Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-59_1592650831.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/new-project-59_1592650831.jpg. Show all posts

Saturday, June 20, 2020

કરણ જોહરે કુછ કુછ હોતા હૈનો સલમાનનો રોલ પહેલા ચંદ્રચૂર સિંહને ઓફર કર્યો હતો, ચંદ્રચૂર સિંહે રોલ રિજેક્ટ કર્યો હતો

એક્ટર ચંદ્રચૂર સિંહે 1998માં આવેલ ફિલ્મ કુછ કુછ હોતા હૈ એક કિસ્સો શેર કર્યો છે. તેમણે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફિલ્મનો સલમાન ખાનનો અમનનો રોલ સૌ પ્રથમ તેને ઓફર કરવામાં આવ્યો હતો. ચંદ્રચૂરે તે રોલ રિજેક્ટ કર્યો અને સલમાન ખાને તે રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મથી કરણ જોહરે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું.

ફિલ્મનો રોલ રિજેક્ટ કરવા વિશે વાત કરતા ચંદ્રચૂર સિંહે જણાવ્યું કે, તેના વિશે તો એટલું જ કહી શકું કે તે મારો લોસ હતો બીજું તો શું. તે ઘણી સારી ફિલ્મ હતી. તે એવા નિર્ણયોમાંનો એક નિર્ણય હતો જે તમે લ્યો છો અને તેમાંથી શીખો છો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને મળેલ નિરાશા બદલ તેમણે કહ્યું કે, તેમની ફિલ્મ્સ અનાઉન્સ થયા પછી માળિયે ચડાવી દેવામાં આવતી હતી, તેના પર આગળ કઈ કામ ન થતું. તબુ સાથેની તેમની ફિલ્મ દરિયા અનાઉન્સ થયાના થોડા જ સમયમાં રફેદફે થઇ ગઈ હતી. 1999ની ડિરેક્ટર દીપા મહેતાની ફિલ્મ અર્થમાંથી તેમને કાઢી નાખવામાં આવ્યા હતા. તેમનો રોલ રાહુલ ખન્નાને આપી દેવામાં આવ્યો હતો.

ચંદ્રચૂર આર્યા નામની વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. હોટસ્ટાર ઓરિજિનલ આ વેબ સિરીઝથી સુષ્મિતા સેને પણ ડિજિટલ ડેબ્યુ કર્યું છે અને બંને પતિ પત્નીના રોલમાં છે. આ વેબસિરીઝ 19 જૂને સ્ટ્રીમ થશે. આ સિરીઝ ડચ સિરીઝ પેનોજાની હિન્દી રિમેક છે. ડિરેક્ટર રામ માધવાનીએ આર્યા ડિરેક્ટ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chandrachur Singh Opens up on Karan Johar Approaching Him for Salman Khan's Role in Kuch Kuch Hota Hai


from Divya Bhaskar https://ift.tt/2NkOhel
https://ift.tt/37JYJWt

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...