Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-58_1592646638.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-58_1592646638.jpg. Show all posts

Saturday, June 20, 2020

કમ્પોઝર વિજુ શાહે MX પ્લેયરના ટાઈમ્સ ઓફ મ્યુઝિક શોના સેટ પરનો તેમનો અનુભવ શેર કર્યો

MX પ્લેયરનો ટાઈમ્સ ઓફ મ્યુઝિક શો એ મ્યુઝિક રિયાલિટી/ ચેટ શો છે જેમાં 20 મહાન કમ્પોઝર સાથે મળીને ફરીવાર ઇતિહાસ લખશે. Smule અને Ace2Three દ્વારા રજૂ થતા આ શોમાં કમ્પોઝર એકબીજાની ધૂનને તેમના અંદાજમાં રજૂ કરશે. 22 આઇકોનિક સોન્ગ્સને રીક્રીએટ કરવાના શોના આ ઇનોવેટિવ ફોર્મેટમાં દરેક એપિસોડમાં 2 કમ્પોઝર આવશે. બે અલગ અલગ સમયના કમ્પોઝર આવીને એકબીજાના સેલિબ્રેટેડ સોન્ગને તેમના અંદાજમાં નવી રીતે રજૂ કરશે.

બીજા એપિસોડમાં મહાન કમ્પોઝર વિજુ શાહ અને મિથુન સાથે જોવા મળશે જેમણે અનેક હિટ્સ આપ્યા છે. મિથુન વિજુ શાહનું ટિપ ટિપ બરસા પાની સોન્ગ રીક્રીએટ કરશે અને વિજુ શાહ મિથુનનું મેરે મૌલા અને જાવેદા ઝિંદગીનું તેમનું વર્ઝન પ્રેઝન્ટ કરશે.

તેમના એપિસોડની ઝલક:

https://bit.ly/TimesOfMusic_Ep2Promohttps://bit.ly/TimesOfMusic_Ep2Promo

કમ્પોઝર વિજુ શાહ સાથેની વાતચીતમાં તેમણે આ આઇકોનિક શોનો હિસ્સો બનવાનો તેમનો અનુભવ શેર કર્યો છે. ઇન્ટરવ્યૂમાં તેમણે કરેલી વાતો...

ટાઇમ્સ ઓફ મ્યુઝિક શોના ફોર્મેટ વિશે તમે શું વિચારો છો? શું તેમણે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો છે?
તે ખૂબ સરસ ફોર્મેટ છે. આ પ્રોજેક્ટ પાછળનો વિચાર - ટાઇમ્સ ઓફ મ્યુઝિક, બહુ સારું ‘મ્યુઝિક’ બનાવીશું અને હું તેમનો દિલથી આભાર માનું છું કે મને આ પ્રોજેક્ટનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. ફોર્મેટ એવું હતું કે અમારામાંના દરેક આર્ટિસ્ટની બીજા આર્ટિસ્ટ સાથે પેર બનાવવામાં આવી હતી અને અમારે એકબીજાના ગીતો રીક્રીએટ કરવાના હતા. શ્રેષ્ઠ ભાગ એ હતો કે અમારામાંથી કોઈ પર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું કે અમે કમ્પોઝ કરેલા ગીતો કોણ ગાશે વગેરે અને અમારી ક્રિએટિવિટી એક્સપ્લોર કરવા અમને પૂરી આઝાદી આપવામાં આવી હતી. અમે જે કંઇપણ બનાવ્યું તે અમે રજૂ કરવા આઝાદ હતા. હું આ માટે નિર્માતાઓનો આભાર માનું છું. જ્યારે આપણે મૂવીઝ માટે ગીતો કમ્પોઝ કરીએ છીએ ત્યારે ચારે બાજુથી ભારે દબાણ આવે છે. દિગ્દર્શકો અને નિર્માતાઓ એવી બાબતોને કન્ટ્રોલમાં રાખે છે કે કયા ગાયકે કયા ગીતો ગાવા. અમે હંમેશાં અમને ગમતું નથી કરી શકતા અને છેલ્લે તેની અસર પ્રોડક્ટ પર પડે છે.

આ પહેલાં તમે ક્યારેય બીજા સંગીતકારનાં ગીતો રીક્રીએટ કરવાનો પ્રયત્ન કર્યો છે?
સદભાગ્યે, મારે આ પહેલાં ક્યારેય કરવું નહોતું પડ્યું અને મને તે કરવું પણ ગમશે નહીં. ભગવાન દયાળુ છે અને હું ક્યારેય એ મુદ્દે આવ્યો નથી કે મારે બીજા કોઈના ગીતો રીક્રીએટ કરવા પડે.

ટાઇમ્સ ઓફ મ્યુઝિકના સેટ પર તમારો અનુભવ કેવો હતો?
મેં અનુભવનો સંપૂર્ણ આનંદ લીધો. શરૂઆતમાં કોઈપણ વસ્તુમાં થોડી સમસ્યાઓ આવતી હોય છે પરંતુ સમય જતા તે બધું ઠીક થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે હું સામાન્ય રીતે લાઇમલાઇટમાં રહેવાનું પસંદ નથી કરતો, હું ભાગ્યે જ શૂટ માટે જઉં છું તેથી, મારા માટે આ એક મોટી વાત હતી. આ શો પૂરો થયો ત્યાં સુધીમાં અમે લગભગ મોટો પરિવાર બની ગયા હતા. ટીમ વર્ક ગ્રેટ હતું. ત્યાં કોઈ મોટી સમસ્યાઓ નહોતી આવી બસ શરૂઆતમાં સેટ થવામાં થોડી સમસ્યા નડી હતી. એકંદરે આ બહુ સારો અનુભવ રહ્યો અને ખૂબ જ સારી રીતે બધું સમાપ્ત થયું.

