Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/sangit_1592712764.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/21/sangit_1592712764.jpg. Show all posts

Sunday, June 21, 2020

જાવેદ અખ્તર, અનુ મલિક સહિત 4000 ગીતકાર, સંગીતકાર અને ગાયકની હક માટેની લડાઈ, ક્રેડિટ આપવા માટે અભિયાન શરુ કર્યું

આજે રવિવારે વર્લ્ડ મ્યૂઝિક ડે પર ભારતના 5000 ગીતકાર, સંગીતકાર અને ગાયકોએ પોતાના હક માટે લડાઈ શરુ કરી છે. તેમણે ક્રેડિટ ધ ક્રિએટર અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન હેઠળ મ્યૂઝિક કંપનીઓ ટેલિવિઝન અને રેડિયો ચેનલ્સને બે ટૂંકા શબ્દોમાં કહી રહી છે કે સંગીત સાથે જોડાયેલા લોકોની ક્રેડિટ ક્યારેય ના છીનવો. નામ અને રૂપિયા બંને આપવામાં આવે. અભિયાનને સંગીતની સૌથી મોટી સંસ્થા IPRS બેનર નીચે શરુ કરવામાં આવી છે. રવિવારે જાવેદ અખ્તર. ગુલઝાર, પ્રસૂન જોશી. એ. આર. રહેમાન, આનંદ-મિલિંદ, અનુ મલિકથી લઈને સોનુ નિગમ, શાન અને અલકા યાજ્ઞીકે જાગ્રુગતા માટે અભિયાન શરુ કર્યું છે.

મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીવાળાને ઓળખ મળતી નથી
સંસ્થા સાથે જોડાયેલા ગીતકાર સમીરે ભાસ્કર સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે, સંગીત સાથે જોડાયેલામાં હજારો લોકો એવા છે, જેમના સોંગ ઘણા ફેમસ છે. પરંતુ તેમના નામનો કોઈ ઉલ્લેખ કરતું નથી. ભલે તેમના સોંગ ટીવી અને રેડિયો સ્ટેશન પર ચાલતા હોય. મ્યૂઝિક કંપનીઓ અલગ-અલગ પ્લેટફોર્મ ચલાવી રહી છે, પરંતુ જેણે સોંગ બનાવ્યું છે, લખ્યું છે અને કમ્પોઝ કર્યું છે તેનો ઉલ્લેખ ક્યાંય કરતી નથી. તેને તેનો ડ્યૂ ક્રેડિટ આપવામાં આવતો નથી. આવું ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. આજ કારણોથી તેમને આગળ કામ મળવામાં પણ મુશ્કેલી થાય છે. પણ હવેથી આવું નહિ થાય, જે કંપની કે ચેનલ સોંગ પ્લે કરશે તો તેને દરેક જગ્યાએ નામનો ઉલ્લેખ કરવો પડશે.

વધુમાં તેમણે કહ્યું કે, ઘણા સમય પહેલાં સાહિર લુધિયાનવીએ અવાજ ઉઠાવ્યો હતો તો બધું બરાબર ચાલતું હતું, પણ 20-25 વર્ષથી ફરીથી જેમ હતું તેમ ચાલી રહ્યું છે. અમારી સંસ્થાએ અભિયાન ચલાવ્યું તો છેલ્લા 2 વર્ષથી સંગીત સાથે સંકળાયેલા લોકોને ક્રેડિટ મળવા લાગી, તેમ છતાં ઘણી જગ્યાએ હજુ આ સમસ્યા છે. ક્રેડિટ આપવામાં આવતી નથી. વાસ્તવમાં આ મોરલ રાઈટ છે.

ગીતકાર સમીરે જણાવ્યું કે, આ અભિયાન શરુ કરવા માટે આનાથી સારો કોઈ દિવસ ના હોઈ શકે. અમે લોકોને માત્ર વિનંતી કરી રહ્યા છે અને આશા છે કે લોકો માની જશે. જો પછી પણ કઈ ના થયું તો અમે સરકાર પાસે જઈશું અને કોર્ટના દરવાજા ખખડાવીશું. અનવર સાગર જેવા રાઈટર હતા જેમની વર્ષમાં ચાર-પાંચ લાખ રૂપિયાથી લઇન 10 લાખ રૂપિયાનો રોયલ્ટી બનતી હતી. હાલ તેમને 2 વર્ષથી રોયલ્ટી મળી રહી છે, આજથી15-20 વર્ષ પહેલાં તેમને રોયલ્ટીમાં કઈ પણ મળતું નહોતું. અનવર સાગરમાં ઓછામાં ઓછા 2000 તો છે જે, જેમને નામ અને રૂપિયા બંને મળી રહે. તેવામાં અમે તેમને હક અપાવીને રહીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4000 songwriters, musicians and singers, including Javed Akhtar, Anu Malik, launched the fight for thier rights of credit


from Divya Bhaskar https://ift.tt/37KzWBy
https://ift.tt/2Ndu4Y0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...