Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project-1_1592818606.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project-1_1592818606.jpg. Show all posts

Monday, June 22, 2020

ત્રણ દાયકા બાદ શ્રીનગરમાં પહેલું મલ્ટીપ્લેક્સ બનશે

કાશ્મીરમાં જૂનો સમય પરત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ દાયકા બાદ હવે ફરીથી કાશ્મીરમાં ફિલ્મ જોવા મળશે. સરકારે શ્રીનગરમાં પહેલાં મલ્ટીપ્લેક્સની મંજૂરી આપી દીધી છે. કાશ્મીરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવતા તથા ટક્સાલ હોસ્પિટાલિટીના ડિરેક્ટર વિજય ધરના પરિવારને મલ્ટીપ્લેક્સનું લાઈસન્સ મળ્યું છે.

ત્રણ દાયકાથી થિયેટર બંધ
90ના દાયકામાં આતંકવાદીઓએ કાશ્મીરમાં થિયેટરને ઈસ્લામ વિરોધી ગણાવીને બંધ કરાવી દીધા હતાં અને કેટલાંક થિયેટર આર્મીએ લઈ લીધા હતાં. ધર પરિવારે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરના મલ્ટીપ્લેક્સ માટેની પરવાનગી માગી હતી. જમીન તથા બિલ્ડિંગની તપાસ બાદ શ્રીનગર વહીવટી તંત્રે મંજૂરી આપી દીધી હતી.

સર્વે કરવામાં આવ્યો હતો
દક્ષિણ શ્રીનગરના મામલતદારે 18 મરલા (4900 સ્કેવર ફુટ) તથા 64 સ્કેવરફુટ જગ્યાનો સર્વે કર્યો હતો. વિજય ધર બે પુત્રો વિકાસ ધર તથા વિશાલ ધર સાથે સોનાવર વિસ્તારમાં દિલ્હી પબ્લિક સ્કૂલ ચલાવે છે. તેઓ શ્રીનગરના પોશ વિસ્તાર ગુપકાર રોડ પર રહે છે. કેન્ટોન્મેન્ટ બોર્ડે પણ મંજૂરી આપી છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે મલ્ટીપ્લેક્સની બિલ્ડિંગનું નિરીક્ષણ પણ કર્યું છે. પાંચમાંથી બે માળ બનીને તૈયાર છે. પાંચ માળની બિલ્ડિંગમાં બે થિયેટર હશે. આ બિલ્ડિંગની ભૂકંપીય ક્ષમતાની તપાસ થશે. ફાયર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડિરેક્ટરે બિલ્ડિંગમાં ફાયરના સાધનો લગાવવાનું કહ્યું છે. સિનેમેટોગ્રાફી એક્ટ 1952 હેઠળ શ્રીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર લાઈસન્સ આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં રીગલ, પેલેડિયમ, ખાયમ, ફિરદૌસ, શાહ સિનેમા, નીલમ, શિરાઝ, તથા બ્રોડવે જેવા થિયેટર હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
first multiplex in Srinagar after three decades


from Divya Bhaskar https://ift.tt/37UeA4D
https://ift.tt/37OCIWg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...