Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/jubin_1592371859.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/jubin_1592371859.jpg. Show all posts

Wednesday, June 17, 2020

જુબિન નોટિયાલને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ મળ્યો, પહેલીવાર ઇંગ્લિશ સોન્ગ ગાવાનો અનુભવ શેર કર્યો

સિંગર જુબિન નોટિયાલ પહેલીવાર ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં સિંગિંગ કરવા જઈ રહ્યો છે. આ ઇંગ્લિશ ફિલ્મ છે જે હિન્દીમાં ડબ થઈને ભારતમાં રિલીઝ થશે. આ પ્રોજેક્ટ વિશેની વાતો જુબિને શેર કરી છે.

ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં કામ કરવાનો મોકો કઈ રીતે મળ્યો?
ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ વિનર રહેલ શોર્ટ ફિલ્મ ડેમ બેન્ગર પર હવે ફીચર ફિલ્મ બની રહી છે. આ મર્ડર મિસ્ટ્રી છે. આ અંગ્રેજી ફિલ્મ હિન્દીમાં ડબ થઈને ભારતમાં રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયામાં જે આને ડિસ્ટ્રિબ્યુટ કરી રહ્યા છે તેમણે આ ફિલ્મના ડિરેક્ટર જોન સાથે મારી મુલાકાત કરાવી. એક ગીત ડિરેક્ટરને મોકલવામાં આવ્યું જે તેમને ઘણું ગમ્યું. તેમણે કહ્યું કે આ સોન્ગ અંગ્રેજીમાં બની શકે ? ત્યારે અમે આ સોન્ગ અંગ્રેજીમાં બનાવ્યું.

પહેલીવાર અંગ્રેજીમાં ગાઈ રહ્યો છું, જે ઇન્ટરનેશનલી રિલીઝ થશે. રિલીઝ ડેટની રાહ છે. આ મ્યુઝિકમાં રોકી ખન્ના, શિવ મલ્હોત્રા અને મેં કામ કર્યું છે. આના ઇંગ્લિશ લિરિક્સ શિવ મલ્હોત્રા લખશે, જ્યારે હિન્દી લિરિક્સ રોકી ખન્ના લખશે અને કમ્પોઝ હું કરીશ. રસપ્રદ વાત એ છે કે 13-14 વર્ષના ઇબ્રાહિમ ખન્નાએ આનું મ્યુઝિક પ્રોગ્રામિંગ અને પ્રોડ્યુસ કર્યું છે.

ઇન્ડિયન સિંગિંગની સામે ત્યાંની સિંગિંગ મેથડ કેટલી અલગ છે?
અહિયાંનું અને ત્યાંનું મ્યુઝિક ઘણું અલગ છે. કામ કરવાની રીત અલગ છે. આનું જે મ્યુઝિક છે તે ભારતમાં જાનસાર પહાડોમાં બની રહ્યું છે. એટલે મ્યુઝિકમાં ઉત્તરાખંડના પહાડોની મહેક જરૂર આવશે.

શું નવું શીખવા મળ્યું?
આમાં 70ના દશકના રોક એન્ડ રોલ મ્યુઝિકને રિપીટ કરવામાં આવશે. એક સમય હતો જ્યારે દુનિયામાં રોક એન્ડ રોલ મ્યુઝિક વાગતું હતું. તેમાં માત્ર લાઈવ ડબ જ નહીં પણ લાઈવ રેકોર્ડ પણ થતું હતું. અમે આમાં લાઈવ પ્રોસેસ રાખી છે.

લોકડાઉનમાં મુશ્કેલી વધી હશે?
આ ઘણું ચેલેંજિંગ હતું. મને લાગે છે સંઘર્ષની આગળ જીત છે. અમે લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. આના એક એક મ્યુઝિકને જોડ્યું છે. માટે આ પ્રોજેક્ટ રિલીઝ કરવા માટે તૈયાર છે અને હું એને માણી રહ્યો છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jubin Nautiyal got international project, told how was the experience of giving voice in English song for the first time


from Divya Bhaskar https://ift.tt/30Nn5wO
https://ift.tt/37BAtp9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...