Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/kriti-s1592315698_1592377433.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/kriti-s1592315698_1592377433.jpg. Show all posts

Wednesday, June 17, 2020

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુથી ફરી ભાવુક થઇ કૃતિ સેનન, લખ્યું - કાશ તે તને પ્રેમ કરતા લોકોને તારાથી દૂર ન કર્યા હોત

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન 2017માં રિલીઝ થયેલ ફિલ્મ રાબતામાં સાથે દેખાયા હતા. ફિલ્મ બાદ તેઓની મિત્રતા ગાઢ થઇ ગઈ હતી. સાથે એવી પણ અફવા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આવામાં સુશાંતે અચાનક આત્મહત્યા કરી લેતા કૃતિ ઘણી આઘાતમાં છે. મૃત્યુના ત્રીજા દિવસે સુશાંતને યાદ કરીને તેણે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

સુશાંત સાથેના ફોટોઝ શેર કરીને તેણે લખ્યું કે, સુશ, મને ખબર હતી કે તારું દિમાગ એકદમ બ્રિલિયન્ટ છે જે તારું મિત્ર પણ છે અને દુશ્મન... પણ હું એ વાતથી એકદમ તૂટી ગઈ છું કે તારી લાઈફમાં એક ઘડી એવી આવી જ્યાં તને જીવવા કરતાં મરી જવું વધુ સરળ લાગ્યું. કાશ તારી પાસે એ ઘડીએ લોકો હોત અને એ ક્ષણ પસાર થઇ ગઈ હોત. એ ઘડીએ કાશ તે તને પ્રેમ કરનારાને તારાથી દૂર ન કર્યા હોત... કાશ હું તારી અંદર જે તૂટ્યું હતું એને સરખું કરી શકત... હું ન કરી શકી.

તેણે આગળ લખ્યું હતું કે, હું ઘણું બધું ઇચ્છુ છું. તારી સાથે મારા હૃદયનો એક ટુકડો જતો રહ્યો છે અને તે હંમેશાં તને જીવતો રાખશે. તારી ખુશી માટે પ્રાર્થના કરવાનું ક્યારેય નથી મૂક્યું અને ક્યારેય મૂકીશ પણ નહીં.

અંતિમ સંસ્કારમાં કૃતિ સામેલ થઇ હતી
14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ સોમવારે અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતા. તેમાં કૃતિ સેનન સાથે રિયા ચક્રવર્તી, શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, વિવેક ઓબેરોય સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા.

View this post on Instagram

#kritisanon at #SushantSinghRajput funeral #rip 🙏

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jun 15, 2020 at 3:39am PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kriti Sanon gets emotional again after the death of Sushant Singh Rajput, wrote 'i wish you hadn’t pushed the ones who loved you away'


from Divya Bhaskar https://ift.tt/2AAnmZD
https://ift.tt/3fAjBCf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...