Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/sonu_1592565309.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/19/sonu_1592565309.jpg. Show all posts

Friday, June 19, 2020

સુશાંતના મૃત્યુ પછી સોનુ નિગમની ચેતવણી-‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી પર 2 કંપનીઓનું વર્ચસ્વ, અહીંથી પણ આવી શકે છે સુસાઈડના સમાચારો’

14 જૂને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બોલિવૂડમાં ઉથલપાથલ થઇ ગઈછે. સુશાંતના સુસાઈડ પાછળનાં કારણની અનેક વાતો વહેતી થઈ છે. બોલિવૂડમાં નેપોટિઝમને તેનાં પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. તો સાથે જ કેમ્પબાજીની પણ વાતો સામે આવી રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, સુશાંતને 7 ફિલ્મોમાંથી હાંકી કઢાયો હતો. તેના બાદ સુશાંત ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે સુસાઈડ કર્યું. હકિકત શું છે તે તો પોલીસની તપાસમાં જ બહાર આવશે. આ વચ્ચે સિંગર સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના કાળા સત્યો બહાર લાવી ચેતવણી આપી છે કે, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી પણ સુસાઈડના સમાચારો મળી શકે છે.

View this post on Instagram

You might soon hear about Suicides in the Music Industry.

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on Jun 18, 2020 at 4:18am PDT

સોનુએ કહ્યું, ‘ફિલ્મોથી મોટા માફિયા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં છે’
આશરે સાડા સાત મિનિટના વીડિયોમાં સોનુ કહે છે કે, ગુડ મોર્નિંગ નમસ્તે. મેં ઘણા સમયથી વીલૉગ નથી કર્યું. ખરેખર મારો મૂડ નહતો. ભારત હાલ ઘણા પ્રેશરમાંથી પસાર થઈ રહ્યો છે. એક તો મેન્ટલ અને ઈમોશનલ પ્રેશર, સુશાંત સિંહના ચાલ્યા ગયા બાદ. દુ:ખી થવું સ્વાભાવિક છે, કારણ કે આપણી સામે એક યંગ લાઈફને જતા જોવી તે સરળ નથી. કોઈ કઠોર જ હશે જેને આ વાતથી કોઈ ફરક ન પડ્યો હોય.

આ સિવાય ભારત-ચીન વચ્ચે જે ચાલી રહ્યું છે, જેમાં ભારતના જવાનો જે કલાકો સુધી લડ્યા બાદ મૃત્યુ પામ્યા છે. હું એક ભારતીય છું અને સૌથી વધારે તમારી જેમ એક માણસ છું. મને બંને વસ્તુ સારી ન લાગી. શું ચાલી રહ્યું છે મારામારી! માણસ માણસનો મારી રહ્યો છે. આ વસ્તુઓ સમજણપૂર્વક પણ ઉકેલાઈ શકે છે જો માણસ ઈચ્છે તો. ભારત તો તે જ ઈચ્છે છે પણ સામેના પક્ષને તે મંજૂર નથી અથવા તેનો કોઈ એજન્ડા છે. તે તમામ લોકો માટે દુખની વાત છે.

સોનુએ આગળ કહ્યું કે, ‘હું આ વીડિયોના માધ્યમથી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી એક અરજી કરવા માગું છું, કારણ કે આજે સુશાંત સિંહ રાજપૂત મરી ગયો છે. એક એક્ટરે જીવ ગુમાવ્યો. કાલે ઉઠીને તમને આવા સમાચાર કોઈ સિંગરના પણ સાંભળવા મળી શકે છે અથવા તો કોઈ મ્યૂઝિક કમ્પોઝર વિશે અથવા તો કોઈ ગીતકાર વિશે. કારણ કે દેશમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો જે માહોલ છે, દુર્ભાગ્યથી ફિલ્મો કરતાં મોટો માફિયા મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં છે. હું સમજું છું કે લોકો માટે બિઝનેસ કરવો આવશ્યક છે તમામને લાગે છે તે બિઝનેસ રુલ કરે. હું નસીબદાર હતો કે ખૂબ નાની ઉંમરમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આવી ગયો અને આ જાળમાં ફસાયો નહીં, પરંતુ જે નવા યુવાનો આવ્યા તેના માટે આ યોગ્ય રસ્તો નથી.

