Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project-1_1592815164.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project-1_1592815164.jpg. Show all posts

Monday, June 22, 2020

ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના CM સાથે વાત કરી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કોઈને પણ છોડવામાં આવશે નહીં

બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતેઆત્મહત્યા કરી લેતા માત્ર ચાહકો કે પરિવાર જ નહીં બોલિવૂડમાં પણ ઘણાંને નવાઈ લાગી છે. હવે, વિવિધ રાજકીય પક્ષો આ કેસની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગણીકરી રહ્યાં છે. હાલમાં જ લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ચિરાગ પાસવાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. ચિરાગે ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બિહારથી આવનાર એક યુવક પોતાની એક્ટિંગને કારણે માત્ર બિહારમાં જ નહીં પણ આખા દેશમાં લોકપ્રિય હતો. તેણે 14 જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી.

ચિરાગે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા કર્યાં બાદથી બિહારમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલતા ગ્રૂપિઝમને લઈ આક્રોશ છે. ચિરાગે કહ્યું હતું કે તે પરિવારના કેટલાંક સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને સુશાંતની આત્મહત્યા બાદ નિકટના લોકોએ તેની પાછળ ષડયંત્ર હોવાનો આડકતરો ઈશારો કર્યો હતો. તમામ લોકો માને છે કે સુશાંત ભારતીય ફિલ્મ જગતમાં ચાલતા કેમ્પનો શિકાર બન્યો હતો. મોટા પ્રોડ્યૂસર્સે સુશાંતનો બહિષ્કાર કર્યો હતો. આ જ કારણથી તે આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો.

કડક કાર્યવાહીની માગ કરી
ચિરાગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પાસે માગણી કરી હતી કે આ કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવે. આ પહેલાં ચિરાગ પાસવાને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પત્ર લખીને આ ઘટનાની તપાસ કરવાની માગ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જવાબ આપ્યો
ઉદ્ધવ ઠાકરેએ ચિરાગ પાસવાનને કહ્યું હતું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. જે કોઈ પણ આ કેસમાં દોષિત ઠરશે, તે કોઈને પણ છોડવામાં આવશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું ચિરાગ પાસવાને કહ્યું હતું.

14 જૂને આત્મહત્યા કરી
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રામાં આવેલા પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાધો હતો. સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલતી હતી. સુશાંતે કોઈ સુસાઈડ નોટ લખી નહોતી. પોલીસ હાલમાં સુશાંતના મિત્રો, સ્ટાફ તથા અન્ય નિકટના લોકોની પૂછપરછ કરી રહી છે. સુશાંતની આત્મહત્યા બાદ ચાહકોએ બોલિવૂડમાં નેપોટિઝ્મને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chirag Paswan talks to Maharashtra CM, Uddhav Thackeray says no one will be released


from Divya Bhaskar https://ift.tt/3hOB8bv
https://ift.tt/2zSWUtD

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...