Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/mogambo1592750078_1592805603.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/mogambo1592750078_1592805603.jpg. Show all posts

Monday, June 22, 2020

અમરીશ પુરીએ મોગેમ્બોના પાત્ર માટે આઉટફિટ જાતે તૈયાર કર્યાં હતાં, બોની કપૂરે ઈમ્પ્રેસ થઈને 10 હજાર રૂપિયા આપ્યાં હતાં

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમરીશ પુરી આજે તો આ દુનિયામાં નથી પરંતુ તેમણે પોતાના પાત્રોને હંમેશાં માટે ચાહકોના દિલમાં અમર કરી દીધા છે. ‘મિસ્ટર ઈન્ડિયા’ના મોગેમ્બો હોય કે પછી ‘ડીડીએલજે’ના બાબુજી, અમરીશ પુરીએ પોતાની એક્ટિંગથી પાત્રોમાં જીવ રેડી દીધો હતો. આજે (22 જૂન)અમરીશ પુરીની બર્થ એનિવર્સરી પર તેમના મિત્ર બોની કપૂરે ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમની સાથે જોડાયેલા કિસ્સા શૅર કર્યાં હતાં.

‘હમ પાંચ’ માટે વિગ જાતે ડિઝાઈન કરી હતી
અમરીશ પુરી ‘હમ પાંચ’થી સ્ટાર બન્યા હતાં. તેઓ પોતાના કામને લઈ ઘણાં જ ડેડીકેટેડ હતાં. આ ફિલ્મમાં અમરીશ પુરીએ પોતાની જાતે વિગ ડિઝાઈન કરી હતી. ડિરેક્ટર બાપુએ તેમને સંકેતોમાં કંઈક કહ્યું હતું અને સ્કેચ બનાવીને આપ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના માટે જાતે વિગ ડિઝાઈન કરી હતી.

ફિલ્મ હિટ થઈ તો અમરીશ પુરીને 10 હજાર રૂપિયા બોનસ આપવામાં આવ્યું હતું
‘હમ પાંચ’ માટે અમરીશ પુરીને 40 હજાર રૂપિયા ફી આપવામાં આવી હતી. ફિલ્મ હિટ થયા બાદ તેમને બોનસ તરીકે 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતાં અને તે ખુશ થઈ ગયા હતાં. તે સમયે પ્રાણ તથા અન્ય વિલનને 3 લાખ રૂપિયા ફી મળતી હતી. મેં તેમને કહ્યું હતું કે ‘હમ પાંચ’ બાદ તમારી ફી વધીને અઢી લાખ રૂપિયા થઈ જશે. આ પહેલાં તેમણે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ ‘હમ પાંચ’થી તેમને સ્ટારડમ મળ્યું.

‘મિસ્ટર ઈન્ડિયા’માં અમરીશ પુરી પહેલાં ઘણાં એક્ટરના ઓડિશન લીધા હતાં
‘મિસ્ટર ઈન્ડિયા’ માટે અમે ફ્રેશ ચહેરો શોધતા હતાં. ત્યારબાદ મુંબઈમાં જેટલાં પણ વિલન હતાં, તે તમામના ઓડિશન લેવામાં આવ્યા હતાં. જોકે, જાવેદ અખ્તરે જે રીતે મોગેમ્બોનું પાત્ર લખ્યું હતું, તેને યોગ્ય એક પણ એક્ટર મળ્યાં નહીં. અંતે, અમે અમરીશ પુરીને લેવાનું નક્કી કર્યું. તે સમયે તેઓ ઘણાં જ વ્યસ્ત હતાં. અમે તેમને કહ્યું હતું કે આગામી અઠવાડિયાથી તમારા 60 દિવસ જોઈએ, કારણ કે ક્લાઈમેક્સ માટે આર કે સ્ટૂડિયોમાં કુલ પાંચ સેટ બનાવવામાં આવ્યા હતાં અને તેમણે તરત જ હા પાડી દીધી હતી.