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં બે કંપનીઓનું રાજ
સોનુએ કહ્યું કે, હું બધા સાથે વાત કરું છું. ઘણા છોકરા-છોકરીઓ મારી પાસે આવીને આ વિશે વાત કરે છે. તે લોકો ચિંતામાં છે કારણ કે નિર્માતા કામ કરવા માગે છે, નિર્દેશક કામ કરવા માગે છે, મ્યૂઝિક કમ્પોઝર પણ કામ કરવા માગે છે પરંતુ મ્યૂઝિક કંપની બોલે છે કે આ અમારા કલાકાર નથી. હું સમજી શકું છું કે તમે બધા ઘણા મોટા છો અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને કન્ટ્રોલ કરો છો કે રેડિયોમાં શું વાગશે, ફિલ્મોમાં પણ. પરંતુ આવું ના કરો. કોઈના આશીર્વાદ કે શ્રાપ ઘણી મોટી વસ્તુ હોય છે. આ યોગ્ય નથી. આ જે બે લોકોના હાથમાં તાકાત છે, માત્ર તેઓ જ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં છે અને બે કંપની છે. તેમના હાથમાં તાકાત છે તેઓ નક્કી કરે છે કે કોણ ગાશે અને કોણ નહિ.

સોનુએ પોતાની વાતમાં આગળ કહ્યું કે, હું આ બધામાંથી બહાર નીકળીને આવ્યો છું, હું મારી દુનિયામાં ઘણો ખુશ છું. પરંતુ મેં નવા સિંગર્સ, નવા કમ્પોઝાર્સ અને નવા ગીતકારની આંખો જોઈ છે, તેઓ ક્યારેક ક્યારેક રોવે પણ છે. જો તે લોકો મરી જશે તો તમારી ઉપર પણ સવાલ ઊભા થશે. મારી સાથે એવું થઇ શકે છે કે મારા સોંગ જોઈ બીજો એક્ટર નક્કી કરે. તે જ એક્ટર જેની પણ લોકો પ્રશ્નો કરી રહ્યા છે, તે કહી રહ્યો છે કે આની સાથે સોંગ ના ગવડાવો. તેણે અરિજીત સિંહ સાથે પણ આ જ કામ કર્યું છે.

સોનુએ આગળ કહ્યું કે, મેં ઘણા બધા સોંગ ગાયા છે, જેનું ડબિંગ થઇ ચૂક્યું છે. વિચારો તમે, મેં તમારી પાસે કામ માગ્યું નથી, પરંતુ તમે મને બોલાવીને મારા સોંગ ગવડાવ્યા અને પછી ડબ કરાવ્યું. આ બધું શું છે? મેં વર્ષ 1991થી મુંબઈમાં કામ કરી રહ્યો છું અને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં 1989થી કામ કરી રહ્યો છું. તમે જો મારી સાથે જ આવું કર્યું છે તો નાના બાળકો સાથે તો શું કર્યું હશે? એક સિંગર પાસે તમે 10 સોંગ ગવડાવ્યા અને પછી કહો છો કે 11માં સોંગમાં તને લઈશું. જો તું મારી કંપનીમાં છે તો જ હું તને કામ આપીશ. તું ભલે ગમે એટલો સારો કલાકાર હોય તેમ છતાં હું તારી સાથે કામ નહિ કરાવું. આ યોગ્ય નથી. મારો સમય તો પૂરો થઇ ગયો છે પણ નવા ઘણા લોકોને આ બધું સહન કરવું પડશે.

અંતમાં સોનુએ કહ્યું કે, હું જે જોઈ રહ્યો છું તે જ કરી રહ્યો છું, ઘણા લોકો કહેશે કે સોનુએ મારું નામ લીધું. પરંતુ મારું માનવું છે કે, ક્રિએટિવિટી બે લોકોના હાથમાં ના હોવી જોઈએ. હવે જો બધું તમે જ નક્કી કરશો તો મ્યૂઝિક સારું કેવી રીતે લાગશે? પહેલાં મ્યૂઝિક કેટલા સારા હતા.રાજકપૂરનું અલગ હતું, ઓપી નય્યરનું અલગ હતું અને શંકર-જય-કિશનનું અલગ. બધાનું પોતાનું વેરિએશન હતું. હાલ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સંકુચિત થઇ રહી છે. અંતમાં હું એટલું જ કહીશ કે વધારે લોકો આત્મહત્યા ના કરી લે તેના માટે તમે બધા થોડા દયાળુ થઇ જાઓ. ગોડ બ્લેસ યુ એવરીવન. થેંક યુ બાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sonu Nigam warns about suicides in music industry


from Divya Bhaskar https://ift.tt/2UWRFk8
https://ift.tt/2Ydfu9k

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...