સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી પરંતુ તેની યાદો હંમેશાં આપણી સાથે રહેશે. સેલેબ્સ સુશાંત સાથે જોડાયેલી યાદો સોશિયલ મીડિયામાં શૅર કરી રહ્યાં છે. હવે, વિકાસ ગુપ્તાએ સુશાંત સાથેની જૂની તસવીર શૅર કરીને એક્ટર અંગેવાત કરી હતી. આ તસવીરમાં સુશાંત, અંકિતા લોખંડે, પૂજા ગોર, રાજ સિંહ અરોરા, વિકાસ તથા અન્ય કેટલાંક લોકો જોવા મળે છે. આ તસવીર સાથે વિકાસે ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી અને સુશાંતને ‘કેર ફ્રી તથા ટેન્શન ફ્રી’ કહ્યો હતો. ઉલ્લેખનીય છે કે વિકાસ ગુપ્તા ટીવી પ્રોડ્યૂસર, ક્રિએટિવ ડિરેક્ટર, સ્ક્રીનરાઈટર તરીકે લોકપ્રિય છે. આ ઉપરાંત વિકાસ ગુપ્તા ‘બિગ બોસ 11’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો અને શોમાં તે માસ્ટર માઈન્ડ તરીકે લોકપ્રિય થયો હતો.
વિકાસે શું પોસ્ટ કરી?
વિકાસે કહ્યું હતું, ‘આ એ સમય હતો જ્યારે મેં તેને એકદમ નિશ્ચિંત, મસ્તીમાં અને ખુશમિજાજ યુવક તરીકે જોયો હતો. તેને કોઈ પણ વાતની પરવા નહોતી. તેણે ભારતીય ટેલિવિઝનનો નંબર વન શો છોડી દીધોહતો અને અમે અઠવાડિયા સુધી કંઈ જ ના કરતાં અને એમ જ સમય પસાર કરતાં હતાં. અમે ચા-કૉફીનો પ્લાન બનાવતા અને ફિલ્મમેકિંગ પર વાત કરતાં હતાં. મને યાદ છે કે તેણે ‘ઔરંગઝેબ’માં કામ કરવાની ના પાડી દીધી હતી, કારણ કે તેણે બીજા ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે કે તેણે એમ પણ કહ્યું હતું કે તે કેવી રીતે યશરાજને ના પાડશે. જોકે, તે આવું કરી શક્યો, કારણ કે તસવીરમાં વચ્ચે જે યુવતી (અંકિતા) નજર આવે છે, તે કહેતી કે તારે એ જ કરવું, જે તને ખુશી આપે છે. અમે બાકીની વસ્તુઓ કરી લઈશું, જ્યારે તું સ્યોર હોઈશ અને તે એ જ રીતે દાંત બતાવીને હસી લેતો, જે રીતે આ તસવીરમાં હસે છે.’
View this post on InstagramA post shared by Vikas Guppta (@lostboyjourney) on Jun 17, 2020 at 7:42pm PDT
વિકાસે આગળ કહ્યું હતું, ‘અમે પ્રાર્થના કરતાં હતાં કે તેને પરિણીતી ચોપરા સાથે કોઈ ફિલ્મ મળી જાય, કારણ કે તેણે ‘ઈશ્કઝાદે’માં કમાલનું કામ કર્યું હતું. મેં તેને એક શોની વાર્તા નેરેટ કરી હતી અને તેમાંથી તેને ‘કાઈ પો છે’ ફિલ્મ મળી ગઈ હતી. તેણે મને કહ્યું હતું કે કેવી રીતે તેણે કોઈ પણ જાતના હિસાબ વગર ‘પીકે’ સાઈન કરી લીધી હતી અને પછી તેણે ફિલ્મ‘શુદ્ધ દેસી રોમાન્સ’ પરિણીતી ચોપરા સાથે સાઈન કરી હતી. અંકિતાએ મિત્રોને ઘરે બોલાવ્યા હતાં.’
વિકાસે છેલ્લે કહ્યું હતું, ‘હવે તો બસ યાદો જ રહી ગઈ છે. હું તેને હંમેશાં દાંત બતાવીને હસતા યુવક તરીકે યાદ કરવા માગીશ, જે ટેન્શન ફ્રી હતો, કારણ કે ટેન્શન અંકિતાને જોઈને ભાગી જતું હતું. અંકિતા તું તેના માટે શૉક એર્બ્ઝોર્વર હતી અને તેને ત્યાં સુધી ના છોડતી જ્યાં સુધી તેના ચહેરા પર તે હાસ્ય પાછું આવી જાય.’
નોંધનીયછે કે સુશાંતે 14 જૂને મુંબઈમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના અંતિમ સંસ્કાર વિલે પાર્લેમાં 15 જૂનના રોજ કરવામાં આવ્યા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fANX7q
https://ift.tt/2YKcwZ1