Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/ab1592480551_1592481847.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/ab1592480551_1592481847.jpg. Show all posts

Thursday, June 18, 2020

‘બ્રીધઃ ઈન ટૂ ધ શેડોઝ’માં અભિષેક બચ્ચનનો ઈન્ટેન્સ લુક, 10 જુલાઈએ એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે

સાયકો ક્રાઈમ થ્રિલર વેબસીરિઝ ‘બ્રીધ’ સાથે અભિષેક બચ્ચન ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. ગયા અઠવાડિયે આ એમેઝોન ઓરિજિનલ ‘બ્રીધઃ ઈન ટૂ શેડોઝ’ની લોન્ચિંગ ડેટ જાહેર કરવામાં આવી હતી અને હવે અભિષેક બચ્ચને ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

‘બ્રીધ 2’માં અમિત સાધ ફરી એકવાર સીનિયર ઈન્સ્પેક્ટર કબીર સાવંતના રોલમાં જોવા મળશે. 10 જુલાઈ, 20202ના રોજ સ્ટ્રીમ થનાર આ સીરિઝમાં નિત્યા મેનન તથા સૈય્યમી ખેર પણ છે.

અભિષેક બચ્ચન સીરિઝના ફર્સ્ટ લુકમાં ઘણો જ ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યો છે. પોસ્ટરમાં અભિષેક બચ્ચન એક ખોવાયેલી બાળકીનું પોસ્ટર હાથમાં પકડીને બેઠો છે, અભિષેકે ફર્સ્ટ લુક શૅર કરીને કહ્યું હતું, સિયા, પાછી આવી જા.

ફર્સ્ટ લુકને લઈ અભિષેક બચ્ચને કહ્યું હતું, ‘બ્રીધઃ ઈન ટૂ ધ શેડોઝ’ની સાથે મારું ડિજિટલ ઓન સ્ક્રીન ડેબ્યૂ થઈ રહ્યું છે. ગયા અઠવાડિયે આની જાહેરાત કરવામાં આવી હતી અને હું આ સીરિઝને લઈ ઘણો જ ઉત્સાહમાં છું. મને જે પ્રેમ તથા સપોર્ટ મળ્યો છે, તે નવા દર્શકો સાથે જોડાવામાં મદદ કરશે અને મારો વિશ્વાસ વધી ગયો છે. હું મારી પહેલી ડિજિટલ સીરિઝને લોન્ચ કરીને ઘણો જ ખુશ છું.

આ સીરિઝનેમયંક શર્માએ ડિરેક્ટ કરી છે. સીરિઝને ભવાની અય્યર, વિક્રમ તુલી, અરશદ સૈયદ તથા મયંક શર્માએ લખી છે. શોનું ટ્રેલર પહેલી જુલાઈએ આવશે. આ સીરિઝની પહેલી સિઝનમાં આર માધવન લીડ રોલમાં હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
first look of abhishek bachchan in web series 'Breathe: In the Shadows'


from Divya Bhaskar https://ift.tt/3fyZ4xN
https://ift.tt/2UWJfJj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...