Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/genelia-front-pic1592906672_1592909062.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/genelia-front-pic1592906672_1592909062.jpg. Show all posts

Tuesday, June 23, 2020

રિતેશ-જેનેલિયાના બાળકોને ઝાડ નીચે નવો ક્લાસરૂમ મળ્યો, એક્ટ્રેસે કહ્યું- આ ધરતી આપણને વારસામાં મળી નથી

એકટ્રેસ જેનેલિયા દેશમુખ હાલમાં પતિ રિતેશ દેશમુખ સાથે મહારાષ્ટ્રના લાતુર સ્થિત પૈતૃક ગામમાં છે. જેનેલિયાએ અહીંથી એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં જેનેલિયા બંને દીકરા રિયાન તથા રાહિલ સાથે જોવા મળે છે. આ વીડિયો શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું કે તે પોતાના બાળકોને પ્રકૃતિની વધુને વધુ નિકટ રાખી રહી છે.

પોતાની પોસ્ટમાં જેનેલિયાએ કહ્યું હતું, ‘બાળકો અદ્દભૂત છે અને તેઓ દરેક બાબતમાં ઢળી જાય છે પરંતુ માતા-પિતાના રૂપમાં અને આ સમયમાં આપણે વધુ ખોવાઈ ગયા છીએ. આપણે સતત ચિંતા કરીએ છીએ કે આપણે કઈ દુનિયામાં આપણાં બાળકોને મોટા કરવા જઈ રહ્યાં છીએ...’

‘ક્યારેક રિતેશની ઈર્ષ્યા થાય છે’
જેનેલિયાએ આગળ કહ્યું હતું, ‘મારો ઉછેર શહેરમાં થયો છે અને રિતેશનો ગામડાં તથા શહેર બંનેમાં...આ વાતને લઈ મને ઘણીવાર તેની ઈર્ષ્યા પણ થાય છે. પછી મેં વિચાર્યું કે હું મારા બાળકોને પ્રકૃતિ તથા જાનવરોની વધારે નિકટ રાખવાનું પસંદ કરીશ.’

View this post on Instagram

Children are amazing and they adapt to everything but as parents and especially in these times, we are so lost.. We keep worrying, what world are we going to bring up our children in.. I had a city upbringing and Riteish had a both City & Rural.. I envied him very often and then I thought I’d love to keep the kids as close to nature, animals as I can.. It’s been three months since lockdown and we have been away from Mumbai, living in our village.. Now that the lockdown has been lifted, we got a chance to go to our farm.. Our kids found a new classroom, they sit under a tree and read and write, and as a parent I feel so satisfied to see this happen.. I see them being more aware of their surroundings, more compassionate towards animals.. like someone rightfully said . “We don’t inherit the earth from our ancestors, we borrow it for our children”

A post shared by Genelia Deshmukh (@geneliad) on Jun 23, 2020 at 12:47am PDT

ખેતરમાં ઝાડ નીચે બાળકો ભણી રહ્યાં છે
જેનેલિયાએ કહ્યું હતું, ‘લૉકડાઉન શરૂ થયાને અંદાજે ત્રણ મહિના થઈ ગયા છે અને અમે ત્યારથી જ મુંબઈથી દૂર અમારા ગામમાં રહીએ છીએ. હવે જ્યારે લૉકડાઉન હટાવી લેવામાં આવ્યું છે ત્યારે અમને અમારા ખેતરમાં જવાની તક મળી. અહીંયા અમારા બાળકોને એક નવો ક્લાસરૂમ મળી ગયો, તેઓ ઝાડની નીચે બેસીને ભણે છે અને પેરેન્ટ્સ તરીકે આ વાત જોઈને મને ઘણો જ સંતોષ થઈ રહ્યો છે.’

આ ધરતી આપણને વારસામાં મળી નથી
જેનેલિયાના મતે, ‘હું જોઈ રહી છું કે તેઓ પોતાના આસપાસના વાતાવરણને લઈ વધુ સજા બન્યા છે અને તેમનામાંજાનવરો પ્રત્યે વધુ દયા છે. જેવી રીતે કોઈએ સાચું જ કહ્યું છે કે આ ધરતી આપણને આપણાં પૂર્વજો પાસેથી વારસામાં મળી નથી. આપણે આપણા બાળકો માટે ઉધાર લીધી છે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Riteish-Genelia deshmukhs children get new classroom under a tree


from Divya Bhaskar https://ift.tt/2YZvoDt
https://ift.tt/2zVmtdA

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...