સામાન્ય રીતે જ્યારે કોઈ એક્ટર પાસે જાવ તો તે એવો જવાબ આપે કે વિચારીશું પછી કંઈક કરીશું. જોકે, અમરીશ પુરીને જ્યારે ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મ માટે મળવા ગયા ત્યારે તેમણે તરત જ કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ અંગે સાંભળ્યું હતું અને તેઓ ખુશ છે કે ફાઈનલી તેમને આ રોલ મળ્યો. અમે જે પણ ડેટ માગી, તેમણે આપી દીધી હતી. આ ફિલ્મ બાદ વિલન તરીકે અમરીશ પુરીનો અલગ જ ચહેરો સામે આવ્યો હતો.

‘મોગેમ્બો’ માટે જાતે કપડાં ડિઝાઈન કર્યાં હતાં
અમે મોગેમ્બો માટે અમરીશ પુરીને લઈ લીધા હતાં પરંતુ અમારા મનમાં તે રોલ માટેનો ગેટઅપ કે કોસ્ચ્યુમ કંઈ જ નક્કી નહોતું. ગેટઅપ બનાવવામાં અમરીશ પુરીનો મોટો હાથ હતો. તેમણે પોતાના ટેલર માધવ સાથે મળીને પૂરો ગેટઅપ ડિઝાઈન કર્યો હતો. હું માધવથી એટલો ઈમ્પ્રેસ થયો હતો કે મેં તેને દસ હજાર રૂપિયા વધારે આપી દીધા હતાં. અમારા મનમાં વિલનનું પાત્ર હતું પરંતુ વિઝ્યુઅલ ક્લિયર નહોતું. અમરીશ પુરીએ જાતે આ કામ કર્યું હતું.

મોગેમ્બો માટે રિહર્સલ કર્યાં
અમરીશ પુરીની આદત હતી કે તેઓ જે રોલ કરે, તેની નાનામાં નાની વાતો જાણે અને પછી પાત્રમાં જીવ રેડી દેતા. મોગેમ્બોના પાત્ર સાથે પણ તેમણે આમ જ કર્યું હતું. રોલ માટે પુષ્કળ રિહર્સલ કર્યાં હતાં. દરેક સંવાદ જાવેદ અખ્તર સાથે બેસીને વાંચ્યા હતાં અને સેટ પર શેખર કપૂર (ફિલ્મના ડિરેક્ટર) સાથે રિહર્સલ કર્યું હતું.

અમરીશ પુરીને પૂરી ક્રેડિટ આપીશ
હીરો ત્યારે મોટો બને છે, જ્યારે તેની સામે વિલન બરોબરીનો હોય. ‘મિસ્ટર ઈન્ડિયા’માં અમારે એકદમ મોટો વિલન જોઈતો હતો અને મને ખ્યાલ નથી કે અમરીશ પુરીથી કોઈ મોટો વિલન હોઈ શકે. હું આની ક્રેડિટ માત્ર ને માત્ર અમરીશ પુરીને આપવા માગીશ. જાવેદ અખ્તરે સંવાદ લખ્યો હતો કે ‘મોગેમ્બો ખુશ હુઆ...’ આ સંવાદ ચાહકોને આજે પણ યાદ છે. આ પાત્ર માટે અમરીશ પુરીએ ઘણી જ મહેનત કરી હતી.

મોગેમ્બોની સફળતાથી અન્ય ફિલ્મ મળી
‘મિસ્ટર ઈન્ડિયા’ની સફળતા બાદ અમે ‘વિરાસત’માં સાથે કામ કર્યું હતું. આ પૂરા પ્રોજેક્ટનું સેટઅપ મેં કર્યું હતું. આ રોલમાં અમરીશ પુરીનો પોઝિટિવ રોલ હતો. ‘મિસ્ટર ઈન્ડિયા’ પછી તેમણે પહેલી હોલિવૂડની ફિલ્મ સાઈન કરી હતી. સાઉથમાં પણ તેઓ નંબર વન વિલન બની ગયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amrish Puri designed the outfit for Mogambo's character himself, director boney kapoor was impressed and gave Rs 10,000


from Divya Bhaskar https://ift.tt/37OSlNz
https://ift.tt/2YU0zA1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...