Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/phpthumbgeneratedthumbnail1_1592455176.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/18/phpthumbgeneratedthumbnail1_1592455176.jpg. Show all posts

Thursday, June 18, 2020

સલમાન ખાન પર જીયા ખાનની માતાનો ગંભીર આરોપ, કહ્યું- તેને મારી દીકરીના મૃત્યુની તપાસને પ્રભાવિત કરવાની ટ્રાય કરી હતી

ફિલ્મ દબંગના ડિરેક્ટર અભિનવ સિંહ કશ્યપે હાલમાં જ સલમાન ખાન અને તેના પરિવાર પર ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે લેટ એક્ટ્રેસ જીયા ખાનની માતા રાબિયા આમિને પણ સલમાન વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે જીયાના મૃત્યુના કેસમાં સૂરજ પંચોલીને બચાવવા માટે સલમાન પર તપાસ પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે.

રાબિયાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને દુઃખ વ્યક્ત કર્યું. વીડિયોમાં તેમણે કહ્યું કે, મારી સહાનુભૂતિ સુશાંતના પરિવાર સાથે છે , આ ઘણું દુખદ છે, આ કોઈ મજાક નથી. બોલિવૂડે જાગવું પડશે, બોલિવૂડે બદલવું પડશે. બોલિવૂડે બુલિંગ કરવાનું સાવ બંધ કરવું પડશે. મારા મત મુજબ બુલિંગ પણ એક પ્રકારની હત્યા જ છે.

ઓફિસરને રોજ સલમાનના ફોન આવતા હતા
આગળ તેમણે કહ્યું કે, અત્યારે જે કંઈપણ ચાલી રહ્યું છે તેને મને 2015ની યાદ અપાવી દીધી જ્યારે હું એક CBI ઓફિસરને મળી હતી. તેમનો ફોન આવ્યો હતો અને તેમણે મને કહ્યું કે તમે અમારી સાથે આવો અમને થોડા ઠોંસ પુરાવાઓ મળ્યા છે. જ્યારે હું તેમને મળવા ગઈ તો તેમણે મને કહ્યું કે તેમને સલમાન ખાનનો ફોન આવ્યો હતો, રોજ ફોન આવે છે, તે કહે છે કે તેણે ઘણા પૈસાનું રોકાણ કર્યું છે, કૃપા કરીને સૂરજને હેરાન ન કરો, તેની પૂછપરછ ન કરો અને તેને સ્પર્શ પણ ન કરો. તો આવામાં અમે શું કરીએ મેડમ.

ટોક્સિક વર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અપીલ
રાબિયાએ આગળ જણાવ્યું કે, તે અધિકારી પણ ઘણા ગુસ્સામાં અને ચિંતામાં હતા. ત્યારબાદ મેં દિલ્હી CBIના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી. જો તેઓ લોકોને પ્રેશર આપશે, પૈસાના પાવરનો ઉપયોગ કરીને તપાસને પ્રભિત કરશે તો મને નથી ખબર પડતી કે સામાન્ય નાગરિક ક્યાં અને કોની પાસે જાય. હું ખાલી એટલું કહીશ કે બોલિવૂડમાં થતા આ ટોક્સિક વર્તન વિરુદ્ધ અવાજ ઊઠાવો અને લડો.

3જૂન, 2013ના જીયાએ આત્મહત્યા કરી હતી
જીયા ખાને 3 જૂને 2013માં મુંબઈના જુહુ વિસ્તારના તેના ઘરમાં ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી. આ કેસમાં જીયાની માતા જીયાના મૃત્યુ માટે તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને જવાબદાર ગણાવતા રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jiah Khan Mother Accuses Salman Khan of Sabotaging Investigation of Actress' Suicide in 2015 after Sushant Singh Rajput’s death


from Divya Bhaskar https://ift.tt/2UUz48m
https://ift.tt/2AELzOq

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...