Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/riya_1592735951.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/riya_1592735951.jpg. Show all posts

Sunday, June 21, 2020

ચાહકે રિયા ચક્રવર્તી પર સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ મૂકી બિહાર કોર્ટમાં કેસ ફાઈલ કર્યો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે રિયા ચક્રવર્તી, બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ અને ફિલ્મી પરિવાર પર વારંવાર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સુશાંતની આત્મહત્યા મામલે રિયા ચક્રવર્તી મુંબઈ પોલીસને આશરે 11 કલાકનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવી ચૂકી છે, હવે એક અઠવાડિયાં પછી બિહાર કોર્ટમાં રિયા પર સુશાંતને આત્મહત્યા કરવા ઉશ્કેરવા બદલ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પ્રમાણે, મુઝફ્ફરપુરના પટહી વિસ્તારનો રહેવાસી કુંદન કુમારે મુખ્ય મજીસ્ટ્રેટ મુકેશ કુમારની કોર્ટમાં અરજી ફાઈલ કરી છે. કોર્ટ આ મામલે 24 જૂનના રોજ સુનવણી કરશે. અરજીમાં રિયા પર આરોપ લગાવ્યો છે કે, તેણે સુશાંત સિંહનું માનસિક અને આર્થિક રૂપે શોષણ કર્યું.

કુંદન કુમારના વકીલે કહ્યું કે, મારો ક્લાયન્ટ સુશાંત સિંહ રાજપૂતનો ઘણો મોટો ચાહક હતો. તેના મૃત્યુથી ઘેરો આઘાત લાગ્યો છે. તેણે IPCની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું), કલમ 420(છેતરપિંડી) હેઠળ 19 જૂને કેસ ફાઈલ કર્યો છે.

આની પહેલાં મુંબઈ પોલીસને રિયાએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, સુશાંત અને મારો ઝઘડો પણ થયો છે ત્યારબાદ તેણે તેનું ઘર છોડી દીધું હતું. પોલીસ હાલ સુશાંતના મોતની તપાસ કરી રહી છે. અત્યાર સુધી 15 લોકોના સ્ટેટમેન્ટ પણ લઇ ચૂકી છે.

સુશાંતની આત્મહત્યા પછી સુધીર કુમાર ઓઝાએ 17 જૂને એક ફરિયાદ ફાઈલ કરી હતી. આ ફરિયાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 8 મોટાં નામ પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. સુશાંતની આત્મહત્યા સંબંધિત IPCની કલમ 306, 109, 504 અને 50 હેઠળ ફરિયાદ ફાઈલ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput Fan accused Rhea Chakraborty of abetting sushant to suicide, case filed in Bihar court


from Divya Bhaskar https://ift.tt/2YY0dID
https://ift.tt/2YXJvZE

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...