Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/phpthumbgeneratedthumbnail_1592542571.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/phpthumbgeneratedthumbnail_1592542571.jpg. Show all posts

Friday, June 19, 2020

સુશાંત રામ લીલા અને બાજીરાવ મસ્તાની ફિલ્મ્સ માટે પહેલી પસંદ હતો, ખુલાસો કરતા કંગના બોલી, નિષ્પક્ષ તપાસ થશે તો ખુલીને વાત કરીશ

કંગના રનૌત સતત સુશાંત સિંહ રાજપૂતના સમર્થનમાં તેના મત રજૂ કરી રહી છે. ગુરુવારે તેણે મહેશ ભટ્ટને આડે હાથ લીધા હતા. તેણે એવું પણ કહ્યું કે જો આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય તો હું ખુલીને વાત કરવા તૈયાર છું. તેણે કહ્યું કે, મીડિયામાં મુકેશ ભટ્ટે સુશાંત સિંહને પરવીન બાબી જેવો કહ્યો હતો. તે એ જ રસ્તા પર આગળ વધી રહ્યો હતો. આવો મુકેશ ભટ્ટે દાવો કર્યો હતો. પર તે લોકોએ પરવીન બાબી સાથે શું કર્યું હતું તે બધાને યાદ જ છે.

મહેશ ભટ્ટે કહ્યું હતું મારો દુખદ અંત ઘણો નજીક છે: કંગના
આટલું જ નહીં મહેશ ભટ્ટે હ્રિતિક રોશન સાથેના મારા સંબંધ તૂટ્યા બાદ ઓન રેકોર્ડ કહ્યું હતું કે હ્રિતિકે મને જે પણ પુરાવાઓ દેખાડ્યા છે તેમાં એક ટ્રેજડી જોવા મળી છે. મારો ઉલ્લેખ કરીને એવું કહ્યું હતું કે મારો એક દુખદ અંત ઘણો નજીક છે. મને આશ્ચર્ય છે કે આખરે એવી કઈ વાત હતી કે તેમણે એવું કહેવું પડ્યું. ચાર વર્ષ થઇ ગયા અને કોઈ ટ્રેજડી નથી થઇ. એને કેમ વિશ્વાસ હતો કે એક ટ્રેજડી છે? તેઓ આટલા નિશ્ચિત કેમ હતા કે મારો અંત નજીક છે?

મુકેશ ભટ્ટ પર નિશાન સાધ્યું
હવે મહેશ ભટ્ટના ભાઈ આ બાબત પર તેમના મત રજૂ કરી રહ્યા છે કે સુશાંત પરવીન બાબીની રાહ પર હતો. તેઓ આવું કહેનારા કોણ છે? સુશાંત એક રેન્ક હોલ્ડર હતો. ખુદના સપનાને આગળ વધારવા માટે તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની સ્કોલરશીપ છોડી. એવું કંઈક જે તેમના છોકરાઓ વિચારી પણ ન શકે. કાલે જો તેમના બાળકો ફાંસી લગાવી લે અને કોઈ વ્યક્તિ કૂદી જાય અને વાત કરે કે આ માત્ર એટલે થયું કે તે પરવીન બાબીની જેમ બની રહ્યા હતા, હું જોવા માગું છું કે તેઓ આ બાબતે શું અનુભવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant was the first choice for 'Ram Leela' and 'Bajirao Mastani' film, revealing Kangana said 'I will talk openly when there is a fair investigation'


from Divya Bhaskar https://ift.tt/2Yf9lJO
https://ift.tt/2Yd1Wuk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...