Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/18-6-2_1592463785.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/18-6-2_1592463785.jpg. Show all posts

Thursday, June 18, 2020

ડિરેક્ટર મુકેશ છાબરા બાદ રિયા ચક્રવર્તી સ્ટેટમેન્ટ આપવા પોલીસ સ્ટેશન પહોંચી, સુશાંતના પિતા, બહેન અને મેનેજરના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ગયા

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ વારાફરતી લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે. સુશાંત સાથે જોડાયેલ લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે. આજે ગુરુવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પોલીસે પૂછપરછ માટે બોલાવી છે. બાંદ્રા પોલીસ સ્ટેશને તે પહોંચી ગઈ છે.

સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની ઉંમરે રવિવારે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના પરિવારના સભ્યો મુંબઈ આવ્યા ત્યારબાદ સોમવારે તેની અંતિમ વિધિ કરવામાં આવી. રિયા ચક્રવર્તી કૂપર હોસ્પિટલ પણ ગઈ હતી જ્યાં સુશાંતના મૃત્યુ બાદ તેના પાર્થિવ દેહને રાખવામાં આવ્યું હતું. શરૂઆતની તપાસમાં આ વાત સામે આવી છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો. તેના ઘરેથી ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન અને દવાઓ મળી છે.

ફિલ્મ અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું સ્ટેટમેન્ટ
આ કેસમાં અગાઉ મુંબઈના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અભિષેક ત્રીમુખે ફિલ્મ અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. છાબરાએ પોલીસને જણાવ્યું કે, રાજપૂત એક સારો એક્ટર હતો અને તેના રાજપૂત સાથે સારા સંબંધો હતા. મુકેશ છાબરાએ સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 8 મેના થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે પોસ્ટપોન થઇ.

સુશાંતના મેનેજરનું સ્ટેટમેન્ટ
પોલીસ સુશાંતના ફાઇનાન્સ, બિઝનેસ અને બોલિવૂડમાં તેમની પ્રોફાઈલને લઈને તેના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાણીની પૂછપરછ કરી છે. પોલીસે તેની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ઓક્ટોબર 2019થી જાન્યુઆરી 2020 સુધી તેઓ સાથે ન હતા.

સુશાંતના પિતાનું સ્ટેટમેન્ટ
પોલીસે મંગળવારે સુશાંતના પિતા કે.કે. સિંહનું સ્ટેટમેન્ટ લઇ લીધું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, પિતાએ જણાવ્યું કે સુશાંત પ્રોફેશનલ કારણોને લઈને ચિંતામાં હતો. દીકરાને સ્ટ્રેસમાં જોઈને તેમણે કહ્યું હતું કે થોડા દિવસ માટે તે તેની પાસે આવી જાય, પરંતુ સુશાંતે ના પાડી દીધી હતી. તેણે પિતાને કહ્યું હતું કે, તમે ચિંતા ન કરો, હું બધું સરખું કરી લઈશ. તેમણે કોઈ પર શંકા હોવાનું પણ જણાવ્યું નથી. તેમણે એવું કહ્યું કે સુશાંત મોટેભાગે મુરઝાયેલો રહેતો હતો.

સુશાંતની બહેનોનું સ્ટેટમેન્ટ
સૂત્રોના જણાવ્યા મુજબ, સુશાંતની બે બહેનોએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, બોલિવૂડમાં ચાલી રહેલ નિપોટિઝમ એટલે કે સગાવાદને લઈને સુશાંત ચિંતામાં હતો. ડિપ્રેશનમાં આવ્યા બાદ જ્યારે તે તેમની સાથે ફોન પર વાત કરતો ત્યારે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થતા ભેદભાવપૂર્ણ વ્યવહારની વાત કરીને ફ્રસ્ટ્રેશન કાઢતો હતો. પોલીસે જ્યારે તેમને પૂછ્યું કે તેઓ કોઈ વિરુદ્ધ અંગત ફરિયાદ કરવા ઈચ્છે છે તો તેમણે કહ્યું કે સુશાંતે કોઈ વ્યક્તિની વિરુદ્ધ ક્યારેય કઈ નથી કહ્યું, પણ બોલિવૂડમાં ચારે બાજુથી થઇ રહેલ બોયકોટ અને મુશ્કેલીઓનો ઉલ્લેખ જ કર્યો.

સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું હતું કે, સુશાંતના મૃત્યુની તપાસ પ્રોફેશનલ રાઈવલરીના એન્ગલને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rhea Chakraborty has been called for interrogation by police, in connection with Sushant's suicide case


from Divya Bhaskar https://ift.tt/2YK0D5f
https://ift.tt/2Y9f2J0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...