Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/kangna_1592582457.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/kangna_1592582457.jpg. Show all posts

Friday, June 19, 2020

‘મુવી માફિયાઓએ કટકે કટકે સુશાંતનું લિન્ચિંગ કર્યું’, કંગનાએ સુશાંતના મોતને હત્યા ગણાવી

બિનધાસ્ત બયાનો માટે જાણીતી અભિનેત્રી કંગનાએ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી બીજી વખત વીડિયો મૂકીને ગંભીર આક્ષેપો કર્યા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા કેમ્પ, નેપોટિઝમ અને જૂથવાદે કઈ રીતે સુશાંત સિંહને આત્મહત્યા માટે મજબૂર કર્યો તે વિશે કંગનાએ નવા વીડિયોમાં ફરીથી આક્ષેપ કર્યા છે. આ વખતે કંગનાએ સુશાંત વિશે છપાયેલા ન્યૂઝની હેડલાઈનો વાંચીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત મીડિયા પર પણ આંગળી ચીંધી છે.

પોતાના વીડિયોની શરૂઆતમાં જ કંગના સુશાંતના મોતને હત્યા ગણાવતાં કહે છે, ‘સુશાંત સિંહ રાજપૂતની હત્યા પછી ઘણી વસ્તુઓ સામે આવી છે. તેના પિતાનું કહેવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલાં ટેન્શન વિશે એ ખાસ્સો પરેશાન હતો.’

નિકટના લોકોએ સુશાંતની સ્થિતિ વર્ણવી હતી
કંગનાએ કહ્યું, ‘સુશાંત સિંહ સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહેનારી અંકિતા લોખંડેનું કહેવું છે કે એ સામાજિક રીતે થઈ રહેલું અપમાન સહન કરી શકતો નહોતો. સુશાંતને જેણે લોન્ચ કર્યો હતો તે અભિષેક કપૂરે તાજેતરમાં જ સુશાંત સાથે ‘કેદારનાથ’ ફિલ્મ બનાવી હતી. તેમનું કહેવું છે કે સુશાંતનું મોત એ સિસ્ટમેટિક ડિસમેન્ટલ ઓફ અ ફ્રેજાઈલ માઈન્ડ (એક સંવેદનશીલ મનને યોજનાબદ્ધ રીતે ધ્વસ્ત કરવું) હતું.’

કટકે કટે એનું મન ભાંગવામાં આવ્યું
વીડિયોમાં કંગના આગળ કહે છે કે, ‘તો હવે હું તમને કહીશ કે મુવી માફિયાઓએ સુશાંતને બૅન કર્યો હતો એટલું જ નહીં, બલકે યોજનાબદ્ધ રીતે કટકે કટે એનું મન તોડ્યું હતું, એની હત્યા કરી હતી. સમાચારોની બ્લાઈન્ડ આઈટેમ્સ (ખાતરી કર્યા વિનાના ધારણાઓને આધારે છપાતા સમાચાર) તમે એટલા માટે જ લખો છો કેમ કે જ્યારે તમારે જુઠાણું ચલાવવું હોય છે અને કાયદેસરની કાર્યવાહીઓમાંથી પણ છટકી જવું હોય છે.’

‘તેમાં તમારું નામ નથી લખેલું હોતું, પણ તેનું એવું ડિસ્ક્રિપ્શન લખેલું હોય છે કે તમે કોના વિશે વાત થઈ રહી છે તે આસાનીથી જાણી શકો છો. જેમ કે, મારા વિશે લખવામાં આવશે કે વાંકડિયા વાળ ધરાવતી, નેશનલ અવોર્ડ જીતી ચૂકેલી યુવતી, જે સાઈકોટિક છે, મૂળ મનાલીની છે... આ રીતે આખું વર્ણન કરેલું હશે, પણ તેમાં નામ નહીં લખ્યું હોય.’

સુશાંત પર લખેલા બ્લાઈન્ડ્સ વાંચી સંભળાવ્યા
આ પછી કંગના અલગ અલગ મીડિયા હાઉસનાં નામ લઈને તેમાં છપાયેલાં સુશાંત પરના બ્લાઈન્ડ સમાચારોનાં મથાળાં વાંચી સંભળાવે છે, જેમાં સેક્સ કરતી વખતે સુશાંતની આદત, એના લુક્સની મજાક ઉડાવવી, પાર્ટીમાં કરેલાં તોફાન, કો-એક્ટર પર બળાત્કાર ગુજારવા જેવી વાતોનો સમાવેશ થાય છે. કંગના કહે છે કે આ જે બુદ્ધિજીવી, ગીધડાં, કાગડા છે, જે મુવી માફિયાઓના પાળેલા છે, એ લોકો આ મેન્ટલ, ઈમોશનલ સાઈકોલોજિકલ લિન્ચિંગને જર્નલિઝમ કહે છે.

‘આ વાતો નેપો કિડ્સ વિશે કેમ લખાતી નથી?’
પોતાની સાથે થયેલો એક કિસ્સો વર્ણવીને કંગના કહે છે કે જ્યારે એણે એક સ્વતંત્રતા સેનાનીના અપમાન સામે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે એ લોકોએ એની સામે એક ગિલ્ડ બનાવીને એની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની વાતો કરેલી. કંગના કહે છે, ‘આ સમાજ અન્યાયના પાયા પર ઊભો છે અને ક્યારેય અવાજ ઉઠાવશે નહીં.’

‘તમે આવા બ્લાઈન્ડ્સ સબડકા લઈ લઈને વાંચશો, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ નેપો કિડ્સ વિશે આવું ક્યારેય કેમ લખાતું નથી? આ અન્યાયનો ગાળિયો એક દિવસ તમારાં બાળકોનાં ગળામાં લટકતો મળી આવશે, તમારા ગળા પર આવશે ત્યારે તમને ખબર પડશે કે શું વીતે છે!’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Movie mafias lynched Sushant to death', Kangana calls Sushant's death a murder


from Divya Bhaskar https://ift.tt/2zPBLAE
https://ift.tt/3fESeqt

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...