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
When Sushant's five-year-old niece got the news of her uncle's death, he told his mother, "It will stay in your heart."


from Divya Bhaskar https://ift.tt/3d6slOz
https://ift.tt/37J7DDC

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...