કોઈ અન્ય સોન્ગ કમ્પોઝરનું સોન્ગ કમ્પોઝ કરવું એ કેટલું સરળ કે મુશ્કેલ છે?
ના, તે મુશ્કેલ નથી. એક વાત સારી છે કે તેઓએ મને 3-4 સોન્ગ ચોઈસ માટે આપ્યા અને તેમાંથી એકની પસંદગી કરવા માટે કહ્યું, પરંતુ મેં 2 સોન્ગની પસંદગી કરી કારણ કે તે બંને સોન્ગ મારી પસંદગીની ફિલ્મ અન્વરના હતા. તેઓ મંજૂર થયા અને મેં બંને સોન્ગને મર્જ કરી આપેલ ટાઈમ લિમિટમાં પ્રેઝન્ટ કર્યાં. હવે સમય ટેસ્ટ મેચનો નહીં પરંતુ 20-20નો છે અને હવે આપણે 10 ઓવરની મેચ જોઈ રહ્યા છે. તો મેં માત્ર 5 મિનિટમાં નક્કી કર્યું કે હું પબ્લિકને એક નહીં પણ 2 સોન્ગ આપીશ.

તમે મિથુન સાથે પણ પેરિંગ કર્યું છે. શું તમે શો પહેલાં તેમના કમ્પોઝિશન્સ/સોન્ગને ફોલો કર્યા છે?
અમે તમામ લોકોના બધા જ પ્રકારના મ્યુઝિક સાંભળીએ છીએ. જ્યારે મને આ તક મળી તો મને દુઃખ થયું કે અન્વર ફિલ્મ સારું પફોર્મ ન કરી શકી પરંતુ તેના તમામ સોન્ગ ખૂબ જ સરસ છે અને મને તે ગમવા લાગ્યા હતા. તો જયારે મને ચોઈસ આપવામાં આવી તો મને કોઈ જ પ્રોબ્લેમ ન હતો. મેં જાવેદા ઝિંદગી અને મૌલા મેરે મૌલા સોન્ગ પ્રેઝન્ટ કર્યા હતા.

મિથુન સાથેનો તમારો એક્સપિરિઅન્સ કેવો રહ્યો?
તે ખૂબ જ સારો એક્સપિરિઅન્સ હતો. જોકે મે તેના પિતા નરેશભાઈ સાથે પણ કામ કર્યું છે. મિથુન તેના પિતા સાથે સ્ટુડિયોમાં આવતો હતો અને બેકગ્રાઉન્ડ સ્કોર્સ રેકોર્ડ કરતો હતો. હું ઈચ્છતો હતો આ શોમાં નરેશભાઈ હાજરી આપે પરંતુ તેઓ આવ્યા ન હતા. જોકે તેમણે મને હું ગ્રીસ હતો ત્યારે કોલ કર્યો હતો. અમે ઘણા સમય સુધી એકસાથે કામ કર્યું હતું તેથી તેમના કોલથી હું ખુશ થયો હતો. મિથુન સાથેનો મારે અનુભવ પણ સારો હતો. તે સારો છોકરો છે અને તેના કામમાં નિષ્ઠા રાખે છે.

શું અત્યારના ઘણા બધા કમ્પોઝરમાંથી તમે કોઈ એકને ફોલો કરો છો અથવા કોઈનું કમ્પોઝિશન અન્ય કરતાં વધારે ગમે છે?
પ્રમાણિક પણે કહું તો, હું બધાને અને બધું જ સાંભળું છું, પછી ભલે તે કોઈ સોન્ગ અલગ આલ્બમ હોય કે પછી કોઈ ફિલ્મનો ભાગ હોય. હું સામાન્ય રીતે સોન્ગ જીમમાં સાંભળું છું. જો મને કોઈ સોન્ગ વધારે ગમી જાય છે તો હું તેને વારંવાર સાંભળું છું અને તેના કામને વખાણું પણ છું. હું કોઈ એક વ્યક્તિને પોઈન્ટ ના કરી શકું, કારણ કે બધા પોતાની રોતે સારું કામ કરી રહ્યા છે. આજના કમ્પોઝર યંગસ્ટર માટે સોન્ગ બનાવે છે, આથી તેઓ હાલ લોકોને કેવા સોન્ગ ગમે છે તેનું ધ્યાન રાખે છે. ‘આંખ મારે’ સોન્ગ રીક્રીએટ થયું તે જાણીને હું ઘણો ખુશ થયો હતો અને વખાણ પણ કર્યા હતા. અત્યારે જે કોઈ યંગસ્ટર મ્યુઝિક બનાવે તે સારું છે. માત્ર તે લોકોને લિરિક્સ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. હું નસીબદાર છું કે મને ફેમસ ગીતકાર બક્ષી સાહેબ સાથે કામ કરવાની તક મળી. જોકે, આજના સંગીતકાર પણ સારા જ છે પણ મને હજુ આ યંગસ્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ટૂંક સમયમાં તેમાંનાં કોઈ સાથે કામ કરવાની તક મળી જાય.

સિરીઝને અત્યારે જ સ્ટ્રીમ કરો:

https://bit.ly/TimesOfMusic_Ep2_YT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Composer Viju Shah has a great time on the sets of MX Player’s Times of Music


from Divya Bhaskar https://ift.tt/3hKM0Y3
https://ift.tt/3djxDGw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...