Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/sushant1592634401_1592647893.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/20/sushant1592634401_1592647893.jpg. Show all posts

Saturday, June 20, 2020

સુશાંતને યાદ કરી લખેલ પોસ્ટ ડિલીટ કરીને તેની મોટી બહેન શ્વેતાએ તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ બંધ કરી દીધું

સુશાંત સિંહની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિએ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ ડિલીટ કરી દીધા છે. શ્વેતા યુએસથી ભારત 17 જૂને આવી જ્યારે સુશાંતનું મૃત્યુ 14 જૂને થયું હતું. શ્વેતાના આવ્યા બાદ પરિવારે 18 જૂને પટનામાં ગંગા નદીમાં સુશાંતની અસ્થિનું વિર્સજન કર્યું. તે પહેલાં ભાઈને યાદ કરીને શ્વેતાએ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરી હતી પણ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેના અકાઉન્ટ્સ ડીલીટ કરી નાખ્યા છે.

છેલ્લી પોસ્ટ ડિલીટ કરી હતી
શ્વેતાએ બુધવારે ફેસબુક પર સુશાંત માટે એક ઈમોશનલ પોસ્ટ લખી હતી પરંતુ પાછળથી તે ડિલીટ કરી દીધી હતી. તેણે પોસ્ટ સાથે એક કાર્ડ પણ શેર કર્યું હતું જે સુશાંતે તેના માટે લખ્યું હતું.

શ્વેતાએ લખ્યું હતું કે, મારું બેબી, મારું બાબુ અત્યારે ફિઝીકલી આપણી સાથે નથી અને ઈટ ઇઝ ઓકે. મને ખબર છે કે તું ઘણા દુઃખમાં હતો અને તું ફાઈટર હતો અને તું ખૂબ સારી રીતે લડી રહ્યો હતો. સોરી તારે જે દુઃખમાંથી પસાર થવું પડ્યું, કાશ હું તને મારી ખુશી આપીને તારા બધા દુઃખ લઇ શકી હોત. આગળ તેણે લખ્યું કે, તારી ચમકતી આંખોએ દુનિયાને શીખવ્યું કઈ રીતે સપના જોવા, તારી માસુમ મુસ્કાન તારા સાફ દિલનું પ્રતિબિંબ હતું, તને હંમેશાં પ્રેમ કરતા રહીશું. તું જ્યાં હોય ત્યાં ખુશ રહે, લોકોએ તને પ્રેમ કર્યો છે, કરે છે અને કરતા રહેશે.

સ્ક્રીનશોટ

શ્વેતાએ આગળ લખ્યું હતું કે, મારા પ્રિયજનો, મને ખબર છે કે આ કઠિન સમય છે પણ જ્યારે વિકલ્પ મળે ત્યારે નફરતની ઉપર પ્રેમને પસંદ કરો, ગુસ્સાને બદલે દયા, લાગણીને પસંદ કરો, સ્વાર્થ કરતાં નિઃસ્વાર્થને પસંદ કરો અને માફ કરો, ખુદને, બીજાને , બધાને માફ કરો. દરેક માણસ ખુદની જંગ લડી રહ્યો છે, તમારી જાત માટે દયાળુ બનો અને બીજા બધા માટે પણ દયાળુ બનો. કોઈપણ સંજોગે તમારા હૃદયને બંધ ન થવા દો.

અસ્થિ વિસર્જનને લઈને પોસ્ટ
પરિવારના સભ્યો મુંબઈથી પરત હોમટાઉન ગયા અને શ્વેતા સીધી તેના ઘરે જ પહોંચી હતી. તેણે ફેસબુક પર લખ્યું હતું કે, મારા પટનાના ઘરે સુરક્ષિત પહોંચી ગઈ છું. આ સ્થિતિમાં જે બધા મદદ કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે તેમનો આભાર. આજે અમે ભાઈની અસ્થિનું વિસર્જન કરશું. હું ફરી દરેકેને તેના માટે પ્રાર્થના કરવાનું કહું છું. તેની જિંદગીને સેલિબ્રેટ કરીએ અને તેને પ્રેમાળ અને હસતી વિદાય આપીએ.

સ્ક્રીનશોટ

શ્વેતા ભાઈના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શકી ન હતી. મુંબઈમાં 15 જૂને તેના અંતિમ સંસ્કાર થયા હતા. શ્વેતા ઘણા વર્ષોથી કેલિફોર્નિયામાં રહે છે. તે ફેશન ડિઝાઈનર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput’s US based sister Shweta singh kirti deletes social media profiles


from Divya Bhaskar https://ift.tt/3hIIcGF
https://ift.tt/31296Ue

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...